રાજની બારાત
રાજની બારાત
આખરે માલાનો પ્રેમ અને તેનો વિશ્વાસ જીતી ગયો. રાજ ને હવે ભાન આવ્યું કે માલા તો સાચી જ હતી. પણ હું જ કાચા કાનનો નીકળ્યો. આજે રાજ માલાને સન્માન સાથે ઘરે લઈ જવા આવ્યો હતો. માલા સામે માફી માંગી. તેને તેની ભૂલનો પશ્ચાતાપ હવે થયો. અને માલા પણ ખુશીથી ઘરે જતી રહી. અત્યારે માલા અને રાજ ખુશી ખુશી તેમનો લગ્ન જીવન ગુજારી રહ્યાં છે. રાજની પ્રેમિકા ખુશ્બુએ ગમે તેટલું રાજને ચડયા છતાં આજે રાજ માલા સાથે જ છે. આ વાત સાથ વર્ષ પહેલાની છે.
માલા એક ખૂબ જ નાના ગામમાંથી આવી હતી. રાજ પહેલેથી શહેરમાં જ મોટો થયો હતો. તેથી માલા અને રાજના રહન-સહન અને વિચારોમાં ખૂબ જ ફરક હતો. રાજ અને માલા જ્યારે નાના હતા, ત્યારે જ તેમના દાદાએ તેમના લગ્ન નક્કી કરી દીધા હતા. જેથી આજે માલા અને રાજને એકબીજાને પસંદ ના હોવા છતાં લગ્ન કરવા પડ્યા. માલા એ તો તરત જ સ્વીકારી લીધું કે, આ જ મારો પતિ છે. પણ રાજ આજ સુધીમાં માલાને અપનાવી નહોતો શકતો. માલા ગામમાંથી આવી હોવાથી તેને અમુક અમુક વસ્તુઓ રાજની નહોતી ગમતી. પાર્ટીમાં જવાનુ હોય તો માલા ના પણ કહી દેતી. એ વાત રાજ અને બીલકુલ નથી ગમતી. બંનેના સ્વભાવ અલગ-અલગ હોવાથી બંનેનો મેળ નહોતો થયો. માલા તો ઘરકામમાં વ્યસ્ત રહેવા માંડી. પણ રાજ તેની ઐયાશીઓ પૂરી કરવા માટે બહાર જવા લાગ્યો. રાજ પૈસાદાર હોવાથી તેના દોસ્તો પણ વધારે હતા. રાજ જેમ બને તેમ વધારે બહાર જ રહેતો હતો.
એવામાં રાજને એક છોકરી પસંદ આવી. જેનું નામ ખુશ્બુ હતું. ખુશ્બુ રાજના જોડે પ્રેમનું નાટક કરતી હતી. થોડા દિવસો જતા રાજને હિંમત તો એટલી વધી ગઈ કે, તે ખુશ્બુ ને પોતાના ઘરે લઈને આવવા લાગ્યો. પહેલા માલાને એમ જ લાગ્યું કે ખુશ્બુ તેમની દોસ્ત છે. જેથી માલા કંઈ બોલતી ન હતી. પણ આ સિલસિલો તો દરરોજ નો થઈ ગયો હતો. માલા ને પણ હવે અજુકતું લાગવા લાગ્યું હતી. અને ધીરે ધીરે માલાનો શક યકીનમાં બદલાઈ ગયો. જ્યારે માલાને ખબર પડી કે ખુશ્બુ અને રાજની વચ્ચે અનૈતિક સંબંધો છે. ત્યારે માલા એકદમ તૂટી જ ગઈ. તેનો આત્મવિશ્વાસ ખોવાઈ ગયો. માલા બસ રડતી જ રહેતી છતાં રાજ ને કોઈ ફરક નહોતો પડતો. રાજ તો બસ તેની ઐયાશીઓમાં જ વ્યસ્ત હતો. ખુશ્બુ આ વાત નો ફાયદો ઉઠાવતી નથી. ખુશ્બુ અવારનવાર રાજને ચઢાવતી હતી. અને રાજ ચઢી પણ જતો હતો. ખુશ્બૂના ચઢાવવાથી રાજ ઘરે જઈને માલા સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતો હતો. હદ તો ત્યારે થઈ કે માલા અને રાજના બેડરૂમમાં જ ખુશ્બુ અને રાજ બંને હમબિસ્તર થયાં. માલા આ વાતને સહન જ ન કરી શકી. માલા અંદરથી તૂટી ગઈ.
