Mulraj Kapoor

Fantasy

4  

Mulraj Kapoor

Fantasy

પરી

પરી

2 mins
339


અંજુ એના પાપાની લાડલી પરી હતી. દેવેન સયુંકત કુટુંબમાં રહેતો હોવાથી અંજુ તેની મમી વિના સુખ પૂર્વક મોટી થઇ રહી હતી. સુષ્મા અંજુના જન્મ પછી લગભગબે વર્ષમાં ભગવાનને ઘરે ચાલી ગઈ હતી. હર્યો ભર્યો કુટુંબ, સૌ કોઈ અંજુની કાળજી લેતા હતાં સમય ક્યાં ચાલ્યો જતો હતો એ ખબર પડતી ન હતી.

સમાય જ્તા કુટુંબ ધીરે ધીરે વિખૂટું પડતું ગયું અને ઘરમાં દેવેન, એના ઘરડી માતા શોભાબેન અને અંજુ જ રહી ગયા હતાં.

શોભાબેને દેવેન ને બીજા લગ્ન કરવા ઘણું સમજાવ્યું પણ તે રાજી ન થયો.ત્યારે શોભાબેને સ્પષ્ટતા કરી. અંજુ હજી ત્રણ વરસની હતી તેની સંભાળ કોણ રાખશે એની ચિંતા હતી. તેમની ઉંમર થઈ હોવાની વાત સમજાવ્યું તો દેવેનને વાત સમજ આવી અને લગ્ન માટે તૈયાર થયો.

આવી રીતે દેવેનના લગ્ન બિંદુ સાથે થયા. હવે દેવેન અંજુ માટે ખાસ સમય આપતો ન હતો, બિંદુનું વર્તન પણ ખાસ સારું જણાતું ન હતું. શોભાબેનની નજર આ પરિવર્તન પર હતી. શોભાબેન અંજુને પોતાના ખોળામાં સુવાડી વહાલ કરતાં. તે તેની મમ્મીનું પૂછતી તો શોભાબેન સરખી રીતે સમજાવતા "તારી મમ્મી તો પરી બની ગઈ છે, હવે તે આકાશમાં રહે છે ". અંજુ આ વાતો સાંભળી ખોળામાં સુઈ જતી.

અંજુ જયારે ઉદાસ થતી ત્યારે આકાશ તરફ જોતી રહેતી કે ક્યાં એની મમ્મી દેખાઈ આવે. સમય જતાં બિંદુને પુત્ર જન્મ થાય છે, અંજુ પણ બહુ ખુશ થતી તેને ભાઈને રમાડવાની ઈચ્છા થતી પણ બિંદુ તેને ભાઈ પાસે જવાં દેતી નહીં. અંજુને ખુબ ખરાબ લાગતું, તે સુનમૂન બની જતી અને પરી મમ્મી ને યાદ કરતી.

રાતે તે દાદી પાસે સૂતી અને પરીની વાતો સાંભળતા સુઈ જતી. તેને રાતના પરીના સપનાં આવતા. સપનાં મા પરી આવીને અંજુને ખુબ વહાલ કરતી. આવા સપનાં તેને વારંવાર આવતા હતાં. અંજુ બગીચામાંથી ફૂલ લાવી મંદિરે ભગવાનને ચડાવતી અને કહેતી "મારી પરી મમ્મીને મારી પાસે મોકલી આપો ".

થોડા સમયથી બિંદુના સ્વભાવમાં ઘણો ફરક આવવા લાગ્યો હતો તે અંજુ ને હવે વહાલ કરવા લાગી હતી, ભાઈ બહેનની જોડી કેવી સરસ લાગતી હતી, શોભા બેન મનોમન ભગવાનનો પાડ માનતા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy