Tirth Shah

Drama Romance

4.0  

Tirth Shah

Drama Romance

રિયુનિયન

રિયુનિયન

11 mins
382


શહેરની મધ્યમાં આવેલી ફોરસ્ટાર હોટેલના પાર્કિંગમાં અઢળક ગાડીઓ ઊભી છે. હોટેલના બેન્કવેટમાં કોઈની બર્થડે પાર્ટી ચાલી રહી છે. પાંચ માળની હોટેલ આખીય શણગારેલી છે અને જાણીતા ઉદ્યોગપતિ ' વિક્રમ મહેતા ' અને તેમનો પરિવાર ત્યાં રોકાયેલો છે. આજે પુરા શહેરમાં વિક્રમ મહેતાનું કાપડ ઉદ્યોગમાં નામ છે તેમજ તેમની જીવનશૈલી પણ અદભૂત છે. ભલે, પચાસના થયા હોય પણ દેખાવે માંડ ત્રીસેકના લાગે. તેમની પત્ની અંબિકા વીતેલા જમાનાની ટેલિવિઝન અભિનેત્રી હતી અને આજે માત્ર હાઉસવાઈફ. વિક્રમને એક દીકરી છે જે કેનેડામાં અભ્યાસ કરે છે અને ત્યાંજ સેટલ થવાની તૈયારીમાં છે. આમ જોવા જાઓ બધી રીતે સંપન્ન અને ધનાઢ્ય પરિવાર છે.

વિક્રમ અને અંબિકા ત્રીજા માળે રોકાયા હતા. નીચે કોઈની બર્થડે પાર્ટી ચાલતી હતી જેનો અવાજ છેક ઉપર સુધી આવતો હતો. જેના કારણે પરેશાન થઈ વિક્રમ હોટેલની મેનેજરને ફીડબેક આપવા જાય છે. તેને ખબર નથી મેનેજર કોણ છે ?

બેન્કવેટમાં ધમાલ ચાલી રહી છે. ચારેયબાજુ યંગસ્ટર્સ નાચી રહ્યા છે. ડી.જે. ના તાલે બધા ઝૂમી રહ્યા છે અને ડ્રિન્કસનું સેવન થઈ રહ્યું છે. જાણે બેફિકર બની બસ આનંદ માણી રહ્યા છે કોઈ વાતે ચિંતા નથી અને જશ્ન મનાવી રહ્યા છે. બેન્કવેટમાં સોએક જેટલા યંગસ્ટર્સ છે અને તેમની મસ્તીમાં છે. વિક્રમ બેન્કવેટ આગળથી પસાર થઈ મેનેજરની કેબિનમાં જાય છે.

મેનેજરની કેબિનનો ડોર ખુલ્લો છે. મેનેજર કેબિનમાં નથી પણ અંદર એક વ્યક્તિ બેઠી છે. વિક્રમ તે વ્યક્તિને મેનેજર માનીને પોતાનો ગુસ્સો ઠાલવે છે. હોટેલ વિશે ખરાબ ફીડબેક આપે છે અને મેનેજરને મળવા માટે બોલાવે છે. એ બેઠેલી વ્યક્તિ મેનેજરને બીજા માળે બોલાવે છે અને મેનેજર પાંચેક મિનિટમાં આવે છે. વિક્રમ મેનેજરની રાહ જોઈ કેબિનમાં બેસી રહે છે. દસેક મિનિટ રાહ જોયા બાદ વિક્રમ ગુસ્સે થઈ ઊભો થવા જાય છે ને ત્યાંજ મેનેજર આવે છે.

કોઈ અભિનેત્રીને શરમાવે તેવી હાઈટ, સુંદર લાંબા વાળ અને પાણીદાર આંખો. સરખો પાતળો બાંધો અને જાણે અપ્સરા હોય તેવી ચાલ. એક હાથમાં પોર્ટફોલિયો હતો અને બીજા હાથે એપલનો ફોન હતો. તેની પાછળ પેલો વ્યક્તિ હતો અને દૂરથી બધું સમજાવી રહ્યો હતો. આ બાજુ, વિક્રમ તેને જોયા કરતો હતો અને બે સેકેન્ડમાં મેનેજર તેની સામે આવી ગઈ.

મેનેજરે વાળની લટ સરખી કરતા કહ્યું " વેરી સોરી સર ! આ પ્રોગ્રામ હવે પતી જશે. હાફ એન અવર જ બાકી છે, પછી તમે શાંતિથી હોટેલને એન્જોય કરજો. તમને હું સોફ્ટડ્રિન્ક મોકલાવી આપું છું અને તમે પૂલમાં જઈ શકો છો! એન્ડ વન્સ અગેઈન સોરી સર..."

  વિક્રમ તેને જોઈ રહ્યો અને થેંક્યું કહી નીકળી ગયો. સામે મેનેજર પણ વિક્રમની સામે જોઈ રહી અને તેના કામમાં વળગી ગઈ. મેનેજરના કહ્યા મુજબ અડધો કલાકમાં એ પ્રોગ્રામ પતી ગયો અને સોફ્ટડ્રિન્ક પણ આવી ગયું હતું. અંબિકાને સારું હતું નહીં માટે વિક્રમ એકલો પૂલમાં નાહવા ગયો.

 રાતના અગિયાર વાગ્યા હશે અને વિક્રમ પૂલમાં એન્જોય કરતો હતો. મેનેજર તેની સામે ત્રણ-ચાર વાર પસાર થઈ હશે અને કોઈ કામે વિક્રમની નજીક જવાનો પ્રયત્ન કરતી હતી. વિક્રમ પણ સમજી ગયો તેણે મેનેજરને મળવા માટે એક ડ્રિન્ક માંગ્યું. દસ મિનિટની અંદર વેઈટર ડ્રિન્ક લઈને આવ્યો અને જોડે એક કાગળ હતો. કાગળ ખોલી એમાં એક નંબર હતો અને વિક્રમ સમજી ગયો, તેણે બહાર આવી નીચે ગાર્ડનમાં જઈ એ નંબર પર કોલ કર્યો.

વિક્રમ હોંશભેર અવાજે બોલ્યો " હેય, યુ આર......સોનિયા બજાજ. તમે મારા જુના મિત્ર સોનિયા જેવા લાગો છો. સોરી, મને તમારું સાચું નામ ખબર નથી, બાય ધ વે.. તમે સેમ મારા મિત્ર સોનિયા બજાજ જેવા લાગો છો.

 સામે મેનેજર હસી પડે છે અને એક મિનિટ માટે મૌન થઈ જાય છે. મેનેજર ફરી હસે છે અને કહે છે " યસ, વિક્રમ... તમને પહેલી વાર જોયા ત્યારે દૂરથી લાગ્યું આ તો.......મારો મિત્ર વિક્રમ જ છે. હું તમારી રાહ જોતી હતી કે તમને યાદ છે કે નહીં ? યસ વિક્રમ હું સોનિયા બજાજ છું.

વિક્રમ અને સોનિયા જોરથી સાથે હસી પડે છે. એકીસાથે બેય બોલે છે " સો લોન્ગ ટાઈમ " સોનિયાને કામ હોવાના કારણે ફોન કટ કરી નાખે છે. આ બાજુ વિક્રમના મગજમાં એક પ્લાન દોડી જાય છે. બીજા દિવસે વિક્રમ તેનો પાકો મિત્ર ' વીર રોય ' ને કોલ કરી હોટેલમાં બોલાવે છે. વીર રોય એકરીતે વિક્રમનો બિઝનેસ પાર્ટનર અને બીજી રીતે તેનો ચાઈલ્ડહૂડ ફ્રેન્ડ. વિક્રમના કહેવાથી વીર બીજા દિવસે તેની વાઈફ ' યોગી રાવલ ' ને લઈ આવી જાય છે.

 અંબિકા અને યોગી એકસાથે ભણેલા હોય છે. આ બાજુ વિક્રમ અને રોય પૂલની પાસે આવેલા ગાર્ડનમાં બેસે છે. વિક્રમ ગાર્ડનમાં બેસી રાહ જોતો હોય છે અને રોયને આંગળી ચીંધી એક વ્યક્તિ તરફ ઈશારો કરે છે. રોય તેને દેખે છે અને દેખતો રહી જાય છે, એટલું બોલે છે." સો બ્યુટીફૂલ "

 રોયના હસતા મોઢે વિક્રમ એટલું બોલે છે " આ તારી પૂર્વ પ્રેમિકા એટલેકે સોનિયા એટલેકે તારી સોનુ છે. આ હોટેલની મેનેજર છે એન્ડ અનમેરીડ છે. સોનિયા તારો ભૂતકાળ યાદ આવ્યું રોય ! "

 રોયની સામે તેની સ્કૂલ " જે.દારૂવાલા " આવી જાય છે. દસમા ધોરણનો કલાસ છે અને સોનિયા, વીર રોયની સામે બેઠી છે. જોડે વિક્રમ અને તેમનો બીજો મિત્ર ' દેવ નગરકર ' બેઠો છે. રોય ક્લાસમાં સોનિયાની સામે જોયા કરે છે અને ક્લાસમાં બધાને ખબર છે કે " રોય અને સોનિયાનું..."

આ બાજુ વિક્રમ બાજુમાં બેઠેલા રોયને વર્તમાનમાં લાવે છે. વિક્રમ બપોરે એક વાગ્યે સોનિયાને કોલ કરે છે અને નીચે બોલાવે છે. આ બાજુ સોનિયાને ખબર નથી કે શું કામ બોલાવે છે ! સોનિયા નિયત સમયે આવી જાય છે, વિક્રમ પહેલા સોનિયા સાથે બીજી વાતો કરે છે. સોનિયા સાથે બીજી વાતોમાં જાણવા મળે છે " સોનિયા પરણેલી છે અને તે પણ....વિક્રમના ક્લાસના મોનીટર એવા ' રાજ પટેલ ' સાથે. સોનિયા વાતો કરતી હોય છે ત્યાંજ રોય ઝાડ પાછળથી બહાર આવે છે. વિક્રમની બાજુમાં જઈ ઊભો રહી જાય છે.

 સોનિયા તેને જોઈ એકવાર આંખો બંધ કરી દે છે, પછી તેની સામે નજર કરી અને કહે છે " હેય રોય! યુ આર લૂકિંગ ગુડ..યુ એન્ડ યોર વાઈફ યોગી રાઈટ...."

સામે રોય હા માં માથું ધુણાવી જતો રહે છે. વિક્રમ પણ બાય કહી જતો રહે છે અને સોનિયા તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે.

રોય ગુસ્સામાં વિક્રમને કહે છે " તે મને શું કીધું એ અનમેરીડ છે. આ તો પેલા ભણેશ્રી, પહેલી બેન્ચમાં બેસતો એવો, જાડા ચશ્માં ચડાવતો અને માથે નર્યું તેલ નાખતો એવો રાજ સાથે પરણી ગઈ. મને તે ખોટું કેમ કીધું ? "

    સામે વિક્રમ ડબલ ગુસ્સામાં કહે છે " આઈ ડોન્ટ નો ! મને આજે અને હમણાં ખબર પડી એ પેલા કાળિયા, દોઢડાહ્યા, ચાંપલા વેળા કરતા રાજ સાથે પરણી ગઈ. આ ક્યાં અને પેલો ક્યાં ? આ ગાંડી કહેવાય કે પેલો નસીબદાર કહેવાય ? "

અંબિકા અને યોગી ગાર્ડનમાં બેઠાબેઠા બધું જોતા હોય છે. તરતજ સોશિયલ મીડિયાના માધ્યમ હેઠળ રાજનો કોન્ટેકટ કરે છે અને બોલાવે છે. યોગી બીજી રીતે રાજને જાણતી હોય છે તેનું કારણ એ છે " યોગી અને રાજ એકજ સોસાયટીમાં વર્ષો પહેલા રહેતા હોય છે "

બીજી સાંજે રાજ મારતી ગાડીએ આવી જાય છે. રાજના આવતા બધા વર્કરો કામે વળગી જાય છે, એકદમ ડીસીપ્લીનમાં આવી જાય છે. સોનિયા એ દિવસે વિક્રમ અને રોયને મળતી નથી.

આ બાજુ રોય અને વિક્રમ વિચારે છે " રાજ એવો જ હશે!, નીરસ, કાળો, જાડો, ચશ્માંવાળો, ભણેશ્રી ટાઈપ અને જવા દે! એમ વિચારી બેય મશ્કરી કરતા હસતા હોય છે. "

રાજ તેની મોંઘી કાર લઈને અંદર આવી જાય છે. એકદમ ગાડી ગાર્ડન આગળ ઉભી રહે છે ને અંદરથી,

   બ્લેક શૂઝ, મોંઘા કપડાં જોડે હાથમાં એપલનો ફોન અને બીજા હાથમાં લેપટોપ. મોઢામાં ક્લાસિક સિગરેટ અને આંખો પર હીરો ટાઈપ ગોગલ્સ! શરીર કસાયેલું અને ફ્રેન્ચકટ દાઢી અને ચાલે એટલે લાગે જાણે હીરો હોય. આ બાજુ રોય અને વિક્રમ ઊભાઊભા જોતા હતા અને આંખો પહોળી થઈ ગઈ.