બીજા દિવસ સવારે જયારે રાજ અને ખુશ્બૂ જયારે બેડરૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે માલા ખુબ જ ગુસ્સેથી ખુશ્બુ ના ગાલ ઉપર એક થપ્પડ મારી લીધી. રાજ આ દેખીને ખુબ જ ગુસ્સે થઈ ગયો ને. માલા ને 3-4 થપ્પડ મારી દીધી. માલા ખુબ જ રડતી હતી. વિનંતી કરતી હતી. છતાં રાજને માલા ઉપર દયા પણ ના આવી. અને માલાને ઘરની બહાર નીકાળી દીધી. માલા રડતી રડતી તેના બાપુજીના ઘરે ગઈ. માલના બાપુજી માલા ને દેખી ને ડઘાઈ ગયાં. માલાની આવી હાલત દેખી ને બાપુજી માલાને પૂછવા લાગ્યાં કે , " બેટા તારી આવી હાલત કોણે કરી? શું થયું? " માલા એ બધું જ તેના બાપુજીને કહી દીધું. બાપુજી માલાની આવી દશા દેખીને રાજ ઉપર ખુબ જ ગુસ્સે થયાં. બાપુજી તરત જ રાજ જોડે ગયાં. પણ રાજ ઉપર તો અત્યારે ખુશ્બુના પ્રેમનું ભૂત ચડેલું હતું. ખુશ્બુ સિવાય કોઈનું રાજ સાંભળવા તૈયાર જ ના થાય. અને માલાના બાપુજીનું અપમાન કરતાં પણ વાર ના લાગી.
થોડા દિવસ પછી ખુશ્બુ અને રાજ ફરવા ગયાં હતાં. અચાનક જ તેમની ગાડીની એક્સિડન્ટ થઈ ગયો. બન્ને ને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. ખુશ્બૂને તો ફક્ત થોડું જ વાગ્યું હતું. પણ રાજ ને ખુબ જ વાગ્યું હતું. રાજ કોમા માં જતો રહ્યો હતો. જયારે ખુશ્બૂને ખબર પડી કે રાજની તબિયત વધારે ખરાબ છે. તો ખુશ્બૂ મોકો દેખીને ત્યાંથી ભાગી ગઈ. અને રાજ ના ખરાબ વર્તનના લીધે આજે રાજના જોડે કોઈ જ નહોતું.
આ રાજની તબિયતની જયારે માલાને ખબર પડી ત્યારે માલા દોડતી દોડતી રાજ જોડે જતી રહી. દિવસ રાત રાજની સેવા કરી. સેવા કરવામાં માલા એ ના રાત દેખી ના દિવસ દેખ્યો. માલા એવા કોઈ ડૉક્ટર બાકી નહોતા રાખ્યા જ્યાં રાજ ને લઈને ગઈ હતી. એવા કોઈ મંદિર બાકી નથી જ્યાં માલા એ મન્નત ના માંગી હોય. એવા કોઈ ઉપવાસ નથી બાકી કે માલા એ રાજ માટે ના કર્યાં હોય.
6 વર્ષ પછી જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ રાજ ની તબિયતમાં સુધાર આવવા લાગ્યો. રાજની તબિયત સારી થતી હતી એ જાણી ને ખુશ્બુ ફરીથી રાજના ઘરે રહેવા આવી ગઈ. માલા ને ખુબ જ દુઃખ થયું. પણ રાજ ના હિસાબે કંઈ બોલતી નહોતી. એક મહિના પછી તો રાજ ને હોશ પણ આવ્યો. રાજ ના હોશ આવવાની સાથે ખુશ્બુ રાજની સામે આવી ગઈ. અને રડવાનું નાટક કરતાં કહ્યું કે," ઓ રાજ ! તું સાજો થઈ ગયો. મેં તારી ખુબ જ સેવા કરી. ખુબ જ ભગવાન જોડે પ્રાર્થના કરી રાજ. મેં તને ખુબ જ યાદ કર્યો. હું ખુબ જ ખુશ છું કે મારો રાજ સાજો થઈ ગયો. તું હવે આરામ કર. હું ડૉક્ટરને ફોન કરીને આવું છું." કહીને ખુશ્બુ ત્યાંથી જતી રહી. ખુશ્બૂ નીચે આવીને તરત જ માલાને ઘરની બહાર નીકાળી દે છે. માલા ખુશ્બૂ આગળ વિનંતી કરે છે. માલા ફક્ત એક વાર રાજ ને દેખવા માંગે છે. પણ ખુશ્બૂ કંઈ જ નથી સાંભળતી અને માલાના મુખ પર જ દરવાજો બંધ કરી દે છે. જયારે રાજ ખુશ્બૂ ને માલા વિશે પૂછે છે. ત્યારે પણ ખુશ્બૂ જૂઠું બોલોને કામ છે કહીને જતી રહે છે.
થોડા મહિના પસાર થતાં રાજ એકદમ સાજો થઈ જાય છે. લાંબી બીમારી પછી ઊભો થવાની ખુશીમાં રાજ બધાને પાર્ટી આપે છે. રાજ અને ખુશ્બૂ તેમના દરેક દોસ્તો ને પાર્ટીમાં આમત્રંણ આપે છે. અને બધાં આવે પણ છે. પાર્ટી શરુ થઈ ગઈ હતી. બધાં લોકો એન્જોય કરતાં હતાં. પણ એમાં એક દોસ્ત એવી હતો જેને રાજ અને ખુશ્બૂના સાથે રહેવાથી ખુબ જ પ્રોબ્લેમ હતો. તેથી વિપુલ પાર્ટીમાં હતો તો ખરાં પણ, ઉદાસ હતો. વિપુલ ને ઉદાસ દેખી ને તેના જોડે તેના મિત્રો ગયાં. અને પૂછવા લાગ્યાં કે, " અરે વિપુલ! કેમ તું ઉદાસ છે? શું થયું છે? રાજ તો તારો બેસ્ટ ફ્રેન્ડ છે. આજે એ ઠીક થઈ ગયો છતાં તું ઉદાસ છે. શું થયું છે? અમને તો કહે."
વિપુલે જવાબ આપતાં કહ્યું કે, " અરે ! મારો દોસ્ત ઠીક થઈ ગયો. એ મને ખુબ જ ગમ્યું. હું ખુશ પણ છું. પણ આ.." કહીને વિપુલે બોલવાનું બંધ કરી દીધું. તો એવામાં એક દોસ્ત ફરીથી વિપુલને પૂછવા લાગ્યો, "પણ આ... શું ? વિપુલ. કંઈક તો કે અમને." વિપુલે આગળ વાત કરતાં કહ્યું કે, " પણ આ ખુશ્બૂ રાજ માટે નથી સારી. તમને ખબર છે જયારે ખુશ્બૂ ને રાજની ખબર પડી ને ત્યારે એ આ દેશ છોડી ને ભાગી ગઈ હતી. અને માલા ભાભી દોડતા આવીને ઊભાં રહ્યાં. મેં માલા ભાભીને દેખ્યાં છે રાજની સેવા કરતાં. એમને રાત દિવસ દેખ્યાં નથી. કોઈ કહે તમે આ વર્તન કરો તો માલા ભાભીએ એ વર્તન કર્યું છે. કોઈ કહે આ ડૉક્ટર પાસે જાઓ તો, ભાભી એ ડૉક્ટર પાસે ગયાં છે રાજ ને લઈને. કોઈ મંદિર નથી બાકી, કોઈ મન્નત નથી બાકી. માલા ભાભી તાવમાં તડપતા ને છતાં રાજ ના બાજુમાંથી ખસે નહીં. અને જેવો રાજ ભાનમાં આવ્યો ને એવી જ ખુશ્બૂએ માલા ભાભી ને અડધી રાત્રે વરસતા વરસાદમાં ઘરની બહાર કાઢી મૂકી. માલા ભાભી એ ખુબ જ મિન્નતો કરી ખુશ્બૂને કે એક નજર રાજ ને દેખવા દે. પણ ખુશ્બૂને કંઈ જ દયા નહીં. અને જોને આ રાજ ને પણ માલા ભાભી એ આટલું કર્યું છતાં તેને પણ ક્યાં ભાન જ છે. માલા ભાભીની જગ્યાએ એ બીજી કોઈ હોય ને તો, રાજ ભલે ને ગમે તેટલો બીમાર હોય છતાં ના જ આવે. અને આ ખુશ્બૂ... " વિપુલ અને તેના દોસ્તો ખુશ્બૂ ઉપર ખુબ જ ગુસ્સે થયાં. પણ રાજ ના લીધે કંઈ પણ કહી નહતા શકતા.
રાજ વિપુલની પાછળ જ ઊભો હતો. રાજે વિપુલની બધી જ વાત સાંભળી લીધી હતી. રાજે તરત જ ખુશ્બૂને બોલાવી. અને ખુબ જ જોરથી એક થપ્પડ લગાવી દીધી. અને કહ્યું કે, " મને નથી લાગતું કે મારે તને કહેવું પડશે કે મેં તને કેમ આ થપ્પડ મારી. જતી રહે અહીંથી. નહીંતર હું પણ તને માલાની જેમ ધક્કા મારીને બહાર નીકાળી દઈશ." ખુશ્બૂ વિપુલના સામે ગુસ્સોથી દેખી ને ત્યાંથી જતી રહે છે. વિપુલ અને તેના દોસ્ત ખુબ જ ખુશ થઈ જાય છે. અને રાજ વીતેલા પળોને યાદ કરીને ખુબ જ દુઃખી થાય છે. રાજ ત્યાં જ જમીન ઉપર બેસી ને કહે છે, " મારે માલા ને પાછી લાવી છે. હું શું કરું? કેવી રીતે લાવું ?" બધાં વિચારતા જ હતાં. ને એવામાં જ વિપુલ બોલ્યો, " ચાલ મારા સાથે રાજ. હું લઈ જાઉં." વિપુલ ના સાથે રાજ અને બીજા બધાં મિત્રો પણ ગયાં.
માલાના ઘરની બહાર ખુબ જ જોરથી ફટાકડા ફૂટતા હતાં. ઢોલ વાગતાં હતાં. માલા અને તને બાપુજી ઘરની બહાર આવ્યા. અને દેખ્યું તો ઘરની બહાર ઘોડા ઉપર રાજ બેસેલો હતો. બેન્ડ વાજા વાગતાં હતાં. અને રાજ દુલ્હાની જેમ તૈયાર થઈ ને આવ્યો હતો. રાજની બારાત માલા ના ઘર આંગણે આવીને ઊભી રહી. રાજ ઘોડા ઉપરથી નીચે ઉતાર્યો. અને તરત જ બાપુજીના પગમાં પડીને માફી માંગવા લાગ્યો. બાપુજી એ એક જ શબ્દ કહ્યું કે, " જો તને માલા માફ કરી દેશે તો મારી પણ માફી જ છે." રાજ માલા પાસે ગયો. અને હાથ જોડી ને માફી માંગવા લાગ્યો. માલા એ રાજથી મોઢું ફેરવીને થોડી દૂર જઈને રડવા લાગી. રાજની આંખમાં પણ પાણી હતું. રાજ ખુબ જ માફી માંગી. હવે એવું નહીં થાય એવા વચનો આપ્યા. પણ છતાં માલા રાજની સામે દેખતી નહોતી. જયારે રાજ થાકીને માલા પાસે માફી માંગતા માંગતા ઢીંચણ સમો બેસી જાય છે. એવી જ માલા દોડતી રાજ જોડે જઈને ભેંટી પડે છે. અને રાજ ને માફ કરી દે છે. અને રાજ કહે છે, " દેખ માલા, તારા રાજની બારાત આવી ગઈ. " માલા ખુબ જ ખુશ થઈ જાય છે. અને સાથે વિપુલ અને તેના દોસ્તો પણ. બાપુજી પણ રાજ ને માફ કરી દે છે. અને ફરીથી બંનેનાં લગ્ન કરાવે છે.

