Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published
Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published

Leena Vachhrajani

Thriller


4  

Leena Vachhrajani

Thriller


રિમેક

રિમેક

5 mins 193 5 mins 193

રામગઢને દિલ્હીથી જોડતા હાઈ -વે પર ઠાકુર બલદેવસિંહની કાર લઈને રામલાલ પ્રસિધ્ધ સી.આઈ.ડી.ની ટીમની પ્રતિક્ષા કરી રહ્યા હતાં. દિલ્હીથી આખી ટીમ એ.સી.પી. પ્રદ્યુમન, દયા,અભિજીત, ફ્રેડી અને ડોક્ટર સાલુંકે ઠાકુરના આગ્રહને માન આપીને ગબ્બરસિંગને ઝબ્બે કરવા આવી રહ્યા હતાં. 

લગભગ પાંત્રીસ મિનિટની પ્રતિક્ષા બાદ રામલાલને કાળા રંગની ઈનોવા દેખાઈ. ઈનોવા રામલાલની કાર નજીક ઊભી રહી. 

 એ.સી.પી. પ્રદ્યુમન નીચે ઉતર્યા. “નમસ્તે રામલાલજી.”

“અરે પ્રદ્યુમનસર મને ઓળખી ગયા ?”

“હા રામલાલજી કેમ ન ઓળખું ?”

અને ઔપચારિક વાતચીત પછી બંને કાર રામગઢ તરફ રવાના થઈ.

રામગઢમાં પ્રવેશ કર્યો ત્યાં જ બસંતી ઘોડાગાડી લઈને આવતી દેખાઈ. ઈનોવામાં બેઠેલા અભિજીત અને દયા બંને ઊંચા થઈને એની સામે જોવા માંડ્યા. 

“અરે દેખ દેખ બસંતી ટાંગેવાલી. હા યાર દેખ બિલકુલ વૈસી હૈ.”

ત્યાં પ્રદ્યુમનસરની કડક નજર બંને તરફ ગઈ એટલે શિસ્તબધ્ધ રીતે બેસી ગયા. ઈનોવા ઠાકુરની હવેલી પહોંચી. હવેલીના પોર્ચમાં ઠાકુર બલદેવસિંગ શાલ ઓઢીને સપાટ ચહેરે ઊભાં હતાં. 

“આઈયે સી.આઈ.ડી. ટીમ. રામગઢમેં આપકા સ્વાગત હૈ.” 

ફ્રેડી ધીરેથી ગણગણ્યો,“આવકાર તો એવો આપે છે કે જાણે દિવાલી મનાને આયે હૈં.યહાં ગબ્બરસિંગકા નામ સુનતે હાથપાંવ ફૂલ ગયે હૈં.”

પ્રદ્યુમને ફરી કડક નજર મારી. ટીમ ધીરે ધીરે સેટ થતી જતી હતી. રાત્રે ડાઈનિંગરુમમાં ટીમ અને ઠાકુર ટેબલ પર ગોઠવાયા. રામલાલ નોકરો સાથે જમવાનું પિરસવામાં વ્યસ્ત હતાં. 

ઠાકુરે કહ્યું, “એ.સી.પી. સા’બ ખાના ખાઈયે. ગાંવકા સાત્વિક ભોજન આપને કભી ખાયા નહીં હોગા.”

“નહીં ઠાકુરસા’બ એવું નથી. અમારે કેસના સંદર્ભે દરેક જગ્યાએ જવું પડે છે તો કેટલીય વાર ગામડામાં પણ જવાનું થાય.” 

આમતેમ વાતચીત અને આગ્રહ સાથે જમવાનું પૂરું થયું. ત્યાર બાદ સી.આઈ.ડી. ટીમ અને ઠાકુર કોન્ફરન્સરુમમાં બેસીને મિશન ગબ્બરસિંગ પર ચર્ચા પર ચડ્યા.

“ઠાકુરસા’બ આજકાલ ગબ્બસિંગ શું કરે છે !”

“એ.સી.પી. હવે તો ચંબલના કોતર ડાકુગીરી માટે સલામત નથી. ટેકનોલોજી એટલી આધુનિક થઈ ગઈ છે કે એ લોકો ક્યાં છૂપાયા છે એ જાણવાનું સરળ થઈ ગયું છે.”

“હમમમમ. તો પછી હજી સુધી ગબ્બરસિંગને પકડી કેમ નથી શક્યા ?”

“સર એવું છે ને કે હવે ગબ્બરસિંગ બિહડમાં નથી વસતો. એની ટીમ સાથે ગમે તે શહેરમાં વેશપલટો કરીને રહે છે. હવે એ લોકો રેગ્યુલર ડકૈતી પણ નથી કરતા. એમનામાં કેટલાય યુવાન ડાકુ છે જે કોમ્પ્યુટર જાણે છે. એ લોકો સાયબર ક્રાઈમ પર વધુ હાથ અજમાવે છે. ગબ્બરસિંગ તો હવે માત્ર સુપરવિઝન કરે છે.”

“હમમમ.”

દયા અને અભિજીતને એક નવા સાહસનો રોમાંચ થતો હતો. “ઠાકુરસા’બ પહેલાં બે જ બહાદુરોએ ગબ્બરસિંગને પકડાવ્યો હતો. તો હવે અમારી આખી ટીમનું ક્યાં કામ છે ? અમે બે જ કાફી છીએ.”

“ના દયાસર, અભિજીતસર, એ ગબ્બરની સાથે હવે જમાનાની હવા છે. જાતજાતના ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને યુવાન, લુચ્ચી, શયતાનદિમાગ ધરાવતી, ડાકુગીરીના દરેક નીતિનિયમને ફગાવીને કોઈ પણ કક્ષાએ જઈ શકે એવી ફોજ છે. 

જય અને વીરુએ ગબ્બરસિંગને પકડ્યો ત્યારે એમનું નેટવર્ક સિમિત હતું પણ હવે તો વિશાળ છે એટલે તમારી આખી ટીમ હોય તો જલદી ગબ્બરને મસળી શકાય એટલે તમારી આખી ટીમને આમંત્રિત કરી છે.”

વળી ફ્રેડીના કાન ચમક્યા,“લો, વાત તો એવી કરે છે કે જાણે રામગઢમાં હોળી ખેલવા, બસંતી સાથે “હોલી કે દિન દિલ ખિલ જાતે હૈં..” ગાવા આમંત્રણ આપ્યું છે.”પ્રદ્યુમને ફ્રેડીના ચહેરા પરના ભાવ વાંચીને ટકોર કરી,“ફ્રેડી, બી કેરફૂલ. આપણે પિકનિક પર નથી આવ્યા.”

અને એ રાતે જ પ્રદ્યુમનને ઠાકુરે એક અત્યંત ગોપનીય વાત જણાવી. “સર, એક વાત તમારા પૂરતી જ રાખજો. ગબ્બરસિંગની ટીમમાં મેં એક આપણો ખબરી હરિરામ મૂક્યો છે. એ રોજ રાત્રે મેસેજથી આખા દિવસના હાલચાલ આપે છે. તો જ મને આટલી વિગત ખબર હોય ને !”

“ગુડ જોબ ઠાકુરસા’બ. તમે અમારું કામ આસાન કરી નાખ્યું. હવે આજથી અમે મિશન ગબ્બર પર કામ શરુ કરી દઈશું.”

“એ.સી.પી. તમને જરુરત હોય તો વીરુને બોલાવી લેવાય. જય તો કમનસીબે શહીદ થઈ ગયો. અને મારી અને વીરુની ઉંમર થઈ ગઈ એટલે અમે દોડાદોડી નહીં કરી શકીએ.”

“ના ના વીરુભાઈને આરામ કરવા દો. અમારા જાંબાઝ ઓફિસર ગબ્બરને પકડીને તમારી સમક્ષ રજૂ કરી દેશે.”

અને પછીના પંદર દિવસ હરિરામની રોજની માહિતી પર એક જડબેસલાક પ્લાન તૈયાર થયો. હરિરામે આપેલી ખબર મુજબ ગબ્બરની ટીમ બે દિવસ બાદ માલપૂરમાં આવેલી એક માત્ર બેન્કનું એ.ટી.એમ. તોડીને લૂંટવાની ફિરાકમાં હતી. સાંબા અને કાલિયાના બે દીકરા આ લૂંટને લીડ કરવાના હતાં. બંને કોમ્પ્યુટર એક્સપર્ટ હતાં. 