રાજ એકદમ ફિટ અને ડેશીંગ લાગતો હતો, તેની જોડે સોનિયા શોભતી હતી. સોનિયા લાલ કલરના ફ્રોકમાં તેની જોડે આવીને ઊભી રહી ગઈ. રાજ સોનિયાનો હાથ ઝાલી અંદર લઈ ગયો.

પાછળ યોગી અને અંબિકા પણ જોતા હતા. આ બાજુ રોય અને વિક્રમ જોતા રહી ગયા નજર સામે સોનિયા રાજ સાથે જતી રહી. 

 આ બાજુ ગાર્ડનમાં બેઠાબેઠા રોય અને વિક્રમ વિચારે ચડી ગયા. તેમને થયું " આ જાડો અને કાળિયો ક્યાંથી આગળ આવી ગયો અને એકદમ ફાઈન કઈ રીતે થઈ ગયો ? યોગી અને અંબિકા તેમની જોડે ગયા ત્યાં એમની બાજુમાં બેઠા.

એટલામાં રાજ અને સોનિયા ત્યાં આવી ગયા. સોનિયાએ વિક્રમની સામે જોઈ કહ્યું " આજે રાત્રે એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરેલ છે. એન્જોયમેન્ટ કરીશું, ગેમ્સ, સોંગ્સ, ડાન્સ, મ્યુઝિક એન્ડ નાઈટ પાર્ટી. સો બધા રેડી થઈને કેબિનની બાજુ વાળા રૂમમાં આવી જજો ! અમુક ગેસ્ટ પણ આવવના છે અને ફૂલ એન્જોયમેન્ટ....યેહ ! "

  રોય સોનિયાની સામે જોઈ હસતા બોલ્યો " આ એજમાં ડાન્સ નહીં થાય પણ એન્જોયમેન્ટ જરૂર થશે! કેમ રાજ ? "

પાર્ટી રાત્રે અગિયાર વાગ્યે ચાલુ થવાની છે. કેબિનની બાજુ વાળો રૂમ શણગારેલો છે, અંદર નાની લાઈટો લગાડેલી છે જોડે સ્લો મ્યુઝિક વાગે છે. ટેબલ પર બધાજ ડ્રિન્ક મુકેલા છે, સ્ટેજ રેડી કર્યો છે અને ત્યાં એક બોર્ડ મૂક્યું છે.

બોર્ડમાં લખ્યું છે " વન્સ અગેઈન કનેક્ટ વિથ ફ્રેન્ડ્સ..ઈટ્સ રિયુનિયન, " જે.દારૂવાલા સ્કૂલ " બેચ-10/C (1990)...

 સહુથી પહેલા વિક્રમ અને અંબિકા રૂમમાં જાય છે તેમની જોડે જોડે રોય અને યોગી. દસેક મિનિટ બાદ દેવ અને તેની પત્ની અદિતિ વ્યાસ આવે છે. દેવ અને વિક્રમ એકજ બેન્ચના મિત્રો હતા. તેમની પાછળ પાછળ મોના સરદેસાઈ અને તેનો પતિ રુદ્ર સરદેસાઈ આવે છે. મોના એમના ક્લાસની ફર્સ્ટ રેન્કર હતી. એટલામાં વૃંદા દલાલ અને વૃંદ દલાલ આવે છે. બંને એકજ ક્લાસમાં હતા અને એકસાથે સી.એ. કરતા પરણી ગયા. તેના પછી રાઘવ આવે છે તેની પત્ની નથી કારણ પરણેલો નથી. તેની જોડે તેની બાજુમાં બેસતો કેશવ અને ધનવી આવે છે. કેશવ ઓછાબોલો અને શાંત માણસ.... એમ કરતાં બધા આવી ચડે છે.

 આ આખોય પ્લાન સોનિયાનો હોય છે. કારણ એનું માત્ર વિક્રમ અને રોય અહીં હોય છે અને તેમના ટચમાં આ બધા હોય છે. એમ કરીને ભેગા કરે છે અને ગેમ રમાડે છે. રોય અને વિક્રમ બધાંને મળે છે અને કલાક સુધી બધા વાતો કરે છે., એન્જોય કરે છે, જોડે ડ્રિન્ક લે છે, ડાન્સ કરે છે, ફોટા પાડે છે, જુના ટીચરોને યાદ કરે છે.

એટલામાં સોનિયા કહે છે " આ કોઈ સંજોગ નથી.. મને બે દિવસ પહેલા સુધી ખબર હતી નહીં કે આ હોટેલમાં વિક્રમ રોકાયો છે. એક અછડતી મુલાકાતે રોય અને વિક્રમ મળી ગયા. પછી મેં સોશિયલના માધ્યમથી બધાને મેસેજ કર્યા અને આજે આપણે અહીં......યેહ ! "

 આ ગેમમાં એવું છે જેને જે કહેવું હોય તે ખુલ્લેઆમ સ્ટેજ પર આવીને કહે. કોઈ ખોટું નહીં માને અને આ ગેમ ખાલી એન્જોયમેન્ટ માટે છે. આજે આપણે બધા મેરિડ છીએ અને આપણા બાળકો પણ મેરેજની ઉંમરના છે. સો, ઈટ્સ એન્જોયમેન્ટ એન્ડ ગેમ....કોઈએ મન પર લેવું નહીં. બહુ ટાઈમે મળ્યા તેનો આનંદ કરવાનો છે.

સ્ટેજ પર પહેલા વિક્રમ આવે છે અને એની સ્ટાઈલમાં એક આંખે બધાની સામે દેખે છે. જોરથી બૂમ પાડી કહે છે " મને એ સમયે સોનિયા ગમતી હતી પણ મારા મિત્ર રોયના કારણે હું ગમ ખાઈ ગયો. આજે હું મારી અંબિકા સાથે હેપી છું એન્ડ એન્જોય કરું છું મારુ જીવન "

 તાળીઓના ગડગડાટ સાથે વિક્રમ સ્ટેજથી નીચે આવે છે. એની તરતજ રાઘવ જાય છે અને દુઃખી મોઢે કહે છે " ઈટ્સ, ટ્રેજડી મારા લગ્ન થયા જ નથી....હું શોધું છું મને કોઈ મળી જાય. એ સમયે મને રાજની એક વાત જાણવા મળી હતી એ નહીં કહું "

  રાધવની વાત સાંભળી એકવાર બધા ચૂપ થઈ જાય છે. ચિયરાઉટ સાથે રોય જાય છે. રોય તેના સ્માર્ટ અવાજે એક ગીત ગાય છે અને કહે છે " આ ગીત મારી યોગી માટે...નોટ ફોર સોનિયા! "

 આ બાજુ બધા એકપછી એક બધા જાય છે. ત્યાં રાઘવ અને રાજ એક ખુણામાં બેઠા હોય છે અને ધીમા અવાજે વાત કરતા હોય છે. મોના રાઘવ પાસે જાય છે અને કહે છે " હવે મારુ સાંભળજે "

 મોના સ્ટેજ પર જાય છે અને એટલું કહે છે " જો રુદ્ધ મળ્યો ના હોતતો આજે રાઘવ મારો પતિ હોત...પણ આતો નસીબ છે. " મોનાનું આ વાક્ય સાંભળી રુદ્ર ચાલુ પાર્ટીએ જતો રહે છે.   રુદ્રની પાછળ મોના પણ જતી રહે છે.

વૃંદ અને વૃંદા સ્ટેજ પર આવે છે. કશું બોલતા નથી અને એટલું કહે છે " ફર્સ્ટ પ્રેમ હતો અને હજુ સુધી રહ્યો છે "

છેલ્લે સોનિયા અને રાજ આવે છે. સોનિયા કહે છે " મને ખરેખર કશું કહેવું નથી પણ આજે મોકો મળી ગયો એટલે કહી દઉં મને વિક્રમ ગમતો હતો. બટ! રાજ સાથે મારુ સારું છે અને મને કોઈ અફસોસ નથી "

ગેમ પતી ગઈ, પાર્ટી પતી ગઈ અને બધા છુટા પડી ગયા. અંબિકાના મનમાં એક વાત ડંખી ગઈ. તેને થયું " હું ખોટી વચમાં આવી ગઈ, મારા પતિને પણ સોનિયા ગમતી અને સોનિયાને પણ વિક્રમ.....એટલે હું વચમ આવી ગઈ. મારે સમય જોતા નીકળી જાઉં જોઈએ.

   વિક્રમ અને અંબિકા ગાડીમાં ઘરે જતા હતા. રસ્તામાં બધી હોટેલની વાતો કરતા હતા અને વિક્રમ એટલું બોલ્યો " સોનિયા માટે હું બન્યો હતો પણ હશે ! " અંબિકા એટલું સાંભળી રહી અને તેને થયું મારે હવે રહેવું નથી. હું મારી દીકરી જોડે કેનેડા જઈશ અને વિક્રમ સાથે છૂટાછેડા..

 કોને ખબર હતી આ રિયુનિયન છૂટાછેડા સુધી જશે ! દસ દિવસમાં અંબિકા અને વિક્રમ છુટા પડી ગયા, વિક્રમ રડીરડીને અડધો થઈ ગયો. આ બાજુ સોનિયા સાથે પણ સેમ એવું થયું, રાજ સોનિયાને તલાક આપીને અંબિકા સાથે લગ્ન કરવા રેડી થયો. રાજ અંબિકાને ટેલિવિઝન શ્રેણીથી જાણતો હતો અને તે પોતે તેની સિરિયલનો પ્રોડયુસર હતો. માટે અંબિકા તેના માટે નવાઈની વાત હતી નહીં.

  રિયુનિયનના નામે જે કાંડ થયો તેમાં અનેક ઘર તૂટી ગયા. રોય અને વિક્રમ બિઝનેસ પાર્ટનરમાંથી છૂટા પડી ગયા. રોય અને સોનિયા બોલતા બંધ થઈ ગયા, યોગી અને અંબિકા ઝગડી પડ્યા. આ બધામાં માત્ર ભોગવવાનું આવ્યું વિક્રમને ! કારણ વગર હેરાન થઈ ગયો. એ હોટેલની પેલી બર્થડે ના હોત તો સોનિયાને મળ્યો ના હોત ! અને આ ગેમ રમાઈ ના હોત...અંતે, વર્ષો પછી તેનો પ્રેમ પાછો મળ્યો પણ તેની જીવનસાથી જતી રહી. એ રિયુનિયન તેના માટે વાવાઝોડા રૂપે આવ્યું, બધું લઈને જતું રહ્યું અને માત્ર છોડી ગયું વિનાશ !

 આજે સોનિયા અને વિક્રમ ભેગા રહે છે પણ મનભેદ અને મતભેદ વાતેવાતે જોવા મળે છે. શું આ રિયુનિયનનો પ્રેમ પૂર્વવત થશે ? શું આ પ્રેમીઓ પહેલાં જેવા યંગ બનશે કે પછી રહી જશે એક ભૂલ ? શું આવા રિયુનિયન કરવા જોઈએ ? શું આ ઉંમરે પ્રેમની અનુભૂતિ કરવી જોઈએ ?

અનેક સવાલો મનમાં રહી ગયા અને ઉદ્યોગપતિ વિક્રમ મહેતા એકલા રહી ગયા. તેમના મનમાં એ જુવાનીમાં રહેલા વાદળો આજે ઢળતી ઉંમરે ફાટી પડ્યાં. ભારે વરસાદ વરસ્યો અને યુવાની નીકળી ગઈ પણ દુકાળ રૂપી ઉંમર નીકળશે ?

 રિયુનિયનમાં પ્રેમી મળ્યા નહીં પણ ઘર જરૂર તૂટી ગયા. એ હોટેલના એ રૂમમાં અનેક ઘર સળગી ગયા અને અનેક સવાલો જે બંધ હતા તે બહાર આવી ગયા. " માટે જે જતું રહ્યું છે તેને ફરી લાવવું જરૂરી નથી "

અમુક પ્રેમ બંધ રહે તે જરૂરી છે તેને બહાર કાઢવો અને અપનાવવો એ જરૂરી નથી. ક્યારેક બહાર ન આવે તે રાઝ ઘણા સારા...

આમ રિયુનિયન ભેગા પણ કરે ને આમ છૂટા પણ કરે.

સ્કૂલ રિયુનિયન જુના પ્રેમીને ભેગા કરે છે, જુના સંબંધો તાજા કરે છે, જૂની વાતો અને ઘટના વાગોળે છે, જૂના કિસ્સા તાજા થાય છે. આમ, સ્કૂલ રિયુનિયન પ્રેમને મેળવે છે પણ ક્યાંક વર્તમાન અને ભવિષ્યને તોડી પાડે છે.

" જૂનું પાછું આવે તો કદાચ વર્તમાન બગડે " આ સ્કૂલ રિયુનિયન ઘર તોડવા આવ્યું હોય તેમ લાગ્યું..

 બાકી તમારા મતે સ્કૂલ રિયુનિયન થવું જોઈએ ?


Rate this content
Log in

Similar gujarati story from Drama