પ્રિયતમની પસંદગી
પ્રિયતમની પસંદગી
" અરે.... મેઘા કેટલી વાર કયારની તૈયાર થાય છે. હું તો રાહ જોઈ જોઈને થાકી ગઈ. આટલી વાર કંઈ હોતી હશે. આટલી વારમાં તો એક દુલ્હન તૈયાર થઈ જાય. ભાઈસાબ ચાલને હવે..." અમૃતા બોલી.
મેઘા કહે, " કેમ તને તૈયાર થતાં શું વાર નથી લાગતી. તું તો બે કલાક તૈયાર થવામાં કરે છે. ખબર ને....? શું કહેતી એક દુલ્હન તૈયાર થઈ જાય એટલી વારમાં...... તું દુલ્હન બની ત્યારે કેટલા કલાક થયેલા યાદ છે ને.. પાંચ થી છ કલાક પુરી થઈ તોય તૈયાર નહોતા થયા મેડમ."
"એમ, હજી આપણો વારો બાકી જ છે. જોવ છું ને આ મેડમ કેટલી વારમાં તૈયાર થઈ રહે." અમૃતાએ મસ્તી કરતા કહ્યું.
મેઘા કહે," અરે આપણી તો વાત જ ન હોય. હું તો એકલી મસ્ત તૈયાર થઈશ કે મારો પ્રિયતમની નજર હટાવે જ નહિ મારા પરથી. "
અમૃતા કહે," એવું ..... તને કેવો પ્રિયતમ જોઈએ એ તો કહે. તારા માટે તો અમારે એક અભણ અને તારા પર હુકમ ચલાવે એવો પ્રિયતમ શોધી લાવશું....."
મેઘા કહે," મારે તો એવો પ્રિયતમ જોઈએ જે સૌથી અલગ હોય.
જોઈએ રે એવો પ્રિયતમ
જે મારી સંગ રહે હરદમ
રાખે કાળજી મારી પહેલી
ખુશી શોધી લાવે અનોખી"
અમૃતા કહે," ઓ..હા... તો મેડમને એવો પ્રિયતમ જોઈએ એમને. તારા મમ્મી કહેતા હતા તારા માટે તારા પ્રિયતમ ને શોધી લિધો છે. આવતા અઠવાડિયે તને જોવા આવવાનો છે. તો મેડમ તૈયાર થઈ જાવ."
મેઘા કહે," શું વાત કરે, આ અઠવાડિયે જ."
અમૃતા કહે," હા તારી મમ્મી એ મને તને કહેવાનું કહેલ.
અઠવાડિયાનો સમય થયો. ખુશનુમા સવારે ઊઠી. સૌ તૈયાર થઈને બેઠા છે. મેઘા તો જાણે ઈન્દ્રની અપ્સરાઓ. ખૂબ સુંદર લાગે છે. આંખે કાજળ, કપાળે ચાંદલો, માથે વેણી ને પગમાં પાયલ, હાથમાં ચુડીને બંગાળી સાડી ખૂબ શોભે છે.
બરાબર દશના ટકોરે ડોરબેલ વાગી. મેઘાને જોવા માટે છોકરાવાળા આવી પહોંચ્યા છે. છોકરાનું નામ અલ્પેશ. બી.એડ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ઉંચો, રૂપાળો અને દેખાવડો.
મેઘા પાસે જાય છે. મેઘા પહેલેથી જ સુંદર અને દેખાવડી. અલ્પેશની નજર મેઘા પર જ છે. બંને વાતચીત કરે છે.
અલ્પેશ કહે," આજ તો ખૂબ સુંદર લાગો છો. મસ્ત તૈયાર થયા છો. જાણવા મળ્યું કે તમે પ્રિયતમ વિશે ઘણાં સ્વપ્ન પહેલાથી જ જોયા છે. અમને જણાવશો તો ગમશે. બની શકે અમે એ પુરા કરવામાં સક્ષમ હોઈએ.
મેઘા શરમાઈ જાય છે. અને હસે છે. બંને ઘણી વાતચીત કરે છે. અલ્પેશ અને મેઘા એકબીજાને પસંદ કરે છે. મેઘાને અલ્પેશમા પ્રિયતમ વિશે જોયેલા દરેક સ્વપ્ન સાકાર થતા દેખાય છે.
"મારા તે પ્રિયતમ એવા રે મળ્યા
જગ આખામાં એ સૌથી નિરાળા"

