Mulraj Kapoor

Tragedy

3.8  

Mulraj Kapoor

Tragedy

શ્રવણ કુમાર

શ્રવણ કુમાર

3 mins
87


બહુ પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં શાંતનું અને જ્ઞાનવંતી નામનું યુગલ ખુબ કર્મઠ જીવન ગુજારી પોતાનું ગુજરાન સંતોષપૂર્વક ચલાવી ને સન્યાસી જેવું જીવન વ્યતીત કરી રહ્યાં હતાં.

તેમને કોઈ સંતાન ન હોવાથી મનમાં થોડો અસંતોષ રહેતો હતો. સંતાન પ્રાપ્તિ માટે તેમણે બ્રહ્માજીની આરાધના કરી.

બ્રહ્માજી એ તેમને ગુણસંપન્ન પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે તમે પુત્રને ક્યારેય નજરે જોઈ શકશો નહીં અને જો જોઈ લેશો તો તમે બંને જીવનભર અંધ બની જશો.  શાંતનું અને જ્ઞાનવંતી ખુબ રાજી થયા અને બ્રહ્માજીની વાત માની લીધી.

સમય જતાં તેમને સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. ખુશીનો પાર રહ્યો. તેઓ પુત્રને જોવાની ખુબ ઈચ્છા હોવા છતાં જોવાનું ટાળતા હતાં. પુત્રનું નામ રાખ્યું હતું શ્રવણકુમાર. જેવું નામ એવા જ ગુણનો ભંડાર.

એકવાર તેઓ શ્રવણકુમારને જોવાની ઈચ્છા રોકી શક્યા નહીં અને જોઈ લીધો, હૈયે હરખ સમાતો ન હતો પણ તરત જ તેમની દૃષ્ટિ ચાલી ગઈ અને જીવનભરના અંધ બની ગયા.

શ્રવણ માબાપની ખુબ સેવા ચાકરી કરતો તેમનું પૂરેપૂરું ધ્યાન રાખતો હતો.

સમય આમ ચાલતો રહ્યો શ્રવણના માબાપ ઘરડા થઈ ગયા હતાં તેમણે ચારધામ યાત્રાની ઈચ્છા શ્રવણ પાસે જાહેર કરી, તો તે તરત તૈયાર થઈ ગયો.  

તે સમયે એટલા સાધન હતાં નહીં અને શ્રવણ પાસે પૈસા પણ ન હતાં એટલે તેણે એક કાવડ તૈયાર કરી બંને બાજુ વાંસની ટોકરીમાં સુખદાયક બેસવાનું આસન બનાવ્યું અને માબાપને જાત્રા કરાવવા નીકળી ગયો.

ચાલતાં ચાલતાં અયોધ્યાના જંગલમાં આવી ગયા હતાં. સાંજ પડી હતી ત્યારે શાંતનુને પાણીની તરસ લાગી. શ્રવણે જોયું ઘડામાં પાણી ખતમ થઈ ગયું હતું, એટલે તેણે માબાપ ને બેસાડી પાણીની તપાસમાં જંગલમાં ગયો.

થોડે દૂર જ સરયુ નદી વહેતી હતી. શ્રવણે જઈ નદીમાં ઘડો પાણી ભરવા મૂક્યો તો પાણી ભરવાથી 'બુડ બુડ ' એવો અવાજ થયો.  

તે સમયે કુંવર દશરથ શિકાર કરવા ત્યાંજ આવેલા હતાં અને તેમને શબ્દવેધી બાણ ચલાવવાની કળા આવતી હતી. અવાજ સાંભળીને નદી બાજુ તીર ચલાવ્યું. તરત જ અવાજ આવ્યો "હે પ્રભુ "

દશરથ તરત ત્યાં જઈ ને જોયું એક નવયુવાન દર્દ થી તરફડતો દેખાયો તેની છાતીમાં તીર લાગેલું હતું. દશરથે માફી માંગી,"મને માફ કર યુવાન મે શિકાર જાણી બાણ ચલાવ્યું હતું, મારાં થી મોટી ભૂલ થઈ ગઈ છે, તું કોણ છે ભાઈ ? "

શ્રવણ પીડાતો પોતાનો પરિચય આપ્યો અને કહ્યું" મારાં માબાપ જંગલ તરસ્યા બેઠા છે".

દશરથ દુઃખી મનથી જંગલમાં શ્રવણના માબાપ પાસે જઈ પાણી પાવા જાય છે.

બહુ વાર લાગી હોવાથી માબાપને કાંઈ અજુગતું લાગે છે "બેટા, આટલી વાર કેમ લાગી ? કેમ તું કાંઈ બોલતો નથી તું બોલીશ નહીં ત્યારે સુધી અમે પાણી નહીં પિયે "

ત્યારે દશરથે બધી હકીકત જણાવી. માબાપ ખુબ આક્રાંત કરવા લાગ્યા, છટપટવા લાગ્યા. દશરથને કહ્યું "અમને અમારા પુત્ર પાસે લઈ જા, અમે એના વિના જીવી નહીં શકીએ. " 

દશરથ તેમને શ્રવણ જ્યાં પડ્યો હતો ત્યાં લઈ ગયા.

શ્રવણ માબાપ ને જોઈ બોલ્યો 

"મા બાપુ,હું સ્વર્ગ માં જઈને તમારી રાહ જોતો રહીશ તમે આવશો ત્યારે બાકીની યાત્રા પુરી કરાવીશ "આટલું બોલતા બોલતા શ્રવણનો જીવ ચાલ્યો ગયો.  

માબાપ તેના અચેતન શરીર પર માથું ઢાળી કલ્પાંત કરવા લાગ્યા. "હવે અમારે જીવી ને શું કરવું છે, બધું જ સર્વસ્વ અમારો પુત્ર જ હતો તે હવે નથી રહ્યો,અમારું જીવવું હવે વ્યર્થ છે, પણ રાજન, જેવી રીતે અમે પુત્ર વિયોગમાં પ્રાણ ત્યજીએ છીએ તારું પણ આવી જ રીતે મૃત્યુ થશે " આટલું બોલતા શાંતનુ અને જ્ઞાનવતી બને શરીર છોડી મોટી યાત્રાએ ચાલી નીકળયા હતાં.  

સામે માથું ઝૂકાવી દશરથ ઊભા હતાં પોતાની થયેલી ભયંકર ભૂલ માટે ખિન્ન થઈ ગયા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy