Krishna Agravat

Horror

3  

Krishna Agravat

Horror

ડાર્ક નાઇટ

ડાર્ક નાઇટ

2 mins
236


"અરે, અરે રોકો રોકો" એવી બૂમો પાડીને એક છોકરી રસ્તા વચ્ચે બે હાથ આડા કરીને ઉભી રહે છે. તેનો ચહેરો ખૂબ ડરામણો હોય છે.  ગાડી તરત જ સ્પીડમાં બ્રેક મારીને ઉભી રહે છે. અંદર ચાર મિત્રો બેસેલા હોય છે. બહાર નીકળવાની હિંમત થતી નથી. કેમ કે અંધારી રાત હોય છે. છતાં પણ એક બહાદુર ચિરાગ નામનો છોકરો હિંમત કરીને ધ્રૂજતો ધ્રૂજતો ગાડીની બહાર આવે છે. 

હિંમત કરીને ધીરે ધીરે એ છોકરી પાસે જાય છે. પણ એની આંખો તો મોટી મોટી, ભૂરી ભૂરી, એકદમ ડરામણી હોય છે ચિરાગ એ છોકરીને પૂછે છે, "તારું નામ શું છે ?"

છોકરી એકદમ ડરામણાં અવાજમાં જવાબ આપે છે. "પરીરરરર"

ચિરાગ તેને પૂછે છે, "અંધારી રાતમાં તું શું કરે છે ?"

છોકરી કહે છે, "હું રસ્તો ભૂલી ગઈ છું. મારી માતા આ રસ્તા તરફ ગઈ છે. મને બીક લાગે છે. તો મને મદદ કરો."

 ચિરાગ તરત જ ગાડી પાસે જઈને તેનાં મિત્રોને કહે છે. "ચાલો, આપણે આ છોકરીની મદદ કરવી જોઈએ." હિંમત કરીને તેનાં મિત્રો એ છોકરીને સાથે લઈને, છોકરી રસ્તો બતાવે ત્યાં આગળ જાય છે. ગાઢ જંગલ, સુમસાન રસ્તો, અંધારી રાત, ડરામણાં અવાજો લગભગ રાતના 1:00 વાગ્યો હોય છે. એ છોકરી ખંડેર જેવી હવેલી પાસે લઈ જાય છે. અને અચાનક જ અદ્રશ્ય થઈ જાય છે. પેલાં ચારેય મિત્ર તો ખૂબ ગભરાઇ જાય છે. હવેલીનો દરવાજો ખખડાવે છે. અંદરથી એક મૂંગો ડોસો બહાર આવે છે. 

ચારેય મિત્રોમાંથી ચિરાગ આગળ આવી અને એ ડોસાને કહે છે. અમે આવી અંધારી અને સુમસાન જગ્યાં પર ભૂલાં પડ્યાં છીએ. અમને રાત રોકાવા માટે શું એક રૂમ આપશો. ડોસો ઈશારો કરીને ના પાડે છે. પરંતુ ચિરાગ જબરજસ્તી ડોસાને મનાવે છે. અને રાત રોકાઈ છે.

એ રાત ખરેખર ડરામણી હોય છે. પૂનમનાં ચંદ્રનું અજવાળું એ હવેલીને કોઈક અલગ જ પ્રકાશ આપતું હોય એવું લાગે છે. ચારેય મિત્રમાંથી ચિરાગની મિત્ર સ્ટેલા વોશરૂમમાં જાય છે. ત્યાંથી તેને કોઈ રડતું હોય તેવાં અવાજો આવે છે. સ્ટેલા તરત જ ગભરાઇને નીચે આવી જાય છે.

નીચે બેસેલાં બધાં મિત્રોને આ વાત કરે છે. ચિરાગ કહે છે. આપણે બધાં મળીને તપાસ કરીએ અહીંયા કંઈક તો અજીબ છે. તેઓ હવેલીમાં ખૂણે ખાંચરે બધી જ તપાસ કરે છે. એક ખંડેર જેવાં રૂમમાં પ્રવેશે છે. એક મોટુ ડરામણું બોક્સ પડેલું હોય છે. બોક્સ ખોલીને જોવે છે. તો અંદર પેલી છોકરી પુરાયેલી હોય છે. તેઓ ખૂબ ડરી જાય છે. અને તરત જ બહાર આવી જાય છે. પેલાં ડોસાને મળે છે. અને ડોસો બધી વાત ઈશારાથી સમજાવે છે. જેમ તેમ કરીને તેઓ અંધારી રાત પસાર કરે છે. સવાર પડે છે. ત્યારે થોડો નિરાંતનો શ્વાસ લે છે.

 ડોસાની સલાહ લઈને, તેને રસ્તો પૂછે છે. અને ત્યાંથી નીકળી જાય છે. ઘણી મુસીબતો પસાર કરીને તેઓ સમી સાંજે હેમખેમ ઘરે પહોંચે છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror