kiranben sharma

Horror Tragedy Inspirational

4  

kiranben sharma

Horror Tragedy Inspirational

રહસ્યમય તાળું ચાવી

રહસ્યમય તાળું ચાવી

2 mins
549


અમર એકલો જ ગાડી લઈને ફરવા નીકળ્યો. તેની ગાડી એક જંગલ તરફ વળી, તે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તેને આ સુમસાન જગ્યા પર એક મોટો બંગલો દેખાયો. તેણે ગાડી થોભાવી અને અંદર જવા ગેટ ખોલ્યો, કોઈ ચહલપહલ ન જણાઈ, તે ધીમા પગલે "હલો, કોઈ છે ? " એમ વારંવાર બોલી આગળ વધી, મુખ્ય દરવાજા પાસે ગયો. જ્યાં એ દરવાજા પાસેની ડોરબેલ વગાડવા ગયો ત્યાં જ દરવાજો ખૂલ્યો, તે ધીમા પગલે અંદર પ્રવેશી ગયો. 

ચારેબાજુ એકદમ શાંતિ હતી. ઘરમાં કોઈ દેખાતું ન હતું. અચાનક તેની નજર એક મોટી નકશીકામ કરેલી પેટી પર પડી, તેનાથી આકર્ષાઈ તે તેની નજીક ગયો. ચારે બાજુ ફરી તેને જોઈ. કોઈપણ જગ્યાએ તેને તાળું મારેલું હોય તેવું લાગ્યું નહીં. તેને ખોલવા પ્રયત્ન કર્યો, પણ પેટી ખુલ્લી નહીં. હવે તેની કૂતુહલતા વધવા લાગી, તેના મનમાં હજારો પ્રશ્ન ઉઠવા લાગ્યા. 

 આ બંગલો આમ અવાવરૂ કેમ ? આટલો મોટો બંગલો છે, બધું અહીં વ્યવસ્થિત મૂકેલું તથા અદ્યતન સાધન સામગ્રી, આટલી સરસ ચોખ્ખાઈ, તેને ખૂબ નવાઈ લાગી. અમરને મનમાં હવે છૂપી આશંકા પણ લાગવા લાગી. તે બધી જગ્યાએ ફરવા લાગ્યો, બધા રૂમ, બાથરૂમ, રસોઈઘર બધું જોયું, પણ તેને કોઈ દેખાયું નહીં. બધું ફરીને પાછો અમર પેલી રહસ્યમય પેટી પાસે આવ્યો, તેને ખોલવા પ્રયત્ન કર્યો. ક્યાંય તેને તાળું દેખાતું નથી, છતાં તે આજુબાજુ બધે ચાવીની તપાસ કરે છે. જાતજાતની યુક્તિ અજમાવીને પેટી ખોલવા પ્રયત્ન કર્યો, પરંતુ રહસ્યમય તાળું ચાવી તેને મળતા નથી, અમર થાકીને એક જગ્યાએ બેસી પડ્યો અને અચાનક તેનો હાથ જમીન પરની એક લાદી પર પડતાં તે લાદી ખસી, તેની નીચેથી તેને એક ચાવી મળી. 

 અમર વિચારમાં પડી ગયો કે આ ચાવી કયા તાળાની હશે ? આ રીતે કોઈ જાણે ના તેમ જમીનની અંદર લાદીની નીચે તે ચાવીને સંતાડી એટલે ચોક્કસ કોઈ ખાસ તાળાની જ ચાવી હશે, તેણે ચાવી લઈને બધે તાળાની તપાસ કરી, પેલી નકશીકામ કરેલી પેટીમાં લગાડવા પ્રયત્ન કર્યો પણ તાળા જેવું ક્યાંય દેખાતું ન હતું.

અચાનક અમરને લાગ્યું કે પેટી પેલી ચાવીને જાણે કે ચુંબક હોય તેમ આકર્ષી રહી, ખેંચી રહી હતી. 

 અમરને સંકેત લાગ્યો, તે ચાવીને વધુ પાસે લઈ ગયો, એક જગ્યાએ ચાવી પેટીની ખાંચામાં જઈને બેસી ગઈ અને પેટી ખુલી ગઈ. 

 અમરની આંખો તો પેટીમાંનો ખજાનો જોઈને આશ્ચર્યથી પહોળી થઈ ગઈ , 'રહસ્યમય તાળું ચાવીએ' તેને અમીર બનાવી દીધો. તેણે બધું ધન ભરી લીધું. ગાડી શહેર તરફ હંકારી.

બંગલો કેમ અવાવરું હતો ? ધન કોનું હતું ? એ બધા પ્રશ્ન આજેય પ્રશ્ન બનીને ઊભા હતા. 


Rate this content
Log in

Similar gujarati story from Horror