Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Jitendra Padh

Romance


3  

Jitendra Padh

Romance


પત્ર એટલે છલકાતી લાગણી

પત્ર એટલે છલકાતી લાગણી

2 mins 71 2 mins 71

પ્રિય હૃદયેશ્વરી,

સ્મૃતિ ઉપવનમાં લાખ લાખ યાદ.

વતન અને વિદેશની વચ્ચે ઉડાઉડની જિંદગી વસમી છતાં મીઠી અને મોહક. પત્રમાં લાગણીની ભીંજાશ કદી ઊડતી નથી, એ તો શબ્દ મરોડે અંગડાઈ બની ઝૂમે ત્યારે મારાથી તું કલ્પન સુંદરી થઈ મારાથી સર્જન કરાવે છે. આ પળ મારી સાધના સમાધિ !!!!-તને મન ભરી લખ્યું છતાં ધરા ના નવરંગ અને આસમાની મેઘધનુષ્ય રંગો થકી ધરવ થતો નથી, વીજાણુ માધ્યમે વ્હાલી, પત્રની આતુરતા અને વાટ નિરખતી અધીરાઈ ક્યાંથી મળે ? તેં મારા પત્રો વિષે નોંધ લેતાં કહેલું 'મારી સહેલીઓને આવા પત્રો મળતાં નથી, તે મારી ઇર્ષ્યા કરે છે 'જોકે મને પણ એમ થાય છે આ સાલું વળગણ ગજબ છે ?.સખી,તને સમજાવું .....

બે દિલોનો મૂંગો પ્રવાસ,અક્ષરદેહે આલિંગન તે પત્ર ; પત્ર એ લાગણીનો દસ્તાવેજ છે, જવાબ એ સ્વીકૃતિનો અહેસાસ છે; નથી મળતો જવાબ તો વિચારોનો વંટોળ નાહક પજવે છે આ સનાતન સત્ય સ્વીકારીને ચાલવું પડે -સાચી મિત્રતા,/સાચા સંબંધો ચુપકીદી સેવી ના શકે ...મૌન ની ભીતર પણ અનુભૂતિનો અવાજ ડઘાય છે સમય નથી મળતો એ વાત અર્ધ સત્ય માનું છું ; તમારુ મન એ જ કરે છે જે એને ગમે છે ;માટે મનને દોરાવવું પડે ત્યારે સહજતા સુધી પહોચી શકાય. બાકી ટાળવા માટે છટકબારીનો માર્ગ કાયમ જૂઠનો આશરો સરળતાથી અપનાવી ખોટો સંતોષ પ્રાપ્ત કરી લે છે અને તેથી સંબંધો સાચવવા હોય તો પત્ર. ઇમેલ નો તુરંત જવાબ આપવાની ટેવ પાડો જવાબ આપતી વખતે ઔપચારિકતા નાં આવે,ઉછળતી લાગણીના સ્પંદનો ને સ્થાન આપો. આ અઘરું કામ નથી માત્ર ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છા ત્યારે જાગે જયારે સાચી આત્મીયતા જાગે. સ્વજન પ્રત્યે હમદર્દી જાગેલી હોય કે પછી પોતાપણું હોવાનો અનુભવ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ઇશ્વર કૃપાએ તમને પ્રાપ્ત થયું હોય પત્ર પામવો એ પણ સદ્દભાગ્ય છે. વ્યક્તિઓ માત્ર ધંધા કે લેણદારો પૂરતો જ પત્ર વ્યવહાર કરવામાં જિંદગી ખર્ચી નાંખે છે, વિચારોને સાથી સાથે વક્તવ્ય કરવાની તમને આવડત ઈશ્વરે આપી હોય તો આળસુ બની સમય બગાડવો તે બેવકૂફી છે,જાગો વિચારો અને ઊઠો કલમ પકડો અને લખવાની વૃત્તિને પ્રથમ પ્રાધાન્ય આપતા શીખો -જીવનમાં નવી સ્ફૂર્તિ આવશે મારો સ્વ અનુભવ છે ; આ વાત તારી સખી સમજી જાય તો જીવનમાં વસંત પાંગરશે.

પત્નીના સ્વામી બનવું સહેલું છે, પૈસાના લક્ષ્મી પતિ થવું સહેલું છે, મઠ પતિ થવું કઠિન પણ અશક્ય તો નહીં પરંતુ શબ્દપતિ થવું દોહ્યલું છે..જો કે એ વાત પણ સાચી છે કે પત્રમાં પ્રેમ શબ્દ ના સાથિયા નહીં પણ ભાવનાની અભિવ્યક્તિ જોવાય, સ્વજનની હર વાત મીઠી જ લાગે.

અરે ! હું તો ક્યાં ખોવાઈ ગયો, તમે બધા કેમ છો ? વતન મને અને પરદેશ તને વ્હાલું લાગે -ગજબ છે ને ? સમય દુન્યવી બંધનો નડે છે,ઓફિસ જવા બહાર ઉભેલી ગાડી આસન રૂઢ થવા ઈશારો કરે છે તારી સંભાળ રાખજે. તારી ખીલતી સુંદરતામાં ભાવિ આવનારા બાળનું સ્મિત ડોકાય છે અને એ મોંઘેરી મિરાત માટે હું વિદેશ અને તું વતનમાં ઝુરીએ છીએ.

લી.

તારો મ્હાયલાનો માણીગર -પાંદડું પરદેશી 


Rate this content
Log in

More gujarati story from Jitendra Padh

Similar gujarati story from Romance