"પૃથ્વી ક્રાંતિ "-વાર્તા સંગ્રહ - ૫ "રવિવાર"
"પૃથ્વી ક્રાંતિ "-વાર્તા સંગ્રહ - ૫ "રવિવાર"
એક બાપ-દીકરો બેય એક એવી ઘટના ચક્રમાં ફસાય જાય છે કે ત્યાંથી પાછા ફરવું એ મોતને જીતવા જેવું હતું. દીકરો દસ વર્ષનો, ઘણા રોગો પૃથ્વી પર માનવ શરીરમાં વસવાટ કરવા આવેલા તેમાંથી કોઈ એક રોગ દીકરાની માતાના શરીરમાં ફેલાવના કારણે માતા, બાપ-દીકરાને છોડીને સ્વર્ગે ચાલી ગયેલ. તેના પરિવારમાં બા તેમની સાથે રહેતા ને દીકરાની સંભાળ રાખતા. પિતા હાર્ડ વર્ક કારકુન હતા. દીકરાને માની ઓછપ ન લાગે એવી રીતે સાચવતા. દર રવિવારે હમેશા હોટલમાં જ લઇ જાય તેને મન – ગમતા ફૂડ મંગાવે ! દીકરાને પણ રવિવાર આવે એટલે મોજ પડતી.
પિતાને એટલો કામનો બોઝ હતો કે ક્યારેક તે કહેતા, "બેટા ! તારે કોઈ ભાઈબંધ – દોસ્તાર નથી ? તું એવા મિત્રો બનાવ કે તેની સાથે તું રવિવારે મોજ કરી શકો. સરકારી કામ હોય મારાથી ક્યારેક ન આવી શકાય તો તું તારા સારા મિત્રો સાથે જઈ શકે ને !"
"ઠીક છે પપ્પા !"
બસ પછી શું ! ટ્યુશનમાંથી છૂટીને પણ દોસ્તો સાથે નાસ્તાની લારી પકડવાની. ને રવિવાર આવે તે તો કંઇક વિશેષ જ હોઈ ! બહારના ફૂડને કારણે દીકરાનું વજન વધવા લાગ્યું.
પપ્પા કહે “બેટા બહાર તું એવું શું ખાવ છો કે તારું બોડી એટલું કદાવર થઇ ગયું ?” બસ કઈ નહિ પપ્પા હું તો ફક્ત બહારનું ખાવ છું. બા ઘરે બનાવે તે મને નથી ભાવતું."
પિતાજીને એમ કે જેમ મોટો થશે એમ સમજતો જશે. તેથી અન્ય બોધ આપવાનું ટાળ્યું. એક દિવસ એવી સાઈરન વાગી કે ! દીકરાના હદયના ધબકારા ઓલવાવા લાગ્યા. વધુ પડતું જંકફૂડ દીકરાને એટેક સુધી લઇ ગયું. પિતાજીએ દીકરાના ફોટા સાથે કેક કાપી અને બોલ્યા બેટા ! આજે રવિવાર છે !
