kiranben sharma

Romance Fantasy Inspirational

4.5  

kiranben sharma

Romance Fantasy Inspirational

પ્રકાશપુંજ

પ્રકાશપુંજ

2 mins
451


આરતી ! કેમ સૂનમૂન બેઠી છો ? ક્યાં ખોવાણી છો ? સાવ નિસ્તેજ જણાઈ રહી છું.

રીનાનાં પ્રશ્નોથી આરતીમાં થોડો હળવો સંચાર થયો, તે હળવેથી હસી, બોલી - " આવ, રીના ! ઘણા દિવસે આવી ?"

રીના:-" હા ! હું તો આવું ને, મારી આરતીને મળવા, પણ આ શું ? સાચું કહે, તું કેમ આમ સાવ નૂર વગરની લાગી રહી છો ? મારી હસતી ખેલતી આરતીના આવા હાલ કોણે કર્યા ? " 

આરતી- "રીના ! કશું થયું નથી મને. જો હું એકદમ સરસ જ છું. તું બોલ ! તારી શું નવીનતા છે ? કેટલા દિવસ રહેવાની છો ? હા ભાઈ ! તું તો સાસરીવાળી થઈ ગઈ, તો હવે અહીં કેમ રહે ? "

રીના: "અરે ! એવું કશું નથી. હું હમણાં અહીં જ રોકાઇશ. તારા કુમાર ઓફિસ કામ માટે લન્ડન ગયા છે, માટે હું ત્યાં સુધી અહીં મારી આરતી પાસે જ રહીશ.' કહી આરતીને બાજી પડે છે, અને બંને ખિલખિલાટ હસી પડે છે. 

 જમી પરવારીને બંને બહેનો સૂવા પડી. રીના તો શાંતિથી સૂઈ ગઈ, પણ આરતીના મન-મગજમાં એ જ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને પ્રકાશ ગમતો હતો, કોલેજમાં સાથે જ હતા. " પ્રકાશ વિના આરતી શું કામની ?" આરતી કાયમ એવું કહેતી, "પ્રકાશથી જ તો આરતીની શોભા છે". બંને પાકા મિત્રો અને સાચા પ્રેમી હતા. 

 આજે પ્રકાશ રીનાનું લગ્ન કરાવી, તેણે મોટીબેન તરીકેની, એક મિત્ર તરીકેની,ફરજ પુરી કરી હતી. પોતાની માતાને આપેલ વચન નિભાવ્યું હતું. કોલેજ પૂરી કર્યા બાદ પ્રકાશને હોન્ડાઈની કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી મળી તે આરતીને મોં મીઠું કરાવવામાં ઘરે આવ્યો, ત્યારે રીનાએ તેને જોયો, અને તેને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો. 

 આરતીએ આ જાણ્યુ , તેણે મનમાં મક્કમ નિર્ધાર સાથે પ્રકાશ પાસેથી રીના સાથે લગ્ન કરવાનું વચન લીધું. પ્રકાશે ઘણી ના કહી પણ પછી તે પણ આરતીને સાચો પ્રેમ કરતો હતો, આથી આરતીની જવાબદારી અને વચનની લાજ ખાતર રીના સાથે લગ્ન કરી પોતાનો ફર્ઝ નિભાવ્યાનો સંતોષ માન્યો. 

 આરતીએ ત્યારબાદ સ્કૂલમાં નોકરી મેળવી, અને સદાય પ્રકાશ વિનાની આરતી બની, આ જીવન રીના પ્રકાશના સુખી સંસારને જોઈ, ખુશી મેળવતી રહી. પ્રેમ પણ જીવનમાં કેવી કેવી પરીક્ષા લે તે આરતી અને પ્રકાશ બંને મન મક્કમ કરીને અનુભવતા રહ્યા. 

એક રાત્રે રીના અને પ્રકાશે પતિ પત્ની તરીકેના સંબંધને આગળ વધારવાનું વિચાર્યું, ત્યારે ઊંઘમાં પોતાના નામની જગ્યાએ જ્યારે આરતી નામ બોલતો પ્રકાશને સાંભળ્યો, ત્યારે રીના બધી વાત સમજી ગઈ. પરંતુ પોતાની બહેને આપેલા બલિદાનને આમાં વ્યર્થ થોડું જવા દેવાય, તે સમજી ગઈ કે આરતીએ પોતાની ખુશી એના માટે છોડી દીધી હતી પણ તેણે આ વાત જણાવવા દીધી નહીં. 

એક દિવસ, આરતી ! આ લો, તમારો પ્રકાશપૂંજ ! કહી પોતાના તરતનાં જન્મેલાં બાળકને આરતીનાં ખોળામાં મૂકી દીધો, અને બોલી ," બેટા ! આ તારી માસી નહીં, મોટી મા છે !" આરતી પોતાના 'પ્રકાશપુંજ' ને જોઈ ખૂબ ખુશ થઈ ગઈ . જાણે એને જીવન જીવવાનું નવું બહાનું મળી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance