Mulraj Kapoor

Crime

3  

Mulraj Kapoor

Crime

રમત

રમત

2 mins
193


વહેલી સવારમાં વરસાદ પડી ગયો હોવાથી જમીન થોડી ભીની હતી. પ્રકાશ અને તેના મિત્રો જે બાર તેર વર્ષના હશે તેમણે ફૂટબોલ રમવાનો પોગ્રામ બનાવ્યો હતો.

તેઓ આવીને પોતાની રમતમાં મશગુલ બની ગયા, બગીચામાં કોઈ માણસ દેખાતું ન હતાં.

તેવામાં અચાનક એક ગાડી બ્રેક મારીને ઊભી રહી. તેના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. પ્રકાશ અને તેના સાથીઓ પણ અવાજથી ચોંકી ગયા પણ કાંઈ ખાસ દેખાયું નહીં એટલે પાછા રમતમાં લાગી ગયા. ગાડી તરત ત્યાંથી ચાલી ગઈ.

પ્રકાશના એક મિત્રે ગોલ કરવા બોલને જોરથી કિક મારી. બોલ સીધો બગીચામાં જઈ કોઈ ચીજ સાથે અથડાયો હોય એવો અવાજ થયો. બધા દોડીને શું થયું તે જોવા આવ્યા. બોલ પડ્યો હતો તેની પાસે જ એક માણસ ઊંધે માથે પડેલો દેખાયો.

છોકરાઓ ચોંકી ગયા સાથે ડરી પણ ગયા. માણસને ઉઠાડવાની કોશિષ કરી પણ સફળ ન થયા. એકાદ માણસ નજરે પડ્યો તેની મદદ માંગી. તેણે જોઈને કહ્યું "આને જલ્દી હોસ્પિટલ લઈ જવો પડશે નહીં તો મુશ્કેલ થઈ જશે."

ગભરાયેલી હાલતમાં છોકરાઓએ ચારેકોર નજર કરી કોઈ વાહન નજરે પડતું ન હતું. તેવા એક ગાડી આવતી દેખાઈ, ગાડીવાળાએ મદદ કરી અને હોસ્પિટલમાં પહોંચાડી દીધું.

ડોક્ટરને તપાસ કરતાં ખબર પડી કે માણસનું તો મોત થઈ ગયું હતું. તેના માથા પર કાંઈ લાગ્યું હોય લાગતું હતું. ગાડીવાળા ભાઈ ડોક્ટર તપાસ કરે તે પહેલા રવાના થઈ ગયા હતાં. છોકરાઓ જેમતેમ કરી હોસ્પિટલમાં આવી તો ખબર પડી કે માણસનું મોત થઈ ગયું હતું. બધા રડમસ ચહેરે ઘરે ઊભા રહ્યા. શું ઘટના ઘટી ગઈ તે સમજી શકતા ન હતાં !


Rate this content
Log in

Similar gujarati story from Crime