Krishna Agravat

Children Stories Inspirational

3  

Krishna Agravat

Children Stories Inspirational

ઉડાન

ઉડાન

1 min
149


સંજયભાઈનો નાનો દીકરો દેવાંશ ભણવામાં ખૂબ જ હોશિયાર. સાથે સાથે રમત-ગમતની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતું સ્થાન ધરાવતો હતો. એક દિવસ વેકેશનનાં સમયમાં સંજયભાઈ પોતાનાં ફેમિલી સાથે ટ્રેકિંગનું આયોજન કરે છે. બધા જ ટ્રેકિંગ કરવાં માટે ખૂબ જ ઉત્સુક હોય છે. મોટા મોટા પર્વતોનાં ચઢાણો સર કરવાં આતુર હોય છે. 

દેવાંશને પર્વત પર ચડતાં એક અકસ્માત નડે છે. અને ખૂબ ઈજા થાય છે. સંજયભાઈ તરત જ તેને હોસ્પિટલ લઈ જાય છે. ડોક્ટર કહે છે કે, " દેવાંશનો પગ કાપવો પડશે." પરિવારના બધા સભ્યો ચર્ચા કરીને દેવાંશનો કાપી નાખવાં માટે સહમતી આપે છે. 

દેવાંશની પર્વતારોહણની ઈચ્છા અધૂરી રહી જાય છે. પરંતુ એ મનોમન નક્કી કરે છે. કે ગમે તે થાય મારે પર્વતારોહણ કરવું છે. તેની આ જ હિંમત તેને ઊડવા માટેની શક્તિ આપે છે. 

દેવાંશ હિંમતથી ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. અને સમય જતાં તેનું આ સપનું પૂરું કરવાં માટે સંજયભાઈ તેને ખૂબ સપોર્ટ કરે છે. એક પગે પણ તેનું ચડાણ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. અને ગિનીસ રેકોર્ડમાં નોંધ થાય છે. દેવાંશની આ પ્રબળ ઈચ્છા, હિંમત દરેક વ્યક્તિને માટે પ્રેરણા પૂરી પાડે છે. 


Rate this content
Log in