STORYMIRROR

Kalpesh Patel

Abstract Classics Inspirational

4  

Kalpesh Patel

Abstract Classics Inspirational

રહસ્ય

રહસ્ય

2 mins
0



રહસ્ય.

વિલિયમ જી . બેનહામ,દુનિયાભરમાં જાણીતા પામિસ્ટ, જેમણે હાથની રેખાઓને અંધશ્રદ્ધા નહીં, પરંતુ એક વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો .

તેઓ ઘણીવાર કહેતા.
“હાથ એ માનવ મગજનો નકશો છે.”
એક પ્રસંગ તેમની જિંદગીમાં ખૂબ જ પ્રસિદ્ધ છે…

અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં તેમનું વ્યાખ્યાન હતું. લોકો મોટી સંખ્યામાં હાજર હતા. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી એક યુવાન તેમની પાસે આવ્યો. તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો—પણ સાથે થોડો અહંકાર પણ ઝળહળતું હતો .

એણે પ્રશ્ન કર્યો—
“પ્રોફેસર, તમે કહો છો કે માનવના જીવન વિશે બધું તેના હાથમાં લખાયેલું છે. તો કહો, હું કેટલા વર્ષ જીવશ?”

તે યુવકે એક સત્ય છુપાવ્યું હતું—તે ગંભીર રોગથી પીડાતો હતો. એણે આ પ્રશ્ન જાણે પડકાર રૂપે પૂછ્યો.

બેનહામ શાંત રહ્યા. તેમણે યુવકનો હાથ પોતાના હાથમાં લીધો, ખૂબ ધ્યાનથી જોયો… અને હળવા સ્મિત સાથે કહ્યું—
“તમે તો લાંબું જીવન જીવી શકો તેમ છો… પરંતુ એક શરત પર.”

યુવાન હસ્યો—
જીવન દોરી અને “શરત?"

"હાથમાં પણ કોઈ શરત પણ હોય છે?”

બેનહામ શાંતિથી બોલ્યા,

“હા. 
તમારી જીવન રેખા મજબૂત છે, પરંતુ તમારા સ્વભાવમાં ઉતાવળ અને રઘવાટ છે. જો તમે ગુસ્સા અને અહંકારને કાબૂમાં રાખશો, તો તમારું જીવન લાંબું રહેશે. નહીં તો આ રેખા ગમે ત્યારે નબળી પડી શકે છે.”

યુવાન અચાનક શાંત થઈ ગયો. હવે તેને સમજાયું કે આ માત્ર રેખાઓની વાત નહોતી… આ તો તેની અંદરની સત્યતા હતી.
થોડી ક્ષણ મૌન રહ્યો… પછી ખીન્ન સ્વરે પૂછ્યું.

“તો શું માણસ પોતાની રેખા બદલી શકે?”

બેનહામે તેની આંખોમાં જોઈને કહ્યું—
“હા… પરંતુ રેખા બદલવી હોય તો જીવન બદલવું પડે. હાથ તો ફક્ત જીવનનો અરીસો છે,એક પ્રતિબિંબ.”

તે દિવસ પછી યુવક વારંવાર બેનહામને મળવા આવતો રહ્યો. ધીમે ધીમે તેણે પોતાના સ્વભાવમાં પરિવર્તન કર્યું.ચિંતા છોડીને શાંત બન્યો, અહંકાર છોડીને વિચારશીલ બન્યો.

વર્ષો પછી, જ્યારે તે ફરી મળવા આવ્યો, ત્યારે બેનહામે તેના હાથને જોયો અને સ્મિત સાથે કહ્યું.

“હવે તારી રેખાઓ પણ તારી સાથે પરિપક્વ બની ગઈ છે.”

અંતે બેનહામે રહસ્ય ખુલ્લું કર્યું.

“હાથની રેખાઓ ભવિષ્યનો કોઈ ફતવો નથી. એ તો આપણા સ્વભાવ અને નિર્ણયોનું પ્રતિબિંબ છે.”

સાચો બદલાવ જોષી બદલવાથી નહીં… જીવનશૈલી બદલવાથી આવે છે.

વાંચન વિશેષ.
સાયન્ટીફીક રુલ ઓફ હેન્ડ રીડીગ એ શ્રીમાન બેનહામ નું વિખ્યાત પુસ્તક છે. Pdf કોપી નેટ માં મુક્ત પણે પ્રાપ્ત છે.

તેના પહેલાપાને સૂચન છે કોઈના અંગે ભવિષ્ય કથન કરતા તેની સારી વાત જ કહેવી. 



Rate this content
Log in

Similar gujarati story from Abstract