Mulraj Kapoor

Others

3.8  

Mulraj Kapoor

Others

પક્ષી

પક્ષી

3 mins
197


પક્ષીનું એક નાનું બચ્ચું જે ખુબ રંગીન હતું સાથે હોશિયાર, સમજદાર અને અજ્ઞાકારી પણ હતું. તેના માબાપ સવારે ખોરાકની શોધમાં નીકળી જતાં અને સાંજે પાછા ફરતા ત્યાં સુધી તે પોતાના ઘરની આસપાસ ફરી પોતા માટે ખાવાનું શોધી લેતો. એના બીજા દોસ્તો ઉંમરમાં થોડા મોટા હતાં તે ભેગા થઈને ક્યાં દૂર સુધી રખડવા નીકળી જતાં હતાં. એને પણ દોસ્તો સાથે જવાની ઈચ્છા થતી હતી.

આ વાત તેની મા ને કરી. પહેલા તો તે તૈયાર ન હતી પણ છેવટે એને જવાની રજા આપી. બચ્ચું ખુબ ખુશ થયું અને બીજા દિવસે દોસ્તો સાથે ફરવા નીકળી ગયું.

તેના આનંદનો પાર ન હતો, નવી જગ્યા, જાણે બીજી દુનિયામાં આવી ગયો હતો, બધું ચીજોનું અવલોકન કરતું, સમજવાની કોશિશ કરતું હતું. એવામાં તેના દોસ્તો ક્યાં આગળ નીકળી ગયા, દૂર દૂર સુધી નજર કરી પણ દેખાયા નહીં.

હવે તે થોડું ગભરાઈ ગયું કે સાંજ સુધી ઘરે કેમ પહોંચશે.

મૂંઝાઈ અહીં તહીં ભટકવા લાગ્યું. તેનું મગજ બહેર મારી ગયું હતું અને એવામાં શિકારીની જાળમાં સપડાઈ ગયું.

છૂટવા ઘણા તરફડિયા માર્યા, રોવા લાગ્યું અને થાકીને શાંત થઈ પડ્યું રહ્યું.

શિકારીને આવું રંગીન પક્ષી મળી ગયું તેથી ખુબ ખુશ હતો અને શહેરમાં એને કોઈ શેઠને વેચી દીધું.

બચ્ચા ને તેની મા ની ખુબ યાદ આવતી હતી,તે ખુબ ચિંતા કરતી હશે. તે ખુબ દુઃખી હતો.

શેઠ તેના ઘરે લઈ જાય છે એક પાંજરામાં પુરી દે છે ખુબ સારી એવી સંભાળ રાખતા હતાં,તેનું 'મીઠ્ઠું' કહીને બોલાવતા અને પરિવારનો સદસ્ય ગણતા હતાં.

પહેલા શેઠના વેપારમાં બરકત થતી ન હતી પણ મીઠ્ઠું ના આવ્યા પછી કામકાજ ખુબ સારી રીતે ચાલતું હતું, તે બધાનો માનીતો બની ગયો હતો.

ઘરની યાદ આવતા તે ખુબ ગમગીન બની જતો ખાવાનું પણ ટાળતો હતો, ઘરના લોકો તેની ખુબ કાળજી રાખતા હતાં.

એક દિવસ પિંજરાનું બારણું ખુલ્લું રહી ગયું હતું તેમાંથી મીઠ્ઠું ધીરે પગલે બહાર આવી ઘરમાં ફરવા લાગ્યું તેને બારી દેખાણી તો તેના પર જઈ બેઠો.

બારી બહારનું દ્રશ્ય જોઈને તેને પોતાના જુના દિવસો યાદ આવી ગયા તેની માની યાદ આવી અને આંખો ભીની થઈ ગઈ.

તે બારીમાંથી નીકળી સામે આવેલા મોટા ઝાડ પર જઈને બેઠું.

મનમાં ખુબ અસમજસ હતી, તેની ઓળખાણવાળું કોઈ પણ ન દેખાયું, જે હતાં તે તેને રહસ્યમય નજરે જોતા હતાં.

તે ઊડવાનું જાણે ભૂલી જ ગયો હતો, કુદકા મારી ને ચાલતો જોઈ બીજા પક્ષીઓ હેરાન જણાતા હતાં. તે પૂરો દિવસ ઘરની બહારે રહ્યો, ખાવાની પણ તેને જરૂરત જણાઈ નહીં.

એ દિવાળીના દિવસો હતાં ચારેકોર ફટાકડા ફૂટતા હતાં. એ બે ઘડી આરામથી બેસી શકતો ન હતો જવું તો ક્યાં જવું એ નક્કી કરી શકતો ન હતો.

અહીં ઘરમાંથી મીઠ્ઠું ના ચાલ્યા જવાથી દિવાળીના સમયે ખુશી દેખાતી ન હતી, શેઠ ખુબજ દુઃખી જણાતા હતાં.

બીજા દિવસે દિવાળી હતી તો તે પ્રમાણે પૂજાની વિધિ કરવા બધા સદસ્યો ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરવા બેઠા હતાં, આરતી ચાલુ હતી બધાની આંખો બંધ હતી.

ત્યાં પાછળ કાંઈ અવાજ થયો, બધા ચમકી ગયા ઓચિંતું શું થયું.

પૂજા પુરી કરી જોયું તો મીઠ્ઠું પાંજરામાં બેઠલો હતો, પાણી પીતા વાટકી જમીન પર પડી ગઈ હતી તેનો અવાજ આવ્યો હતો.

ઘરના દરેક સદસ્ય ખુબ ખુશ થયા.

મીઠ્ઠું પાછો પોતાને ઘરે આવી ગયો હતો.


Rate this content
Log in