પ્રજાવત્સલ બાપુ
પ્રજાવત્સલ બાપુ
"બાપુને ઘણી ખમ્મા." શયનકક્ષમાં દાખલ થતાં ઠકરાણા સુમનલતાએ કહ્યું.
"પધારો રાણીસાહેબા, આજે કેમ મોડા ?" પ્રતાપસિંહ બાપુ બોલ્યા.
"આજે એક ફરિયાદ લઈને આપણી માલણ આવી હતી. મેં એને કહ્યું કે તમારી પાસે રજૂઆત કરે પણ એનું કહેવું કે, 'બા, તમે મારી ફરિયાદ સાંભળી લો પછી કરવા જેવી લાગે તો તમે બાપુને જાણ કરજો.' એટલે હું એની વાત સાંભળતી હતી. એમાં થોડું મોડું થયું." સુમનલતાએ વિસ્તારથી કહ્યું.
"જો તમને એની વાતમાં કંઈ તથ્ય લાગતું હોય તો તમે મને જાણ કરી શકો છો." બાપુએ ઢોલિયા પર પોતાની પાસે રાણીબાને બેસવાની જગ્યા આપતાં કહ્યું.
"બાપુ, માલણ કહેતી હતી કે હતી કે હમણાં થોડા દિવસથી ગુજરીમાં બહારના અજાણ્યા લોકો ફરતાં દેખાય છે. તો તમે બાપુને જાણ કરજો." સુમનલતાએ વિસ્તારથી વાત કરી. એમની વાત સાંભળી પ્રતાપસિંહ વિચારમાં પડી ગયા. એમણે પહેલાં પ્રધાન ભૈરવનાથને બોલાવવા વિચાર્યું. પછી સુમનલતાની સાથે વાત કરી ગુપ્તચર શ્યામને બોલાવ્યો અને એને માલણવાળી વાત કરી.
ગુપ્તચર ખૂબ વિશ્વાસુ અને નિષ્ઠાવાન હતો. એણે બે જ દિવસમાં પૂરેપૂરી તપાસ કરી. પ્રતાપસિંહને જે માહિતી આપી તે સાંભળી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પ્રજાવત્સલ બાપુ પ્રતાપસિંહે પ્રધાનમંત્રી ભૈરવનાથને તથા તેમના મળતિયાને પકડીને જેલ ભેગા કર્યા. માલણને એની ચકોર નજર માટે ઈનામ આપી ખુશ કરી. ગુપ્તચરને પણ ઘણી બક્ષિસ આપી.
તે સમયના રાજાને લોકોએ અમસ્તા જ બાપુનો દરજ્જો નહોતો આપતા. તેઓ પ્રજાનું એક પિતાની જેમ રક્ષણ કરતાં અને પ્રજાને દરેક મુશ્કેલીમાંથી બચાવતાં. તેમ જ રાજને વફાદાર રહેનારની યોગ્ય કદર કરતા.
