રિસાઈ રેલાઈ ન જા
રિસાઈ રેલાઈ ન જા
પ્રેમ જ્યારે રૂઠીને દૂર ચાલે, ત્યારે દરેક જુના કોઈ પણ સ્મરણ સ્મૃતિમાં સમાઈ જાય છે. એક ફોટા જેવી એકલ પળ,ચાલતી છે પણ સ્થિર લાગે છે. આ પ્રસુતિ રચના એ ક્ષણોને બોલાવે છે જ્યારે હૃદયની રાણી રિસાય છે, ત્યારે છાયાંના ઓછાયા એવા ફોટામાં વાલમની તેની પ્રીત સાથેની વાતો શ્વાસ લેતી રહે છે. શબ્દોના આ ઝરણામાં રીસ, રોશની અને સમજાવટ ની રૂમઝૂમ્ બોલાવતો પ્રીતમ પોકારે છે
રિસાઈ રેલાઈ ન જા
વાલમથી વાંસળી છૂટી જશે,
સૂરની કલ્પના ઊડી જશે,
ચાંદથી ચાંદની રિસાય જો,
રાતની રોશની ચૂકી જશે…
વ્હાલ તણું વીંઝતી જા,
રિસાઈ રેલાઈ ન જા…
પાંખ વિના પંખી ઉડે નહિ,
પ્રેમ વિના જીવન ઝળકે નહિ,
અહમનો આંધાર, ફળશે નહિ,
હૃદયની વાટ કોઈ સંકારે નહિ…
ચુપ ન રહી, બોલી જા,
રિસાઈ રેલાઈ ન જા…
તું જ મનની મૌસમ લાગે,
શબ્દે સંગીત સૂર ઝાંજે,
સાંજ તારા વિના સૂની પડે,
શ્વાસ લઉં તો ઊંઘ ન આવે…
હવે હસતી થઈ જઈ જા,
રિસાઈ રેલાઈ ન જા…
મહેક તારી હોશ હરે છે મારી,
મૂંગી વેદના તારી રહે હવે મારી,
ખેર કર આ ભવની પ્રીત મારી,
તું વાલમ ને તુંજ વાંસળી મારી…
આંસુ જે હતાં તે થયાં ખાલી,
આમ રિસાઈ રેલાઈ ન જા…
ફોટો જોતાં જોતાં યાદ ઘેરી બની,
તું સાથેજ છે,મન એવું બેઠું માની
તું નથી ,આ તો ચહેરો છે હાથ
ફોટે તો હજુ છીએ આપણે સાથ …
ચીતડુ વદે ,વાત મારી છે અધૂરી …
આમ રિસાઈ રેલાઈ ન જા…

