વિવિધતામાં એકતા
વિવિધતામાં એકતા
રીમા ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી. તેની શાળામાં દરેક જાતિનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતાં. એક દિવસ શાળામાં સ્પર્ધા રાખવામાં આવી. અલગ-અલગ ધર્મનાં વિદ્યાર્થીઓ એ પોતાનાં ધર્મ વિશે થોડું વક્તવ્ય રજૂ કરવાનું હતું. જેમાં ઘણાં વિદ્યાર્થીઓ એ એક પછી એક પોતાનાં ધર્મ વિશે નવી નવી માહિતીઓ આપી.
રીમા એ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેણે દરેક ધર્મને પૂરતું સન્માન આપીને "સર્વ ધર્મ સમાન" વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું.
રીમાએ કહ્યું, "ભારત દેશ સર્વ ધર્મ સમાનતામાં માને છે. દરેક ધર્મને એક સરખું મહત્વ આપવામાં આવે છે. અલગ અલગ જાતિનાં લોકો પણ ભારતમાં હળીમળીને રહે છે. મુશ્કેલીનાં સમયમાં એકબીજાને મદદ પણ કરે છે. નાનાં મોટાં ઝઘડાઓ નું સમાધાન કરીને ફરી એક થઈ જાય છે. ભારતની સંસ્કૃતિ અદભુત અને પૂજનીય છે. જેનું શબ્દ દ્વારા વર્ણન કરવું શક્ય નથી. કોઈપણ ધર્મ ક્યારેય કોઇને ગેરમાર્ગે દોરતો નથી. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવાનો અધિકાર છે".
રીમાનાં સર્વ ધર્મ સમાનતા અને પોતાની જન્મભૂમિ ભારત પર વક્તવ્ય રજૂ કરતાં રીમાનાં વિચારોને આવેલાં મહેમાનો બિરદાવે છે. રીમાંને પ્રથમ નંબર આપી પ્રોત્સાહિત ઇનામ પણ આપે છે. અને ઉપસ્થિત મહેમાનો એક પછી એક પોતાનું બે પાંચ લીટીમાં વક્તવ્ય રજૂ કરે છે. અને કહે છે, "ભારતની ભૂમિ ખૂબ જ પવિત્ર છે. જયાં અલગ-અલગ ધર્મ, અલગ પહેરવેશ, અલગ ભાષા, અલગ વિચારોનાં લોકો રહે છે. છતાં પણ બધા જ હળીમળીને રહે છે. એ આપણા માટે ગર્વ લેવાં જેવી વાત છે."
સ્પર્ધામાં ઉપસ્થિત તમામ લોકો પ્રતિજ્ઞા લે છે. અમે બધાં જ ભાઈ બહેનની જેમ હળી-મળીને રહેશું. અને દેશ માટે જરૂર પડે ત્યારે બલિદાન આપવા માટે પણ હાજર રહીશું. આ સાથે સ્પર્ધામાં ઉપસ્થિત તમામ લોકો એક નવો સંદેશો લઈને પોતાનાં દેશ માટે કંઈક નવું કરવાની પ્રેરણા લઈને વિદાય લે છે.
