પ્રથમ પ્રેમની અનુભૂતિ
પ્રથમ પ્રેમની અનુભૂતિ


બહેન ભાઈ અને તેના મિત્રો સાથે રમતા હોય કે અભ્યાસ કરતા હોય ત્યાં સુધી ખૂબ સુંદર મિત્રો કયારે મોટા થાય એ ખબર જ નથી પડતી. કોલેજમાં જતા થાય પછી મિત્રતા પ્રેમમાં કયારે બદલાઈ તે પણ ખબર નથી પડતી. એવી બે સહેલી ઓ છે. એવા આ મિત્રોની વાત છે.
શિવાંગીઅને બીજીનું નામ તપસ્યા છે. શિવાંગીના ભાઈનું નામ શિવ છે. તેની બહેનપણી જેનું નામ છે તપસ્યા તેની સાથે શિવ ને પ્રેમ થઈ ગયો છે. રાત દિવસ તેનું મુખ તરવરાટ કરે છે. તપસ્યા તેને બહુ ગમે છે. પણ હજુ એ અહેસાસ તપસ્યા ને થયો નથી પણ શિવ તેને મનો મન ગમે છે તે તેના ચહેરા ઉપર દેખાય આવતું. એ વાત સાચી છે. તપસ્યા તેની બહેન સાથે શિવની જ વાતો કરતી હોય છે.
એક દિવસની વાત છે. કોલેજ તરફથી શિવનું ઘર તરફ જવું તે સમયે તપસ્યા ઘરે જવા બસની રાહ જોઈ રહી હતી. શિવની બહેન તેની માતા સાથે બહાર ગામ ગઈ હોવાથી આજે તે કોલેજ નહોતી આવી. એટલે તપસ્યા આજે એકલી હતી. એજ સમયે અચાનક બાઈક લઇને તેની આગળ શિવ આવીને ઊભો રહી ગયો. તપસ્યા તો ચમકી ગઈ.
'પાગલ તે તો મને ડરાવી દીધી.' શિવ ને પ્રેમનો અહેસાસ થયો એ પછી એ પહેલી વાર તપસ્યા સામે ઊભો છે. તપસ્યા બોલી,
'આજે તમે કંઈ અલગ લાગો છો.'
'હા, તને શું લાગે છે ?'
'એ હું નહિ કહુ.'
'ઓકે વાતો બાઇક પર કરજે ચાલ...હું ઘરે જ જઉં છું,'
'ના હવે હું બસમાં આવીશ.'
'અરે ચાલ ને ...' એટલે તે બાઇક પર બેસી ગઈ.
બાઇક ચાલું થયુંને તપસ્યાની દિલ ની ધડકન પણ વધવા લાગી બાઇકના મિરરમાંથી તે પહેલી વાર એકબીજાના પ્રેમને અનુભવી રહ્યા છે. બંને બાઇક પર પોતાના પ્રેમનો એકરાર કર્યો અને પ્રથમ મુલાકાતનો પ્રથમ અનુભૂતિ હતી. જેનું વર્ણન કરવું એના શબ્દો ન હતા બસ ખાલી એને અનુભવી શકાય એવું સુંદર પવિત્ર મિલન હતું.
ત્યાંજ રસ્તામાં એક મંદિર આવે છે એટલે શિવ કહે ચાલ દર્શન કરીને જઇએ તે ના ન પાડી શકી. દર્શન કરી થોડી વાર બંને બહાર બેસે છે. સુંદર શિયાળાની મોસમ છે.પીપળાના ઝાડ ધીમે ધીમે પવન ફેંકી રહ્યો છે બાજુમાં સફેદ બતકડા ધમાલ કરે છે વૃક્ષની ડાળીઓ પર અનેક જાતના પક્ષીઓ કલરવ કરીને એકબીજા સાથે જાણે પ્રેમ ન કરી રહ્યા હોય !...ત્યાંજ નીચે બાકડા ઉપર શિવ અને તપસ્યા પ્રેમનો ઇજહાર કરી રહ્યા છે. બંને એકબીજાની આંખો જોવા મશગૂલ છે. અને એકબીજાના પ્રેમની અનુભૂતિ કરી રહ્યા છે. અને થોડી ક્ષણો પછી તપસ્યા બોલી, 'ચાલ હવે જઇએ. ત્યારે પછી. ......બન્યુ એવુ કે....
બીજા કે ત્રીજા જ દિવસ શિવને તેના પિતા એ જોબ કરવા શહેરમાં મોકલે છે. કેમ કે ઘરમાં તેનાથી ત્રણ બહેન નાની છે પિતાના એકલા ઘરનું પાલન પોષણ કરી શકે તેમ નથી.એટલે શિવને નોકરી કરવા જવું પડે તેમ હતું અને શિવ પણ તેની બહેનોને ખૂબ પ્રેમ કરે છે એટલે શહેરમાં જવા રવાના થાય છે. સમય એ તો જાણે દોડ લગાવી ભાઇ બહેનના ઘર ન વસે ત્યા સુધી પ્રેમ લગ્ન કરી શકે તેમ ન હતો. એ તો હવેના, જમાનામાં પ્રેમ લગ્નની નવાઈ નથી અને માતા પિતા સાથ આપે છે પરંતુ પહેલા ના જમાનામાં સરળ ન હતું પ્રેમ લગ્ન કરવા. ઉપરથી તેનાથી નાની બહેન હોવાથી બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. છતા બંને એકબીજાની રાહ જોઇ.
તપસ્યાની ઉંમર લગ્નથી ઉપર ચાલી ગઈ હતી એટલે માબાપે ખૂબ સમજાવીને લગ્ન કરાવી દીધા. પણ શિવ એ તેની મમ્મીને કહી દીધુ 'મારે લગ્ન નથી કરવા એટલે મને કોઈ જબરજસ્તી ના કરશો. તમને છોકરો વહાલો હોય તો...' એટલે માપિતા શિવને પરણવા કયારેય કીધુ નહિ. બહેનો લગ્ન થતા હવે એને ફકત માબાપ માટે જીવન જીવવું હતું. પ્રેમના પ્રથમ અનુભવમાં તેને જાણે જીંદગી જીવી લીધી. ભગવાન પણ કદાચ આજ મંજૂર હશે
એવું વિચારતો શિવ; હજુ તો માંડ 35 વરસનો થયો હશે .એવામાં શિવના માતાપિતાના જીવનમાં દુઃખનો પહાડ ટુટી પડયો. શિવનું રોડ અકસ્માત મૃત્યુ પામ્યો. આ જાણી શિવનો પરિવાર અને તેના મિત્રો અને તપસ્યા ઘણા દુઃખી થયા. તપસ્યા જયારે શિવની અંતિમ ક્રિયામાં આવે છે ત્યારે તેની બહેન તેને શિવના સામાનમાંથી મળેલી તપસ્યાનાં નામની જડાવેલી પેન,એક લવલેટર એની છેલ્લી યાદોની એ ડાયરી આપી ને ભાઇ ઇચ્છા પુરી કરી. અને ભાઇને મોક્ષ આપે છે.