Krishna Agravat

Romance

3  

Krishna Agravat

Romance

ભીની લાગણી

ભીની લાગણી

2 mins
223


સૂકી પટ જમીન, સૂકાયેલાં ખેતરો, બળબળતો તાપ જાણે ખેડૂતો માટે શ્રાપ.

દેવાભાઈ ખેડૂતની દીકરી રીવા શિવમ ને ખુબ જ પ્રેમ કરતી હતી. બંને રોજ ખેતરોમાં સાથે કામ કરતાં, ઝાડ નીચે સાથે જમવાં બેસતાં, સાથે ખેતર આવતાં, સાથે ઘરે જતાં, ખુબ મજા કરતાં.

રીવા અને શિવમનાં પ્રેમની આખા ગામમાં ચર્ચાઓ થવાં લાગી આડોશી પાડોશી દેવાભાઈ ને કહેતાં કે, " હવે તમારી દીકરીને પરણાવી દો. નહીતો ગામમાં મો બતાવવાને લાયક રહેશો નહીં."

દેવાભાઈ એક દિવસ ખેતરે જાય છે. રીવા અને શિવમને બોલાવે છે. દેવાભાઈ શિવમને કહે છે, " શિવમ અને રીવા તમારુ પ્રેમ પ્રકરણ બંધ કરજો. નહીં તો હું ગામમાં મોં બતાવવાં ને લાયક નહી રહું."

શિવમ કહે છે, " હું તમારી દીકરીને ખૂબ જ પ્રેમ કરું છું. અને અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ. ત્યારે દેવાભાઈ કહે છે. "બેટા, અમે રહ્યાં ગરીબ ખેડૂત..અમારી દીકરીને તમારાં જેવાં મોટાં કુટુંબમાં કેવી રીતે પરણાવી શકીએ..?

શિવમ દેવાભાઈને કહે છે. "એ બધું તમે મારાં પર છોડી દો, તમારી દીકરીને પરણાવવાની ચિંતા તમે જરાય ન કરો. મારાં ઘરનાને હું મનાવી લઈશ. બસ તમારી મંજૂરી જોઈએ છે. આજે તમારી દીકરીનો હાથ તમારી પાસે માંગુ છું."

દેવાભાઈ હા તો પાડી દે છે. પણ એમને ચિંતા થાય છે. કે, "દીકરીનાં લગ્ન કેવી રીતે કરીશ ? વરસાદ છે નહીં. ખેતર સાવ સૂકું પટ પડેલું છે. દીકરીને પરણાવાનાં રૂપિયા ક્યાંથી લાવીશ..?

દેવાભાઈની ચિંતા ઈશ્વર સાંભળી લે છે. ધોધમાર વરસાદ આવે છે. ને ખૂબ જ સારો પાક થાય છે. અને પોતાની દીકરીને પરણાવવાં જેટલાં રૂપિયા ભેગા થાય છે. રીવા અને શિવમનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે. 

રિવાનાં જીવનમાં જાણે તેનાં પિતાએ નવો સૂરજ ઉગાડ્યો.. રિવાએ શિવમ સાથે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી.. રિવા અને શિવમની ભીની લાગણીઓને જાણે વરસાદે પલાળી દીધી... અને આ બાજુ વરસાદનાં કારણે સારો પાક થવાથી દેવાભાઈની પરિસ્થિતિ પણ થોડી સુધરી અને બંને પરિવાર એક થયા.


Rate this content
Log in

Similar gujarati story from Romance