Shobha Mistry

Crime Thriller

4  

Shobha Mistry

Crime Thriller

સંમોહન

સંમોહન

3 mins
380


"અહાહા! શું મહારાજના મોઢામાંથી ગીતાજીના દરેક શ્લોકનું સુંદર વિશ્લેષણ નીકળે છે. જાણે આપણે સાંભળ્યા જ કરીએ. આંખ બંધ કરીને જો સાંભળીએ તો જાણે આપણે એ મહાભારતના યુગમાં પહોંચી ગયા હોય એવું લાગે." સલોનીએ ભાવુકતાથી નમ્રતાને કહ્યું. આમ પણ એના ઘરમાં પહેલાંથી જ ભક્તિભાવવાળું વાતાવરણ હતું. એટલે નાનપણથી જ એને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતી હતી. દુનિયામાં જે પણ કંઈ બને તે સર્વ પાછળ ઈશ્વરનો જ હાથ હોય છે એવી એની માન્યતા હતી. જ્યારે નમ્રતા થોડીક વ્યવહારુ હતી. એને પણ ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા હતી પણ એ આંખ મીંચીને ઝટ કોઈ પર વિશ્વાસ મૂકી દેતી નહીં. 

"નમુ, તેં જોયું? મહારાજના મોઢા પર કેવું તેજ હતું ? એમની વાણીમાં જાદુ હતો. એમના વચનામૃત એટલે જાણે કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં કરેલું ગીતાજ્ઞાન. મને તો એમ થાય છે કે હું હવે દર રવિવારે એમના આશ્રમમાં જઈ એમની સેવામાં દિવસ વીતાવું. આમ પણ આપણે રવિવારે આમતેમ રખડીને ખોટો જ દિવસ પસાર કરીએ છીએ ને?" નમ્રતાએ જોયું કે સલોની પર મહારાજની ભૂરકી છવાઈ ગઈ છે. સમજાવવાથી એ નહીં સમજે. એણે એની હામાં હા કરી અને આવતા રવિવારે એમના આશ્રમમાં જવાનું નક્કી કર્યું. 

નમ્રતા લોનું ભણતી હતી. એ માટે એણે ઘણાં જૂના કેસનો અભ્યાસ કરવો પડતો હતો. બીજા રવિવારે એ અને સલોની મહારાજના આશ્રમમાં પહોંચી ગયાં. મહારાજને વંદન કરી સલોનીએ આશ્રમમાં સેવા કરવાની ઈચ્છા ધરાવી. મહારાજે પ્રસન્ન થઈ એમના ખાસ શિષ્યને સલોની અને નમ્રતાને અંદર લઈ જવા કહ્યું. ત્યાં જુદા જુદા વિભાગોમાં ચાલતી પ્રવૃત્તિ જોઈ સલોની મુગ્ધ થઈ ગઈ પણ નમ્રતાએ તટસ્થતાથી બધું નિરીક્ષણ કર્યું. 

સલોની અને નમ્રતા એકલાં આશ્રમમાં ફરવા લાગ્યાં. સલોની તો મુગ્ધતાથી બધું જોતી હતી જાણે એ ત્યાંના વાતાવરણથી સંમોહિત ન થઈ ગઈ હોય ? ફરતાં ફરતાં નમ્રતાએ ત્યાં એક ફોટો જોયો અને એ સડક થઈ ગઈ. એણે ગુપચુપ એનો ફોટો પાડી લીધો. જો કે સલોનીને હમણાં કહેવાનો કોઈ મતલબ નહોતો. એણે જાણે કોઈનો ફોન આવ્યો હોય તેમ મોબાઈલમાં વાત કરી અને પછી સલોનીને કહ્યું, "સુલુ, મારા પપ્પાનો ફોન છે મમ્મી પપ્પાને તાત્કાલિક કંઈ કામ અર્થે બહાર જવાનું છે એટલે મને ઘરે જલદી પહોંચવા જણાવ્યું છે. આપણે જવું પડશે." 

નમ્રતાની વાત સાંભળી સલોની થોડી નારાજ થઈ ગઈ કારણ એ તો આજે આખો દિવસ આશ્રમમાં વીતાવવા માંગતી હતી. નમ્રતાએ એને જણાવ્યું કે આપણે આવતા રવિવારે પાછા આવીશું. એટલે બંને મહારાજને નમન કરી, ભેટ ધરાવી ઘરે આવવા નીકળ્યા.

બીજે દિવસે સલોનીએ જૂના કેસના ચોપડા ઉથલાવ્યા. એનો શક સાચો પડ્યો. એણે પોતાના પોલીસ મિત્ર શેતલને એ કેસની બધી વિગત અને મોબાઈલમાં પાડેલો ફોટો સેન્ડ કર્યો. પછી એની સાથે બધી વિગતવાર વાત કરી. શેતલ તો આ બધું જાણી ખુશ થઈ ગયો. ડિપાર્ટમેન્ટ ઘણાં સમયથી આની શોધમાં હતી પણ એણે સાધુ મહારાજનો વેશ ધરી લોકોને પોતાની વાણીથી સંમોહિત કરવાનું શરૂ કર્યું હતું એટલે હાથ આવતો નહોતો. શેતલે ડિપાર્ટમેન્ટમાં પોતાના ઉપરીને વિશ્વાસમાં લઈ બધી વાત જણાવી. ફોટો જોઈ એ પણ છક થઈ ગયા. 

પૂર્ણ તૈયારી સાથે થોડાંક જ વિશ્વાસુ માણસો સાથે એમણે ખાનગી રીતે આશ્રમ પર છાપો માર્યો. થોડી ઝપાઝપી પછી એ દુશ્મન દેશનો ખૂંખાર રીઢો ગુનેગાર સપડાઈ ગયો. આશ્રમમાંથી અનેક હથિયારો, આપણા દેશના નકશાઓ વધારે ઝડપાયું. આશ્રમમાં હાજર અમુક શિષ્યો પણ આ બધું જોઈ છક થઈ ગયા કારણકે એ બધા પણ આવી દેશ વિરોધી પ્રવૃત્તિથી અજાણ હતાં. એ બધાં અજાણતાં આ પ્રવૃત્તિમાં સંડોવાય ગયા હતાં. 

બીજે દિવસે દરેક મીડિયામાં આ સમાચાર ફેલાઈ ગયા. સલોની જેવાં અનેક લોકો મહારાજના વચનામૃતના જાદુગર ને જોઈ નવાઈ પામી ગયાં. સલોની સમયસર આ સંમોહનમાંથી બહાર આવી ગઈ. એ બચી ગયાના ભાવ સાથે નમ્રતાનો આભાર માનવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Crime