Mulraj Kapoor

Fantasy

4  

Mulraj Kapoor

Fantasy

આવું પણ બને ?

આવું પણ બને ?

3 mins
381


તે દિવસે હું ખુબ ખુશ હતો, મારા ખાસ મિત્રને સાત આઠ મહિના પહેલા પૈસાની બહુ જરૂરત હતી, તે ધંધામાં ક્યાં ફસાઈ ગયો હતો. તેણે પોતાની કથની આંસુ ભરી આંખે મારી પાસે કરી. જો તેને મદદ નહીં મળે તો કદાચ ભયાનક પગલું ભરી લે એવી હાલત હતી. મારો એ ખાસ મિત્ર હતો એટલે મારી પાસેથી બનતી બધી મદદ કરી અને નસીબ જોગે તેનો ખરાબ સમય નીકળી ગયો.

ત્યાર બાદ મને એમકે તે જલ્દી પૈસા પાછા આપી દેશે પણ એવુ બન્યું નહીં. મારે એની પાસે પૈસાની માંગણી કરી ત્યારે તેણે મને અમારી ખાસ જગ્યાએ બોલાવ્યો. ત્યાં અમે ઘણી વાર બેસીને વાતો કરતાં એ જગ્યા અમારા માટે ખુબ શકુનવાળી લાગતી હતી. હું જલ્દી ત્યાં પહોચી ગયો, મારો મિત્ર હજી આવ્યો ન હતો. જગ્યા એક નાના એવું બગીચો હતો તેમાં બેંચ પર બેસી મિત્રની રાહ જોતો હતો.

ત્યાં મારા માથા પર પાછળ થી ફટકો પડ્યો, મારી જાતને સાંભળી શકું ત્યાં બીજો જોરથી ફટકો લાગ્યો, એટલું જોઈ શક્યો કે મારો મિત્ર હાથમા ડંડો લઇ મારા પર ઘા કરવા જઈ રહ્યો હતો. હું પીડાથી કણસતો નીચે પડી ગયો. જેમ સોડાબાટલીમાં લાગેલી લખોટી હટી જાય અને સોડા ઉભરી બહાર નીકળી જાય તેમ શરીરમાંથી જીવ નીકળી ગયો. શરીર નિશ્ચલ શરીર પડ્યું હતું, હું થોડી ઊંચાઈ પર જઈ બધો મામલો જોઈ રહ્યો હતો.

મારો મિત્ર લાકડીના ડંડાને પાસે આવેલા તળાવમાં ફેંકી ભાગી ગયો. મારી પાસે કોઈ લાગણીઓ રહી ન હતી. મિત્રે મારી સાથે દગો કર્યો પણ મને તેના પ્રત્યે કોઈ બદલાની ભાવના ન હતી. પછી જોયું બધું જેમ ખૂનના કેસમાં થાય તેમ થઇ રહ્યું હતું, મારે કોઈને કાંઈ પણ કહેવું ન હતું ફક્ત શું થાય છે તે જોવું હતું.મારા બાબત સૌ સારું બોલી રહ્યા હતાં, પછી ભલે જીવતા મારી સાથે નફરત કરતાં હતાં.

મારી બધી ક્રિયા પુરી થઇ, મારો મિત્ર ખુબ સંતાપ કરતો દેખાયો, "એ મારો મિત્ર જ નહીં મારી જાન હતો, એની કોની સાથે દુશમની થઇ એની જાણ પણ કરી નહીં " એ રોતો રહ્યો. ત્યાં તો જોરથી એક ઝટકો લાગ્યો અને રોકેટની ગતી થી ઉડવા લાગ્યો. એક રેતીવાળું ખુબ મોટુ મેદાન હતું ત્યાં જઈ ને પડ્યો, મારા જેવા ઘણા જીવો ટપોટપ પડતા હતાં. પડતાની સાથે એક રિપોર્ટ કાર્ડ જેવું હાથમાં આવી જતું હતું. એમાંનું લખાણ કોડ ભાષામાં હતું, શું લખેલ હતું એ ખબર પડતી ન હતી.

ઓફિસર જેવા લગતા જીવો ત્યાં ફરતા હતાં અને કાર્ડ જોઈ બધાને અલગ અલગ લાઈનમાં ઉભા રાખી દેતા હતાં. ભીડ ખુબ હતી પણ શોર ગુલ થતો ન હતો. શિસ્તથી સૌ પોતાના વારાની પ્રતીક્ષા કરી રહ્યા હતાં. ખબર પડી કે ત્યાં ઘણા બધા રોપવે હતાં અને બધા માટે અલગ લાઈનો લાગેલી હતી. કોઈને એક કારમાં એક જણ, કોઈને બે તો કોઈને સાત આઠ જણાને બેસાડી રવાના કરી દેતા હતાં. મારો પણ નંબર આવતા કારમાં બેસાડી ગેટ બંધ કરી દીધું.

મારું રોપ વે ચાલી રહ્યું છે ખબર નહીં મને ક્યાં જઈ ને ઉતારશે !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy