Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

મૃત્યુ પછીનું જીવન

મૃત્યુ પછીનું જીવન

1 min
143


જીવન એક શાશ્વત પ્રક્રિયા છે જે અનંત કાળથી ચાલતી આવે છે અને ચાલતી રહેશે. આ એક ગૂઢ રહસ્ય પણ બની રહેલ છે કે મૃત્યુ પછી શું થાય છે. વૈજ્ઞાનિકો તત્ત્વચિંતકો પોતપોતાની રીતે એની વ્યાખ્યા કરતાં હોય છે પણ સંપૂર્ણ માહિતી કોઈની પાસે નથી.

જેનું જન્મ થયું છે તેનું મરણ પણ થશે એ એક હકીકત છે. જ્યાં સુધી જીવ શરીરમાં રહે છે ત્યાં સુધી જીંદગી રહે છે. તે શરીર વડે પોતાની બધી ઈચ્છાઓ પુરી કરી શકવા સમર્થ છે પણ જયારે વાહનરૂપી શરીરનો ત્યાગ કરે છે તેનું શરીર મૃત્યુ પામે છે. જીવ એના મૂળ સ્વરૂપમાં વિલીન થઇ જાય છે. તેની સુખ દુઃખ પ્રેમ વેર ઈર્ષા અદેખાઈ વગેરે ભાવનાઓ સમાપ્ત થઇ જાય છે.

તે પાછો વળી પોતાનો ભૂતકાળમાં આવી શકતો નથી કે ના એમાં માથું મારવાની કોશિષ કરે છે. શરીર તેનું વાહન હતું તેમાં આસીન થઇ જે કાર્ય કરતો તે શરીર વિના કરવામાં અસમર્થ બની જાય છે. તે જીવનના બીજા ખંડમાં પ્રવેશી જાય છે જ્યાંથી પાછું વળી શકાતું નથી.

જેવી રીતે તોપથી છૂટેલો ગોળો આગળ જ વધી શકે તે પાછો આવી શકતો નથી. તેવી રીતે જીવ પણ પોતાની યાત્રાએ આગળ નીકળી જાય છે. તેને કોઈ સાથે પણ પ્રેમ બદલો વેરઝેરની ભાવના રહેતી નથી, કદાચ તે પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે. સાપ જેમ કાચડીનો ત્યાગ કરે તેમ બધી મોહ માયા છોડી અનંત પ્રયાણની યાત્રા એ નવી દિશા, નવા પ્રદેશમાં નીકળી જાય છે.


Rate this content
Log in