રખડુ રક્ષક
રખડુ રક્ષક
વાર્તા શીર્ષક: " રખડુ રક્ષક "
સ્થળ: પર્વતના નીચે વસેલું એક નાનું ગામ – વીરાવટી.
પાત્રો:
રહીમ: 14 વર્ષનો કુતુહલપ્રેમી અને ફરવાનો શોખીન છોકરો, ગામ આખુ તેણે રખડુ થી ઓળખે.
બાવાજી: એક પ્રાચીન સાધુ જેમના હાથ વર્ષો થી સમયની રક્ષા કરે છે
આકાશી અવાજ: દૂર ના ગ્રહ ઉપરથી ભવિષ્ય માટે આવતો સંદેશ
---
ભાગ 1: ગુફાનો દરવાજો
વીરાવટી ગામની પીઠ પર ઉગતી કાંકરા પર્વતશ્રેણીઓની વચ્ચે,રખડુ રહીમને એક જૂની ખંડેર જેવી ગુફા મળી. ગામના વડીલ કહેતા કે એ ગુફા એનું નસીબ બદલી શકે છે... પણ મોટાભાગે ગુફામા સમય બગાડવો એ પાગલપણું ગણાતું.
એક દિવસ રખડુ રહીમ પોતાની કટાઈ પડેલી સાઇકલ લઇને ગુફા સુધી પહોંચ્યો. અંદર અંધારું, તદ્દન શાંત. ત્યાં એને ઝાંખી લાઈટ દેખાઈ – અને એ લાઈટની વચ્ચે એક ચમકતું તાંબા નું ગોળ ડબલું હતું. ઉપર કોતરેલું હતું:
"સમય કેપ્સ્યુલ – ફક્ત યોગ્ય મન માટે."
તેણે જ્યારે તેને ત ડાબલાને હાથમાં લઇ સ્પર્શ કર્યો, ત્યારે આસપાસનું બધું જ હલવા લાગ્યું. અચાનક એક અવાજ તેના મગજમાં ઘુમ્યો:
રહીમે જોયું તો એ આકાશી અવાજ હતો.
"રહીમ, શાબાસ તું પસંદ થયો છે. સમયનું બીજ હવે તારા હાથમાં છે."
---
ભાગ 2: બાવાજી અને ભવિષ્ય
જ્યારે એ ડબલું ખોલ્યું, ત્યારે અંદર એક નાનું બીજ હતું – ધ્રુવના તારા જેવું દિવસે પણ ચમકતું.
એ જ સમયે વારસો થી ત્યાંના શિખર પર બેસેલા સાધુ – બાવાજી – એક પગે ઉભા રહી આંખ મીંચી ધ્યાન મા બેઠા.
તેમણે આંખ ખોલી અને કહ્યું:
"સમયનું બીજ માત્ર એકસો હજાર અને સાંઠ વર્ષમાં એક જ બાળક શોધી શકે છે. રહીમ, તું વિચારે છે કે હવે, તારે તેને વાવવું છે. આ શ્રુષ્ટિ સર્જક ના આદેશ અનુસાર ભૂત, વર્તમાન અને ભવિષ્ય – ત્રણ કાળનાં તોફાન તને તેમ કરતા અટકાવશે."
---
ભાગ 3: સમયની યાત્રા
રહીમે બાવાની તો એસી તેસી, કહી તે બીજ વાવતાં જ ગુફા ભડભડવા માંડી અને રહીમ ત્રણ અલગ સમયકાળમાં ચક્કરે ફરવા લાગ્યો:
1. ભૂતકાળ: જ્યાં એની પાસે રાજાઓ અને ભટાકતાં યક્ષોની દુનિયા આવી.
2. વર્તમાન: જ્યાં માણસો પોતાની યાદશક્તિ ગુમાવતી કૃત્રિમ મગજ ના સહારે ટેક્નોલોજી સાથે જીવતા હતા.
3. ભવિષ્ય: જ્યાં સૌરમંડળના અંતે એક રોબોટ વંશ પોતે હવે સૌના ભગવાન માને છે.
ત્રણેય કાળમાં રખડુ રહીમને દરેક જગ્યા પર બીજ નાશ કરવા પહેલી દ્રષ્ટિએ અવનવા પણ હકીકતમાં ભયાનક અવતાર મળ્યા. પણ રહીમેં રખાડીને ખુબ દુનિયા જોઈ હતી, તેથી તે પોતાની બુદ્ધિ, કુનેહ અને હિંમતથી બચતો ગયો.
---
ભાગ 4: બીજ મા અંકુર ફૂટે છે
ત્રણેય કાલના લાખ ચોર્યાશી અવતારનું તેનું ચક્કર પૂરું કરી તેણે છેલ્લે ફરી ગુફામાં પાછો આવીને પાટકયો. તેણે થાક ને અવગણી તે બીજ વાવ્યું. તરત જમીન ફાટવા લાગી, અને એમાંથી એક "વૃક્ષ" નીકળ્યું – જેની ડાળીઓ સમયની નદીઓ જેવી વહેતી. દરેક પાંદડું એક જીવનકથા હતું.
અને મધ્યમાં હતી એક ઘડિયાળ – જેણે એ સમયને પકડી ને સ્થિર રાખ્યો હતો.
બાવાજી શિખરેથી નીચે ગુફામાં આવ્યા, હસ્યા અને કહ્યું:
"રહીમ કેટલાય વર્ષોથી તારી રાહ જોતો હતો, તે માત્ર સમય બચાવ્યો નથી, પણ ત્રણેય કાળની તારી ત્રિકાળસફરે,હવે તને સમયનો રક્ષક બનવા માટે શક્ષમ બનવી દીધો છે." હું હવે સમય ની અનંત યાત્રા ના અંતિમ પડાવે છું. હવે સમયની બાજી તું જીત્યો છે, તો તું સંભાળ.
---
નવીન શરૂઆત :
રખડુ રહીમ હવે વીરાવટીનો એક સામાન્ય બાળક નથી રહ્યો. દરે વખત જ્યારે દુનિયા કોઈ ખોટા વળાંકે જાય, તો ત્યાં ધ્રુવ ના તારા ની જેમ સ્થિર એક "સમયરક્ષક" હાજર હોય છે... અને એનું નામ છે – રહીમ.
....જયારે જયારે શ્રુષ્ટિ ખતરો અનુભવે ત્યારે કોઈ રક્ષક હાજર થતો હોય છે...
~~~~~~
How is it, પ્લીઝ ઓફર યોર કોમેન્ટ 🙏🏻
