સાચું ધન
સાચું ધન
મનોજભાઈને ત્યાં આજે સુંદર પાર્ટીનું આયોજન હતું. કેમકે તેમને ત્યાં કુમળાં છોડ જેવાં સુંદર દીકરાનો જન્મ થયો હતો. પરિવારનાં બધાં જ સભ્યો ખુબ જ ખુશ હતાં. મનોજભાઈએ પોતાનાં દીકરાને કુમળા છોડની જેમ ઉછેર્યો હતો. આટલું ધ્યાન રાખવાં છતાં પણ તેમનાં દીકરાનું શરીર દિવસેને દિવસે ક્ષીણ થતું હતું.
મનોજભાઈ પોતાનાં દીકરાને લઈને ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર બધાં રિપોર્ટ કરાવે છે. અને એમનાં દીકરાને બ્લડ કેન્સર આવે છે. મનોજભાઈનાં પરિવાર ઉપર જાણે દુઃખનો પહાડ તૂટી પડે છે. મનોજભાઈનાં કુટુંબની પરિસ્થિતિ થોડી સારી હતી. તેથી તેમણે પોતાનું ઘર, અન્ય મિલકત, બચાવેલાં રૂપિયા, બધું જ પોતાનાં દીકરાનાં ઈલાજ કરવાં માટે ખરચી નાખ્યાં..
મનીષભાઈને પરિસ્થિતિ કથળી ગઈ હતી. આટલું કરવાં છતાં પણ પોતાનો દીકરો બચ્યો નહીં. હવે કરવું શું ? ઘર કઈ રીતે ચલાવવું ? ઘરમાં પોતાનાં ઘરડાં મા-બાપ, પત્ની, એક દીકરી, આ બધાનું ભરણપોષણ કઈ રીતે કરવું ? એ તેમનાં માટે એક સમસ્યા બની ગઇ હતી.
મનોજભાઈ પાસે બિલકુલ પૈસા ન હતાં. કે જેનાથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે. અને કોઈ નવો ધંધો શરૂ કરી શકે.. તે રાત દિવસ ચિંતામાં રેહતાં. મનોજભાઇને થયું કે આમ ક્યાં સુધી ચાલશે ? આટલું વિચારતાં જ રસ્તામાંથી તેમને વીસ રૂપિયાની નોટ મળે છે. અને એ વીસ રૂપિયા માંથી તેઓ એક નાનકડો છોડ ખરીદે છે. અને થોડાક બી પણ ખરીદે છે. અને તેમાંથી નાનાં છોડ બનાવીને વેચવાનું શરૂ કરે છે.
ધીરે-ધીરે એક મોટી નર્સરી ઉભી કરી દે છે. અને તેમાંથી લાખ્ખો રૂપિયાં કમાઇને, ફરીથી તેઓ પોતાની મૂળ પરિસ્થિતિમાં આવી જાય છે. અને ગુમાવેલું ધન ફરીથી પાછું મળી જાય છે. કરેલું કદી વ્યર્થ જતું નથી મહેનતથી પોતાનું સાચું ધન પાછું મેળવી શકાય છે.
