The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Jyotindra Mehta

Romance Fantasy Thriller

3  

Jyotindra Mehta

Romance Fantasy Thriller

પ્રતિસૃષ્ટિ- અ સ્પેસ સ્ટોરી ૨૫

પ્રતિસૃષ્ટિ- અ સ્પેસ સ્ટોરી ૨૫

6 mins
433


(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ જયારે વેહિકલમાં પહોંચે છે ત્યારે યુવાન બની ગયો હોય છે અને તે એવી સૂચના આપે છે કે સિકંદરનો સામનો ત્યાંજ કરવો પડશે. કેલી અને તેની ટીમ રોબોટ બનાવવામાં સફળ થાય છે પણ શ્રેયસ ને હિસાબે તે ઉપયુક્ત નથી હવે આગળ )

     

   કેલીએ ઉત્તેજિત થતા કહ્યું તમે કહેવા શું માંગો છો ? શ્રેયસે કહ્યું તું સમજી ગઈ છે હું શું કહેવા માંગુ છું. કેલીની આંખમાં ડર દેખાઈ રહ્યો હતો તેણે કહ્યું આ તો આત્મહત્યા કહેવાય અને હું તે માટે પરમિશન નહિ આપું તમને ખબર છે અંત માં રોબોટનો વિનાશ થવાનો છે. શ્રેયસે કહ્યું મને ખબર છે શું થવાનું છે પણ આખી માનવજાત ફક્ત મારા બલિદાનથી બચી જતી હોય તો તેનાથી રૂડું શું. રેહમનને છોડીને બાકી બધાએ એવું કરવાની ના પડી અને ઇયાને તો તેની જગ્યાએ પોતે રોબોટ સાથે એકાકાર થવાની વાત કરી પણ શ્રેયસ પોતાની વાતમાં મક્કમ રહ્યો એટલે બધાના હાથ હેઠા પડ્યા. કેલી રડી રહી હતી. શ્રેયસે કહ્યું તું રડ નહિ આપણું મિલન થઈને રહેશે, જો આપણું મિલન થવાનું ન હોત તો મને મારી યુવાની પછી ન મળત. તું ચિંતા ન કર હું જરૂર પાછો આવીશ. પછી કેલીએ શ્રેયસને એક ઈંકયુબેટરમાં સુવાનું કહ્યું અને રોબોટ ને તે ઈંકયુબેટરમાં પ્રવેશવાની ઇન્સ્ટ્રક્શન આપી અને ખાસ્સીવાર સુધી તે કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ કરતી રહી અને જયારે તેની આંગળીઓ થોભી ત્યારે તેનો બનાવેલો પોરસ શ્રેયાંસની અંદર સામે ગયો હતો. શ્રેયસ બેભાન હતો. કેલી એ ઇનકયુબેટરનો દરવાજો ખોલ્યો અને શ્રેયસની નાડી તપાસવા લાગી. તેની નાડી ધીમી પડી રહી હતી અને તે બંધ થઇ ગઈ. તેણે શ્રેયાંસના હૃદયના ધબકારા ચેક કર્યા તે બંધ થઇ ગયા હતા. તેણે પોતાના બંને હાથ શ્રેયસની છાતી પર મૂક્યાં અને જોર જોરથી દબાવવા લાગી, બધા બાજુમાં ઉભા હતા પણ તેને કઈ કહેવાનું સાહસ કોઈનામાં ન હતું. તે આક્રોશમાં પાગલની જેમ લવારા કરી રહી હતી એક વાર ઉઠી જા મેં ના પડી હતી છતાં તે આ સાહસ કર્યું. આપણે પૃથ્વી પર પાછા જઈશું, દરિયાકિનારે ઘર બનાવીશું. તું માછલી પકડીને લાવજે હું તારા માટે માછલીની સ્વાદિષ્ટ વાનગી બનાવીશ. તને ભાવતી બધી વસ્તુઓ બનાવીશ. રેહમનને ડોક્ટરને એન્દ્રિમાંજ પાછા મોકલી દેવાની વાત પર અફસોસ થઇ રહ્યો હતો. પછી કેલીએ પોતાના પ્રયાસો પડતા મૂકી અને તેની છાતી પર માથું મૂકીને રડવા લાગી, પછી તેણે શ્રેયાંસના હોઠ પર હોઠ મૂકી અને ચસચસતું ચુંબન કર્યું અને જાણે તેના એક ચુંબનથી શ્રેયસ જીવિત થયો હોય તેમ શ્રેયસે આંખો ખોલી દીધી. તેની આંખોની કીકીનો રંગ બદલાઈને સોના જેવો પીળો થઇ ગયો હતો તેનું હૃદય ફરીથી ધડકવા લાગ્યું હતું. તે ઉભો થઇ ગયો હતો. બધાના ચેહરા પર ખુશીની લહેર આવી ગઈ હતી. જોવાલાયક કેલીનો ઉન્માદ હતો. તે ઉન્માદમાં તેને ભાન ન હતું કે તે શું કરી રહી છે. તે કોઈ વાર શ્રેયસ ના ગાલ પર કોઈ વાર હોઠ પર તો કોઈવાર ગળા પર ચુંબન કરી રહી હતી. રેહમને ઈશારો કર્યો એટલે બાકી બધા ત્યાંથી નીકળીને કંટ્રોલ રૂમમાં ગયા.


હંમેશા શ્રેયસના ચેહરા પર છવાયેલા રહેતા કોમળ ભાવોએ રુક્ષતાનું રૂપ લઇ લીધું હતું. તેણે કેલીને કહ્યું આ પ્રેમનો નહિ યુદ્ધનો સમય છે આવ મારી સાથે એમ કહીને તેનો હાથ પકડીને કંટ્રોલ રૂમ તરફ લઇ ગયો જયારે કેલી ચાલતા ચાલતા પણ તેને પ્રેમથી નિહારી રહી હતી તે સાચા અર્થમાં પ્રેમદિવાની બની ગઈ હતી અને તેને ખબર નહોતી કે આ દીવાનાપણું આગળ જઈને શ્રેયસની રક્ષા કરવાનું હતું. કંટ્રોલ રૂમમાં આવીને તેણે રેહમનને ઉદ્દેશીને કહ્યું કેપ્ટ્ન હવે તમે આ વેહિકલ લઈને પ્રોડિસ તરફ પાછા વળી જાઓ, હું સિકંદરની અહીં જ રાહ જોઇશ અને હું સિકંદરને પતાવીને ત્યાં પાછો આવીશ. રેહમને કહ્યું પણ. શ્રેયસે તેની વાત કાપી દીધી અને કહ્યું મને ખબર છે મારે શું કરવાનું છે અને મને તે વિષે સ્પષ્ટ આદેશો મળી ગયા છે હવે આપ મારી ચિંતા કર્યાં વગર પાછા વળી જાઓ. પછી તેણે બધા સાથે હાથ મિલાવ્યા અને કેલીને માથે ચુંબન કર્યું અને એકજ ક્ષણમાં વહિકલની દીવાલની આરપાર નીકળી ગયો હવે તે અંતરિક્ષમાં તારી રહ્યો હતો કોઈ પણ જાતના આધાર વિના. રેહમને પાઇલટને પાછા વાળવાનો આદેશ આપ્યો. શ્રેયસ ત્યાં સુધી વેહિકલને તાકી રહ્યો જ્યાં સુધી તે વર્મ હોલમાં દાખલ ન થયું.

 

    થોડા પાછળના સમયમાં જઇયે.

    સિકંદર અંતરિક્ષમાં પ્રકાશની ગતિથી પ્રવાસ કરી રહ્યો હતો. પૃથ્વી પરથી તેને નીકળ્યાને ૧૫ દિવસ થઇ ગયા હતા. ત્યાં તેને ખુબ દૂર એક સ્પેસવેહિકલ અસાધારણ ગતિથી તેની દિશામાં આવતું દેખાયું. તેણે પોતાને તૈયાર રાખ્યો અને પોતાની ગતિ અને તે વેહિકલની ગતિનું સંતુલન બનાવીને તે વેહિકલમાં ગરી ગયો. તે થોડીવાર સુધી અંદરની દીવાલો સાથે અથડાતો કૂટાતો રહ્યો પણ પછી સંતુલન બાનવીને ઉભો થયો. તેણે બધી જગ્યાએ નજર ફેરવી અને જોયું કે તે વેહિકલના નીચલા ભાગમાં છે. તે ફરી પાર્ટિકલના સ્વરૂપમાં આવીને ઉપર ગયો. તેણે જોયું કે તે એક વિચિત્ર દેખાતા જીવની સામે ઉભો હતો. તે વિચિત્ર જીવ ખુરસીમાં બેસીને કોઈને અજાણી ભાષામાં આદેશ આપી રહ્યો હતો. તે જીવ લગભગ ૭ ફૂટ ઊંચો હતો તેની આંખો ગોળ હતી અને માથે સોનેરી જુલ્ફાં હતા, નાકની જગ્યાએ એક કાણું હતું તેના પર એક નાની ઝાલર હતી અને હોઠ તો જાણે હતા જ નહિ અને કાનની જગ્યાએ કાણા હતા. સિકંદરે તેની તરફ જોયું અને હેલો કહ્યું અર્પણ સિકંદરને ખબર નહોતી કે તે પાછળ એક જીવ પહોંચી ગયો હતો. તે જીવે પાછળથી સિકંદરને ધક્કો માર્યો એટલે તે નીચ ખોપડી ગયો. તેણે પોતાની ગન સિકંદર તરફ તાકી અને તે ફાયર કરે તે પહેલાજ તે નીચે પાડીને તડફડી રહ્યો હતો અને સિકંદર તેની પાછળ ઉભો ઉભો હસી રહ્યો હતો. ખુરસીમાં બેસેલા જીવની આંખોમાં ડર દેખાવા લાગ્યો હતો, તેનો અંગરક્ષક તેની આંખ સામે દમ તોડી રહ્યો હતો. ત્યાંજ પાછળથી બિલ્વીસ આવ્યો. સિકંદર તેને જોઈને સમજી ગયો કે તે પૃથ્વીવાસી છે. તેણે બિલ્વીસને પૂછ્યું આને પૂછ કે હું પૂછી રહ્યો છે કે આ કોણ છે ? બિલ્વીસે દૂરથી જોયું હતું કે અંગરક્ષક કેવી રીતે માર્યો તેથી દુભાષિયા બનવામાં સાર છે એવું તે સમજી ગયો હતો. બિલ્વીસે તે વાત તે જીવ ને કરી અને. તે જીવે કહ્યું અમે બિલાકીન્સ છીએ અને બિલકિન્સ ગ્રહના નિવાસી છીએ. સિકંદરે પૂછ્યું તો પછી પ્રોડિસો કોણ છે ? તે જીવે કહ્યું પૃથ્વીવાસી અમને પ્રોડિસના નામે ઓળખે છે. પણ તમે કોણ છો અને મારો અંગરક્ષક કેવી રીતે મરી ગયો? સિકંદરે કહ્યું હું આ સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ રોબોટ છું અને ખતરનાક પણ હું ચાહું તો હમણાંજ બધાને મારીને આ સ્પેસવેહિકલ મારા તાબામાં લઇ શકું છું પણ હું સહયોગમાં માનું છું અને તમારી ટેક્નોલોજીથી અભિભૂત થઇ ગયો છું તેથી તમે જીવતા છો. તેની વાત સાંભળીને બિલાકીન્સની આંખોમાં ક્રોધ ઉભરાઈ આવ્યો પણ પોતાના અંગરક્ષકની લાશ જોઈને તેને કાબુમાં કર્યો અને કહ્યું કે તમને અમારી પાસેથી શું સહયોગ જોઈએ છે ? અને બદલામાં તમે અમારા માટે શું કરશો ? સિકંદરે કહ્યું મને ઝડપથી વર્મ હોલ સુધી પહોંચવામાં મદદ કરો, અને તમને મારી પાસેથી શું જોઈએ છે. બિલાકીન્સે કહ્યું અમે અમારા માટે ઘર શોધી રહ્યા છીએ, અમારો ગ્રહ નષ્ટ થવાને આરે છે. સિકંદરની આંખોમાં ચમક આવી ગઈ અને કહ્યું હું તમને પૃથ્વી પર વસાવીશ આમેય માનવ ધરતી પર વસાવાને લાયક નથી મને તેમનાથી નફરત છે, એકવાર મારુ કામ પૂરું થાય એટલે માનવોને ધરતી પરથી ખતમ કરી દઈશ અને તમને ત્યાં વસાવીશ. બિલાકીન્સ તેની વાત સાંભળીને ખુશ થઇ ગયો.                          

             

શું સિકંદર વર્મ હોલ સુધી પહોંચી જશે ? માનવજાતને ખતમ કરવા તત્પર સિકંદર સફળ થશે ? જાણવા માટે વાંચતા રહો પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી   


Rate this content
Log in