Krishna Agravat

Romance Tragedy Inspirational

3  

Krishna Agravat

Romance Tragedy Inspirational

પવિત્ર પ્રેમ

પવિત્ર પ્રેમ

2 mins
177


અરુણા અને વિનયનાં લગ્ન થાય છે. લગ્ન પહેલાં બંને ખુશ હોય છે. કેમકે બંને એકબીજાને સમજતાં હોય છે. એક બીજાની કેર કરતાં હોય છે. 

લગ્ન પછીનાં સંબંધોમાં થોડી ખટાશ આવે છે. બંને વચ્ચે અનબન વધે છે. નાની નાની વાતમાં લડાઈ-ઝઘડાં થાય છે. ક્યાંક સમજણની ઓછપ આવે છે.

પ્રેમનાં પવિત્ર બંધનમાં બંધાયા પછી પણ, સમજણનો પાયો નબળો હોય તો મજબૂત સંબંધોને પણ હચમચાવી નાખે છે.. પ્રેમ તો હંમેશા સુખનો અહેસાસ અપાવે છે. સંબંધોને મજબૂત બનાવે છે. પ્રેમનાં પવિત્ર બંધનમાં બંધાયા પછી, બે વ્યક્તિ ભલે અલગ હોય પરંતુ આત્મા એક હોય છે.

અરુણા અને વિનય આ વાતને જાણે ભૂલી જ ગયાં હોય છે. લગ્નનાં થોડાં સમયમાં જ અરુણા રિસાઈને પોતાનાં પિયર ચાલી જાય છે. વિનય તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અરુણા જરાય માનતી નથી.

અરુણાની મા પણ અરુણા ને વધારે ને વધારે પતિ પ્રત્યે ભડકાવે છે. ધીરે ધીરે બંનેનાં સંબંધોમાં વધુ અંતર આવી જાય છે. થોડાં સમય પછી અરુણાને ખબર પડે છે. તે પોતે પ્રેગનેન્ટ છે. અરુણાની માં તેને ગર્ભપાત કરવાં માટે કહે છે. પરંતુ અરુણા ના પાડે છે. અને નવ મહિના પછી સુંદર દીકરાને જન્મ આપે છે.

વિનયને આ વાતની જાણ થાય છે. કે અરુણાએ તેનાં દીકરાને જન્મ આપ્યો છે. અને તે તરત જ હોસ્પિટલ જાય છે. અને પોતાનાં દીકરાને ચોરીછૂપીથી લઈ આવે છે.. 

અરુણાને ખબર પડે છે. કે વિનય આવીને પોતાનાં દીકરાને લઈ ગયો. એટલે તરત જ એની પાછળ જાય છે. વિનયને કહે છે. કે મારો દીકરો મને આપી દે પરંતુ વિનય ના પાડે છે. અરુણા કોર્ટમાં કેસ કરે છે.

બે ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યા કરે છે. અંતે છોકરો મોટો અને સમજદાર થાય છે. ત્યારે તેને કોર્ટમાં બોલાવવામાં આવે છે. અને પૂછે છે. કે તે કોની સાથે રહેવા માંગે છે ? મમ્મી સાથે કે પપ્પા સાથે ? ત્યારે દીકરો કહે છે. " મારી મા વગર મારો સંસાર સુનો છે... અને મારાં પિતા વગર મારી દુનિયા...મને તો બંનેનાં પ્રેમની જરૂર છે.. "

દીકરાની આ વ્યથા જોઈને અરુણાને સમજાય છે. અને વિનય સાથે રહેવાનું નક્કી કરે છે. તે વિચારે છે. કે હું એક પતિ પત્નીનો સંબંધ ભલે ન નિભાવી શકી.. પણ મારાં દીકરાને માતા અને પિતાનાં સંબંધથી દૂર કરવો નથી.

અરુણા વિનયનાં ઘરમાં રહેવા આવી જાય છે. અને ધીરે ધીરે બંને વચ્ચે પહેલાં જેવા સંબંધો બંધાઇ જાય છે. બંનેને પવિત્ર પ્રેમની સમજણ આવે છે. પતિ-પત્ની બંને પોતાની ભૂલો સ્વીકારી તેને સુધારવાનો પ્રયત્ન કરે છે. અને એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપવાનાં વચનો આપે છે. 

દીકરાનાં કારણે બંને પતિ-પત્ની એક થાય છે. ફરીથી તેઓ પવિત્ર પ્રેમનાં બંધનમાં બંધાઈ છે. આમ દીકરાનાં કારણે બંને ફરી એકવાર પોતાનાં સંબંધને નવી દિશામાં કંડારે છે. અને સુખી જીવન જીવે છે. બંનેને પતિ-પત્નીનાં સંબંધનું મહત્વ સમજાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance