Vibhuti Desai

Action Crime

4  

Vibhuti Desai

Action Crime

રહસ્યમય હવેલી

રહસ્યમય હવેલી

3 mins
207


ઘોર અંધારી રાત, કડાકા ભડાકા સાથે વરસી રહેલા મૂશળધાર વરસાદમાં, કનુભાઈને ઊંઘ તો ક્યાંથી આવે ? ગામથી દૂર આવેલી હવેલીમાં કનુભાઈ હિંચકે ઝૂલી રહ્યા હતા અને નેત્રપટ પરથી વિતેલી જિંદગીના ચિત્રો પસાર થઈ રહ્યા હતા ત્યાં જ. . . . . . .

બારણાં પર જોરદાર પ્રહારના અવાજે કનુભાઈ સહસા ચોંક્યા ! કનુભાઈ ઉભા થાય ત્યાં તો ચાર- પાંચ બુકાનીધારી ધસી આવ્યા. કનુભાઇને બંદી બનાવી એક રૂમમાં પૂરી દીધા. કનુભાઇ અવાક્! માંડ કળ વળતાં પૂછ્યું તો કહેવામાં આવ્યું,"ચૂપચાપ જોયા કર,અમે અંહી જ રહીશું. અમારા કામ માટે આ હવેલી યોગ્ય લાગતા આવ્યા છે. સમયસર ચા નાસ્તો જમવાનું મળી જશે. રૂમમાંથી બહાર નીકળવાનું નથી. "

બીજે દિવસે સવારે કામવાળી આવતાં," કનુભાઈએ હવેલી અમને ભાડે આપી ચાલ્યા ગયા છે, તમે પણ જાવ. "કહી મોકલી આપી. ગામમાં પણ દુકાનમાં સરસામાન લેવા જાય ત્યાં પણ આવી જ વાત ફેલાવી. કનુભાઈના ખાસ મિત્ર લલ્લુભાઈને નવાઇ લાગી કે કનુએ મને ન જણાવ્યું ! આમ એકાએક ચાલ્યો ગયો ? લલ્લુભાઈને થોડી શંકા ઉપજી એટલે કોઈને જાણ ન થાય એમ હવેલી પર ધ્યાન રાખવા માંડ્યું.

હવેલીમાં રહેનાર માણસો શંકાસ્પદ લાગતા જ કનુભાઈના પુત્ર મેજર અજીત દેસાઈને જાણ કરી. અજીત જ્યારે છેલ્લીવાર આવેલો ત્યારે એકલા રહેતા પિતાની સલામતી માટે છૂપા કેમેરા ‌લગાવેલા, કોઈને ખબર ન પડે એમ. જેથી કનુભાઇનું ધ્યાન રાખી શકાય.

હવેલીમાં ઘૂસણખોરો આવ્યા ત્યારે અજીત ફરજ પર હોવાથી ગતિવિધિ જોઈ શકેલો નહીં.પિતાના મિત્ર લલ્લુભાઈનો સંદેશો મળતાં જ મોનીટરીંગ ચાલુ કરી જોવા માંડ્યો. હવેલીમાં રહસ્યમય રીતે ચાલતું નશીલા પદાર્થો બનાવવાનું કૌભાંડ, ગેરકાનૂની હથિયારોનો પૂરવઠો વગેરે ધ્યાનમાં આવ્યું. આ બધામાં પણ પિતા સલામત છે એ જોતાં નચિંત બનીને એણે એની ઉપરના અધિકારીની પરવાનગીથી પ્લાન બનાવ્યો.

વડવાઓએ હવેલીની પાછળના ભાગમાં ઘેઘૂર વડના વૃક્ષ નીચે એક ભોયરૂં બનાવેલું, આઝાદીના લડવૈયા માટે. અજીતને એનાં દાદા અને પિતા તરફથી આ માહિતી હતી. એટલે કેટલાક ચૂનંદા સૈનિકોને ભોંયરા વાટે રવાના થવાની સૂચના આપી. પોતે પંદર-વીસ સૈનિકોને ભગવા પહેરાવી સાધુ-સંતોનો કાફલો બનાવી નીકળી પડ્યો. હવેલી આવતા જ, ભજન ગાતા ગાતા હવેલીમાં દાખલ થયા. ઘૂસણખોરો બહાર આવતા જ કહ્યું,"સંઘ છે, હવેલી જોઈ એટલે આવ્યા છે. રાતનું વાળું કરી ભજન કરવા છે. ગામ લોકોને પણ બોલાવજો, અમે તો સાધુ માણસ, મોં સુંઝણું થતાં જ બીજે ગામ ચાલતી પકડશુ."

ઘૂસણખોરોને વાતમાં કંઈ અઘટિત ન લાગતાં સાધુઓને સીધું સામાન લાવી આપી વાળું કરાવ્યું. ગામલોકો આવતા જ. ભજનની રંગત જામી. રાત્રે એક વાગ્યે ભજન પૂર્ણ કરી ગામલોકો જતાં જ સાધુઓના વેશમાં આવેલા સૈનિકોએ ઘૂસણખોરોને ઘેરી લીધા. ગામલોકો ઘરે પહોંચ્યા ન‌હોતા એટલે દોડતા આવી ગયા. આ બધી ધમાલમાં અજીતે પાછળ જઈ ભોંયરૂ ખોલતાં જ સૈનિકો આવી ગયા. ઘૂસણખોરોને પકડી લીધા. કનુભાઈને મુક્ત કર્યા. એ તો આ બધું જોઈ આશ્ચર્યચકિત!પુત્રની કાબેલિયત પર વારી જઈ ભેટી પડ્યા.

આમ એક મોટું ષડયંત્ર પકડાયું. વધુ તપાસ કરતાં ખબર પડી કે, આ તો ખૂંખાર આતંકવાદી છે, જેઓ દેશ માટે પ્રાણઘાતક હતા. આતંકવાદી પકડાતા દેશ ભયંકર ષડયંત્રનો શિકાર બનતો બચી ગયો. મેજર અજીત દેસાઈ અને સાથીઓને બિરદાવવામાં આવ્યા. આટલું મોટું ષડયંત્રનુ રહસ્ય આ હવેલીમાથી પકડાયું ત્યારથી આ હવેલી રહસ્યમય હવેલી તરૂ વિશ્વમાં પંકાઈ ગઈ.  


Rate this content
Log in

Similar gujarati story from Action