Krishna Agravat

Children Stories Inspirational

4.2  

Krishna Agravat

Children Stories Inspirational

કર્મનું ફળ

કર્મનું ફળ

2 mins
237


સુરેશભાઈ અને મંજુબેનના લગ્ન થયાં હતાં. ખુબજ ખુશી પોતાનું જીવન જીવતાં હતાં. થોડામાં પણ પોતાનું જીવન ચલાવતાં હતાં. તેમની ખુશીમાં બમણો વધારો થયો. તેમને ત્યાં દીકરાનો જન્મ થયો.

પોતાનાં દીકરા વિજયને ખૂબ જ સારું પાલનપોષણ આપ્યું. તેની તમામ ઈચ્છાઓ પૂરી કરી ભણાવવામાં, ગણાવવામાં તેને તમામ જરૂરિયાતો પૂરી કરવાનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું.

ધીરે-ધીરે દીકરો મોટો થયો. નોકરી કરતો થયો. થોડી ઘણી કમાણી પોતાનાં પિતાને આપતો અને તેમાંથી સુરેશભાઈ પોતાની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરતાં. 

 સમય જતાં વિજયના લગ્ન નિયતિ સાથે કરાવવામાં આવ્યાં. નિયતિ પૈસાદાર પરિવારમાંથી હતી. ખૂબ જ મોજશોખથી રહેલી હતી. 

સુરેશભાઈ અને મંજુબેન થોડાં જૂનવાણી વિચારનાં હતાં. તેથી નિયતિને તેમની સાથે ફાવતું નહીં. રોજ રોજ લડાઈ-ઝઘડાં થતાં. સમય જતાં મંજુબેનનું તબિયત બગડવાથી મૃત્યું થયું. સુરેશભાઈ સાવ એકલા પડી ગયા. પરંતુ સમય જતાં નિયતિને ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે સુરેશભાઈને તો જાણે એક રમકડું મળી ગયું. તેઓ ખૂબ જ ખુશ થઈ ગયાં આખો દિવસ બાળકને રમાડયાં કરે, વાર્તાઓ કહે, ગાર્ડનમાં ફરવા લઈ જાય... આ રીતે તેમનો સમય પૂરો થઈ જતો.

નિયતિનો દીકરો નિયતિ કરતાં તેનાં દાદા સાથે વધારે રહેતો. તેને દાદા સાથે ખૂબ લગાવ હતો. નિયતીને આ ગમતું નહીં. તેથી તેણે નક્કી કર્યું. કે સુરેશભાઈને વૃદ્ધાશ્રમમાં મુકી આવવાં. નિયતીએ તેનાં પતિ વિજય ને કહ્યું. અને તેઓ સુરેશભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે.. નિયતિનો દીકરો ખૂબ જ રડે છે. તેનાં મમ્મીને કહે છે. "દાદાને વૃદ્ધાશ્રમમાં ન મોકલો."

થોડાં સમય પછી સુરેશભાઈ પૌત્રનાં વિરહમાં બીમાર પડી જાય છે. વૃદ્ધાશ્રમમાંથી ફોન આવે છે. સુરેશભાઈની તબિયત ખરાબ છે. અને તેઓ તેમનાં પુત્રને મળવા ઈચ્છે છે. તો તમે આવી જાવ.

વિજય અને નિયતિ દીકરાને લઈને દાદાને મળવાં જાય છે. સુરેશભાઈ પોતાનાં પૌત્રને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. દીકરો પણ દાદા ને જોઈને ખૂબ જ વહાલ કરે છે. થોડીવાર મળીને તેઓ ત્યાંથી નીકળી જાય છે. 

વિજયનો દીકરો રસ્તે તેને કહે છે. " પપ્પા, તમે પણ દાદા જેટલી ઉંમરનાં થશોને ત્યારે હું પણ તમને વૃધ્ધાશ્રમમાં મુકી આવીશ. આ વાક્ય સાંભળી વિજય અને નિયતિને ખૂબ દુઃખ થાય છે. તેમને બધી જ પરિસ્થિતિ સમજાઈ જાય છે. "કર્મ તેવું ફળ" આપણે ભોગવવું પડશે. આપણે જેવું કરીશું એ જોઈને આપણાં બાળકો પણ આપણી સાથે એવું કરશે. આવું વિચારીને તેમને પોતાનાં નિર્ણય પર પસ્તાવો થાય છે. અને તેઓ તરત જ ગાડી વાળીને સુરેશભાઈને પોતાનાં ઘરે પાછાં લઈ આવે છે. અને ખુશીથી રહેવા લાગે છે. પૌત્ર અને દાદાનું મધુરુ મિલન થાય છે.


Rate this content
Log in