STORYMIRROR

Mulraj Kapoor

Drama

3  

Mulraj Kapoor

Drama

વિજયી રથ

વિજયી રથ

2 mins
4

અયોધ્યા નગરી, રાત્રીનો સમય, પુરી નગરી ગાઢ નિદ્રામાં સૂતી હતી. નીરવ શાંતિ પ્રવર્તી હતી. માતા કૌશલ્યા પોતાના મહેલમાં નિંદ્રાધીન હતાં ત્યારે મહેલની છત પર કોઈના પગરવનો અવાજ આવ્યો. ઝાંઝરના અવાજથી એ નક્કી હતું કે કોઈ સ્ત્રી જ હશે. માતા કૌશલ્યાની નિંદ્રા ખુલ્લી ગઈ.

તેમણે તપાસ કરાવી કે છત પર કોણ છે ?

ખબર પડી કે એ શત્રુઘ્નની પત્ની શ્રુતકિર્તી હતા.

કૌશલ્યા એ તેમને બોલાવ્યા, શ્રુતકિર્તી

આવીને પ્રણામ કરી ઊભા રહ્યા.

"બેટી, આટલી રાતના છત પર એકલા શું કરો છો ? નિદ્રા નથી આવતી ? શત્રુઘ્ન ક્યાં છે ?".

શ્રુતકિર્તીની આંખો ભરાઈ આવી, કૌશલ્યાજી ને ગળે વળગીને કહ્યું

"મા,તેમને જોયે તો તેર વર્ષ થઈ ગયા "

કૌશલ્યાજીના હૈયામાંથી "આહ" નીકળી ગઈ. તેમનું હૃદય દ્રવી ઉઠ્યું.

અવાજ દીધો, સેવકો દોડી આવ્યા,

"પાલખી તૈયાર કરાવો, શત્રુઘ્નને શોધવા જવું છે."

માતા કૌશલ્યા પાલખીમાં બેસીને શત્રુઘ્નને શોધવા રવાના થયા.

ઘણી જગ્યાએ શોધ કરી પણ શત્રુઘ્ન ક્યાં મળ્યા નહીં.

છેવટે એ દરવાજે ગયા જ્યાંથી ભરત નંદિગ્રામ જઈને ત્યાં તપસ્વીના રૂપે રહેતા હતાં. દરવાજાની અંદર એક શીલા ઉપર પોતાના હાથને વાળી એના પર માથું રાખીને શત્રુઘ્ન સુતા હતાં.

માતા તેની માથા પાસે બેસીને માથા પર હાથ ફેરવી વહાલ કર્યું.

 શત્રુઘ્ન તરત જ જાગી ગયા

"માતા, તમે અહીંયા ?" કહી તેમના પગમાં પડી ગયા.

"મને બોલાવી લીધા હોત તો "

માતા ભાવ વિભોર થઈને બોલ્યા

"પુત્ર,અહીં તમારે રહેવાનું કેમ થયું ?"

શત્રુઘ્નની આંખોથી આંસુની ધારા વહી નીકળી.

"રામજી પિતાજીની આજ્ઞા માટે વનવાસ ચાલ્યા ગયા, લક્ષ્મણ તેમના પાછળ સેવા કરવા સાથે ગયા. ભરત નંદીગ્રામમાં જઈને રહેવા લાગ્યા. તો શું આ રાજમહેલ, વૈભવ, રાજસીઠાઠ બધું મારા માટે જ વિધતાએ બનાવ્યું છે ?"

માતા કૌશલ્યા પાસે એનો કોઈ જવાબ ન હતો.

આ છે પરિવારના ત્યાગની ભાવના !

ત્યાં જ વિજય રથ આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama