STORYMIRROR

Krishna Agravat

Romance Tragedy

3  

Krishna Agravat

Romance Tragedy

નકાબ

નકાબ

2 mins
173

 "જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ,

એક ચહેરે પે કંઈ ચહેરે લગાં લેતે હૈ લોગ.".

આ સોંગ સાંભળતો, સાંભળતો અમન ધ્રુસકે ને ધ્રુસકે રડવાં લાગે છે. તેને રિયાની બેવફાઈ યાદ આવે છે. તે રિયા વિશે વિચારતો હોય છે.

કોલેજનાં એ દિવસો અમન ક્યારેય નહીં ભૂલી શકતો. જ્યારે અમન અને રિયા એકબીજાનાં પ્રેમમાં હતાં. સાથે રહેવું, મોજ મસ્તી કરવી, કલાકો સુધી ફોન પર વાતો કરવી્, આ બધાની જાણે અમનને આદત પડી ગઈ હતી. રિયા વગર તે એક પલ પણ રહી શકતો નહીં.. અમનનાં દિલ અને દિમાગમાં રિયાએ એવી જગ્યા બનાવી લીધી હતી. કે અમન બીજા વિશે ક્યારેય વિચારતો પણ નહીં.. 

રિયા એ પણ નવાં નવાં સંબંધો હતાં ત્યાં સુધી, અમન સાથે ખૂબ મજા કરી. જેમ સંબંધો જુનાં થતાં ગયાં તેમ તેમ તેનું મન અમન ઉપરથી ઊતરતું ગયું. રિયાનાં જીવનમાં એક નવી વ્યક્તિ પ્રવેશે છે. જેનું નામ હોય છે પિયુષ... અમન રિયાની અમુક ફરમાઈશો પૂરી કરી શકતો નહોતો. જેનાં કારણે રિયાએ અમન સાથે બેવફાઈ કરી તે અમન સાથે પણ રહેવાનો પ્રયત્ન કરતી. અને પિયુષ સાથે પણ... 

ધીરે ધીરે રિયા નું વર્તન અમન સાથે બદલાતું ગયું. તે જુઠું બોલવાં લાગી. હર એક વાત અમનથી છુપાવવા લાગી. અમન રિયાના આ વર્તનથી ખૂબ દુઃખી થવાં લાગ્યો. 

એક દિવસ રિયા એ અમનને કહ્યું કે,"અહીં આપણાં સંબંધો પૂરાં કરીએ તું હવે તારાં રસ્તે જઈ શકે છે. અમનના માથે જાણે દુઃખનાં પહાડ તૂટી પડ્યાં હોય તેમ તે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યોઅમને રિયાને ઘણી સમજાવી પરંતુ રિયા સમજી નહીં. કેમકે તેણે બેવફાઈનો નકાબ પહેરેલો હતો..તે અમનની સાચી લાગણીને સમજી શકી નહીં. 

રિયાનાં આવાં ડબલ ચહેરાનાં કારણે અમનની લાઈફ પૂરેપૂરી બરબાદ થઈ ગઈ. તે રિયાથી દુરી બરદાસ્ત ન કરી શક્યો. અને રિયાનાં આવાં બેવડા નકાબનાં કારણે અમને પોતાની જિંદગી ગુમાવવાનો નિર્ણય લઈ લીધો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance