Mulraj Kapoor

Inspirational Others Children

4.0  

Mulraj Kapoor

Inspirational Others Children

બાળ વિજ્ઞાનકથા

બાળ વિજ્ઞાનકથા

2 mins
129


સાંજે બધા બાળકો સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતા હતાં. ખુબ શોરગુલ થઈ રહ્યો હતો. તેમાં નાની મોટી ઉંમરના બાળકો હતાં અને તે પ્રમાણે પોતાના ગ્રુપમાં મસ્તી કરતાં હતાં.

 તેમાં છ થી આઠ વર્ષના ગ્રુપમાં રેયાન્સ, અર્થાવ, ચાર્લી, દિવ્યાંસુ એમ પાંચ છ છોકરાઓ હતાં. બધા લગભગ સ્ટાન્ડર્ડ 1 કે 2 માં અલગ અલગ સ્કૂલોમાં ભણતા હતાં.

અચાનક તેમની નજરે એક કબૂતર ચડી ગયું, તે ઊડી શકવા સમર્થ ન હતું કદાચ બીમાર હતું.

કબૂતરને પકડવો એટલો સહેલો નથી હોતો પણ આ કબૂતર અશક્ત હોવાથી તરત પકડાઈ ગયો.

બધા બાળકો એલર્ટ મોડમાં આવી ગયા.

તેમના એક નવી જવાબદારી મળી ગઈ હતી. બધાએ વિચાર કરી નક્કી કર્યું કે કબૂતર બીમાર છે તેને તાત્કાલિક આરામ અને ઈલાજની જરૂર છે.

એક સરસ વ્યવસ્થિત અને આરામદાયક જગ્યાની શોધ ચાલુ થઈ ગઈ. છેવટે પાર્કિંગ એરિયામાં એવી જગ્યા મળી ગઈ. તરત કામ શરૂ થઈ ગયું. તેના આરામ ખાતર કોઈ રેતી લઈ આવ્યું અને રેતી પાથરી દીધી. કોઈ કાર્ડબોર્ડનું બોક્સ લઈ આવ્યું તો કોઈ ઝાડના પાંદડા તોડી લાવ્યું.બોક્સમાં નીચે રેતી નાખી ઉપર પાંદડા બિછાવી આરામદાયક પથારી જેવું બનાવી લીધું.

કોઈ પાણી ભરી લાવ્યું,પ્લાસ્ટિકના ડબ્બામાં પાણી ભરી રાખ્યું. થોડું પાણી તેના પર છાંટી સારવાર કરી.

પાણી પાયું અને કબૂતરને બોક્સમાં રાખી દીધું. થોડા દાણા ખવડાવ્યા અને કબૂતરના સારા થવાની રાહ જોતા સૌ દૂરથી એને નિહાળી રહ્યા હતા.

એક જણને સૂઝ્યું "અરે તેના માટે તો ઓક્સિજનની જરૂર પડશે, કાંઈ ઉપાય કરો " પાછી ચર્ચા વિચારણા થઈ. કોઈ ઝાડની એક બે ડાળીઓ તોડી લાવ્યા અને તેને પાણીથી ભરેલી પ્લાસ્ટિકની બોટલમાં નાખી કબૂતરની પાસે રાખી દીધું.

દિવાના ખાલી કોડિયા લાવી એક બાજુ સજાવી રાખી દીધા.

એટલું કરતાં રાત થવા આવી હતી એટલે સૌ કોઈ પોતાને ઘરે ચાલ્યા ગયા.

જતાં પહેલા સૌના મોઢા પર એક ગંભીર ચિંતા દેખાતી હતી.

બીજે દિવસે સૌ કોઈ પોતાની અનુકૂળતા મુજબ કબૂતરની તપાસ કરવા આવતા હતાં. કોઈએ પણ કબૂતર ન જોયો એટલે ધરપત થઈ કે રાત દરમ્યાન તે સારો થતા પોતાને રસ્તે ચડી ગયો હશે. તેમની મહેનત રંગ લાવી કોઈની જિંદગી બચાવવાંની મહેનત સફળ થઈ.

બાળકો સ્ટાન્ડર્ડ 1 કે 2ના હિસાબે જેટલું વિજ્ઞાન જાણતા હતાં તે ઉપયોગમાં લાવી તેનો એક નાનકડો પ્રયોગ કર્યો. ખાસ કરી ઓક્સિજનનો પુરવઠો દેવાનો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational