Krishna Agravat

Inspirational

3  

Krishna Agravat

Inspirational

અનમોલ રતન

અનમોલ રતન

2 mins
163


સિમરન, રાજ, પ્રિયા, રિતેશ, ચારેય ખૂબ સારાં મિત્રો. કોલેજમાં સાથે જ અભ્યાસ કરવાં એક બેંચ પર બેસતાં. રાજ દેખાવે ખુબ જ સુંદર હતો. પરંતુ ભગવાને એક કમી રાખી આંખોની. તે જન્મથી જ અંધ હતો. તેનાં માતા-પિતાએ તેને આંખોની કમી ક્યારેય મહેસૂસ ન થવા દીધી હતી. તેની આંખો બનીને હર પલ તેની સાથે રહેતાં.. 

અભ્યાસનાં સમયમાં તેનાં માતા-પિતાની સાથે સાથે તેનાં આ મિત્ર સિમરન, પ્રિયા, અને રિતેશ હંમેશા તેની મદદ કરતાં. સિમરન, રાજની ખાસ મિત્ર હતી. તેને રાજ પહેલેથી જ ખૂબ ગમતો. પરંતુ તેને થતું કે રાજને આંખો ન હોવાથી કદાચ તેને અપનાવશે નહીં. એટલે પોતાનાં મનની વાત મનમાં જ રહેવા દીધી.. 

એક દિવસ રાજનાં માતા પિતા રાજને ડૉક્ટર પાસે લઈ જાય છે. ત્યારે ડોક્ટર કહે છે. કે,"રાજની આંખો સારી થઈ શકે છે. જો કોઇ વ્યક્તિ તેની આંખો રાજને ડોનેટ કરે."

આ વાતની જાણ સિમરનને થાય છે. અને સિમરન એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાની આંખો રાજને ડોનેટ કરે છે. સિમરને જાણે રાજને એક નવી દુનિયા આપી.

રાજને આ વાતની જાણ થતાં તે સિમરનનો ખુબ આભાર માને છે. સિમરને પોતાનું અનમોલ રતન રાજને દાનમાં આપ્યું. એ પણ કોઈપણ અપેક્ષા વગર, આ ઋણ રાજ કઈ રીતે ચૂકવી શકે ? 

પ્રિયા અને રિતેશ, રાજને કહે છે. કે, "સિમરન તને ખૂબ જ પ્રેમ કરે છે. હવે સમય આવી ગયો છે. કે તારે સિમરનનો હાથ પકડી, જિંદગીભર સાથ નિભાવીને ઋણ ચૂકવવાનો..

રાજ પણ સિમરન સાથે લગ્ન કરીને આજીવન તેનો સાથ નિભાવે છે. અને તેનું અનમોલ રતન બનીને ક્યારેય સિમરનને આંખની કમી મહેસૂસ થવાં દેતો નથી. સિમરનને પણ વગર આંખે જાણે નવો ઉજાસ મળ્યો અને બંને સુખેથી લગ્ન જીવન જીવવા લાગ્યાં. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational