પુષ્પા બાઝનેટઃ કર્મ અને મર્મ
પુષ્પા બાઝનેટઃ કર્મ અને મર્મ
અનાથ બાળકોની પાલક માતા જેવું વિશિષ્ટ કામ કરનાર, પુષ્પા બાઝનેટ આ વિશિષ્ટ મહિલા છે. નેપાળ જેવા ગરીબ દેશમાં જે સંતાનોના જેલમાં રહેલા મા-બાપ પોતાના બાળકોને ઉછેરી શકતા ન હતા એવા મા-બાપના સંતાનાનો જેલમાં ઉછેરવામાં આવતાં અથવા રખડતાં છોડી દેવામાં આવતાં. પુષ્પાનાં અંતરમાં માતા જેવું વહાલ પ્રગટ્યું. કોઈ આંતરિક અવાજ સંભળાયો અને તેને આવા અસલામત બાળકોની માતા થવાનું બીડું ઝડપ્યું. તે માનતી કોઈપણ ખોટું કાર્ય ન કર્યું હોવા છતાં આ બાળકોને જેલમાં રહેવું પડે છે તે યોગ્ય નથી. તેથી મારું મિશન છે કે કોઈપણ બાળક જેલની દિવાલ પાછળ ઉછેરાવું ન જોઈએ. તે કહેતી, 'હું કદી થાકતી નથી. બાળકો મને તાકાત બક્ષે છે. મારા બાળકોનું હાસ્ય મને પ્રોત્સાહિત કરે છે.' બાળકો પુષ્પાને 'મામુ' કહેતા. તેનો અર્થ મમ્મી થાય છે. તેમને હસ્ત ઉદ્યોગની કળામાં કેળવી બાળકોને કાર્ડઝ બનાવતા અને સાદાઈથી રહેતા શીખવ્યું. આમ, તેને 'એકેડેમીક એવોર્ડ' મળ્યો હતો. નેપાળ જેવી ગરીબ દેશની એક મહિલા, કેદી માતાપિતાનાં બાળકો માટે 'યશોદા' બની આજે પ્રશંસનીય કાર્ય કરી રહી છે.