સી.આઈ.ડી.ની ટીમ બરાબર હરિરામે આપેલ સમય અનુસાર બેંકની આસપાસ સાદા વેશમાં ગોઠવાઈ ગઈ.ફ્રેડીએ પૂછ્યું,“સર આમાં ડાકુ કોણ છે એ ખબર કેવી રીતે પડશે?”

અભિજીતે નારાજ થઈને કહ્યું,“તું સી.આઈ.ડી. ઓફિસર કેવી રીતે બની ગયો ફ્રેડી?”

“સોરી સર.”

અને પંદર મિનિટ બાદ બે સ્માર્ટયુવાન બેંક નજીક દેખાયા. બેંકની બહાર એ.ટી.એમ. હતું એના દરવાજાને હડસેલીને અંદર દાખલ થયા. 

પ્રદ્યુમને આખી ટીમને એલર્ટ કરી દીધી. બેંકની સિસ્ટમ પહેલેથી સ્ટોપ કરી દેવામાં આવી હતી એટલે પેલા બે ડાકુઓને પાસવર્ડ હેક કરીને ઓપન કરતાં વાર લાગી. ત્યાં સુધીમાં ગનપોઈન્ટ પર બંનેને રાખીને દયા અને અભિજીત એ.ટી.એમ.ની અંદર ઘુસી ગયા. 

“હેન્ડઝ અપ.”

“ઓયે કૌન હૈ બે?”

“તેરી મૌત. સીઆઈ.ડી.”

બંને હક્કાબક્કા થઈ ગયા. આવું આજ સુધી ક્યારેય નહોતું બન્યું. બંને હાથ ઊંચા કરીને સરેન્ડર થઈ ગયા. 

આ તરફ હરિરામને સાથે લઈને એ.સી.પી. પ્રદ્યુમન ગબ્બરસિંગ જે હોટલમાં છૂપાયો હતો ત્યાં પહોંચી ગયા. એના રુમની બહાર ફ્રેડીને ઊભો રાખીને પોતે રુમના દરવાજાને ધક્કો મારીને અંદર ઘુસી ગયા. 

“ગબ્બર, તેરા ખેલ ખતમ.”

ગબ્બરસિંગમાં ઉંમર થઈ જવાને લીધે એટલું જોશ નહોતું બચ્યું. એટલે ધાર્યા કરતાં એ સહેલાઈથી હાથમાં આવી ગયો. એને કાંઠલેથી ખેંચીને એ.સી.પી. પ્રદ્યુમન હોટલની બહાર લઈ આવ્યા ત્યારે બહાર એને જોવા ભીડ એકઠી થઈ ગઈ હતી. હરિરામ પ્રદ્યુમન પાસે આવ્યો. એને જોઈને ગબ્બરના ચહેરા પર ખુન્નસ પ્રગટ થયું.“હાક...થૂ.. હરિરામ યુ ટુ!”

હરિરામે જવાબ આપવાનો માંડી વાળ્યો. અંતે એક એક કરતાં આખી ડાકુટોળીની ધરપકડ કરીને પોલીસતંત્રને સોંપી દેવામાં આવ્યું 

રામગઢમાં એ રાતે જશ્ન જેવું વાતાવરણ હતું. ઠાકુરે બડા ખાનાની તૈયારી કરી હતી. આખી સી.આઈ.ડી. ટીમનો આભાર માનીને ઠાકુરે એમને વિદાય આપી. ઈનોવામાં ગોઠવાઈને ફ્રેડીએ કહ્યું,“સર, બુરા મત માનના પર પહેલાં જય અને વીરુએ જે ચંબલની બિહડમાં સંતાયેલા ગબ્બરને પકડવા મહેનત કરી હતી એવી તો આપણે જરાય ન કરવી પડી.”

પ્રદ્યુમને ફ્રેડી સામે જોઈને દયા અને અભિજીત સામે જોયું. ત્રણેય ખડખડાટ હસી પડ્યા,“શાયદ પહેલી બાર બિલકુલ સહી બોલા ફ્રેડી તુ.”

ડોક્ટર સાલુંકે આળસ મરડતા બોલ્યા,“આ વખતે મેં તો પિકનિક એંજોય કરી છે. ચલો જાકે કામ પે લગના પડેગા.” 

સી.આઈ.ડી. ટીમ એક વધુ મિશન સફળ બનાવીને મુંબઈ જવા રવાના થઈ. 


Rate this content
Log in

More gujarati story from Leena Vachhrajani

Similar gujarati story from Thriller