Leena Vachhrajani

Thriller

3  

Leena Vachhrajani

Thriller

પરોઠા-શાક

પરોઠા-શાક

1 min
12K


ફૂટપાથ પર રોજની જેમ એક લાઈનમાં બેઠેલા પુનિયાના હાથમાં પરોઠા-શાકનું પેક આવ્યું અને એ હોંશે હોંશે ખાવા માંડ્યો. 

કમલી અજાણપણે એક નિરાંતમાં હતી. રોજ પુનિયાને ખાવાનું મળે છે એ બહુ મોટી વાત લાગતી હોય તે સ્વાભાવિક એને માનસિક શાંતિ હતી. 

પુનિયાએ ખાઈને પાણી પીધું. અને મા ની સામે જોઈને કહ્યું,

“આ કોરોનો કોણ છે?”

કોરોના એટલે..

કમલીનેય બહુ વિગત તો સમજાતી નહોતી. ચોતરફ હો હા હતી. આખો દેશ બંધ કરાવી દેવાયો હતો એમ ફૂટપાથની સામે બાજુ પેલી નિશાળના સાહેબ સમજાવવા આવ્યા હતા. 

કમલીએ પુનિયાને કહ્યું,

“એ.. એ.. પેલા માસ્તર કહેતા હતા કે, મુઉં કોઈ મોટો રાક્ષસ નરકમાંથી આવી ગ્યો છે. તે બધા બહુ બી ગ્યા છે. કોઈએ ઘરમાંથી બહાર જ નીકળવાનું નથી.”

પાછો પુનિયો સળવળ્યો,

“તે આપણે કોના ઘરમાં રહેવાનું મા?”

કમલી મુંગી થઈ ગઈ. 

“મૂંગો રહે હવે.”

પણ ભરપેટ જમીને ઉત્સાહમાં આવી ગયેલો પુનિયો મૂંગો નહોતો રહેતો,

“તે રાતે સૂતા હશું અને રાક્ષસ મારી નાખશે તો?”

“મુઓ મારી નાખશે તો મરી જવાનું. રોજ સવારે ઉઠીને આમ હાથ લંબાવવાની તો લાચારી મટે!”

“ના હોં મા, હમણાં મરી નથી જવું. આ રોજ કેટલું મસ્ત ખાવાનું મળે છે !”

કમલીના ગળે કાંચકી બાઝી. પુનિયાને ખાતર પણ આ બંધ ભલે લાંબો ચાલે એવી મનોમન ક્રુર માંગણી થઈ ગઈ. બે હાથ જોડીને માફી પણ મંગાઈ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Thriller