Shobha Mistry

Comedy Drama

3  

Shobha Mistry

Comedy Drama

સુખદ અંત

સુખદ અંત

2 mins
218


"આજની આ સભા આપણે શા માટે ભરી છે, એ તો આપ સૌ જાણતાં જ હશો." મગનભાઈએ જરા ઉગ્ર અવાજમાં કહ્યું.

"હા, વળી ખબર તો હોય જ ને ! આપણે દેશના અને સોસાયટીના નાના મોટા પ્રશ્નો પર કોણ નિર્ણય કરશે એનો આજે ઉકેલ લાવવાનો છે." ઉષ્માબેને કહ્યું.

"હા, તો હવે આપણે સૌનો મત જાણી લઈએ." સુહાસ બોલ્યો. 

"સૌથી પહેલાં દેશના મોટા મોટા પ્રશ્નો વિશે વાતચીત કરીએ. દેશમાં નવી રાજનીતિ કેવી હોવી જોઈએ ? અર્થ વ્યવસ્થામાં શું સુધારા વધારા કરવા જોઈએ ? બુલેટ ટ્રેનના સ્ટોપેજ ક્યાં ક્યાં હોવા જોઈએ ? આવા બધાં મોટા પ્રશ્નો પર સોસાયટીનો પુરુષ વર્ગ જ પોતાનો મત આપી શકશે. સૌને મંજૂર છે ?" સોસાયટીના બધા પુરુષો તો ખુશ થઈ ગયા. બધાએ એકી મતે આ પ્રસ્તાવ પર પોતાની મંજૂરી આપી દીધી.

"તો હવે સોસાયટીના તથા દરેક ઘરના નાના નાના પ્રશ્નો, જેવા કે સોસાયટીમાં ગાર્ડનમાં કયા કયા ઝાડ ઉગાડવા ? પાણીની શી વ્યવસ્થા કરવી ? તેને સમય શું રાખવો ? ઘરમાં કયા કયા સાધનો વસાવવા ? બાળકોને કઈ સ્કૂલમાં અને કયા મિડીયમમાં ભણવા મૂકવા ? મહિનામાં કેટલી વખત ફરવા જવું ? આવા નાના પ્રશ્નો પર મહિલા વર્ગ પોતાનો નિર્ણય જણાવશે. બરાબર છે ને ?" મહિલાઓએ તાળીઓના ગડગડાટથી આ વાત વધાવી લીધી. 

"ચાલો, તો આ સભામાં પુરુષ વર્ગ અને મહિલા વર્ગ વચ્ચે કામના નિર્ણય લેવા બાબતનો ફેંસલો થઈ ગયો, બરાબર ? તો હવે આ સભા બરખાસ્ત કરવામાં આવે છે." મગનભાઈએ કહ્યું. 

અંતે ઘણાં લાંબા સમયથી ચાલતી ખટપટનો સુખદ અંત આવ્યો. સોસાયટીના સૌ ખુશ થતાં થતાં પોતપોતાના ઘરે ગયાં. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy