Ishita Raithatha

Romance Inspirational

4.4  

Ishita Raithatha

Romance Inspirational

પ્રિયા છે ને...

પ્રિયા છે ને...

5 mins
296


  "પ્રિયા છે ને..."

   રાતના "ત્રણ" વાગ્યા હતાં, શ્રેયનાં ફોનમાં આવ્યો. તેને બહુ ધ્યાન આપ્યું નહી. બે મિનિટ પછી પાછો મેસેજ આવ્યો. શ્રેય એ જોયું તો એના મમ્મીનો મેસેજ હતો. ફેસબુકમાં પણ સરોજબહેનની રિકવેસ્ટ હતી. શ્રેય એ તરત એની મમ્મીને ફૉન કર્યો.

શ્રેય: "હેલો, મમ્મી ! આ બધું શું છે ?" " તું આટલી મોડે સુધી કેમ જાગે છે ?" અને આ ફેસબુક ને વોટ્સઅપ ને આ બધું શું છે ?"

સરોજબહેન:"એક મિનિટ, શાંતિ તો રાખ, જય શ્રીકૃષ્ણ, તું કેમ છે ? અને પેલા તું મને કે, કે તું શું કામ આટલે મોડે સુધી જાગે છે ?"

શ્રેય:"એ તો હું તને કહું છું, પણ પેલા મેં સવાલ કર્યો માટે પેલા તું મને જવાબ દે, પછી મારો વારો."

સરોજબહેન:" અરે બેટા, હું પ્રિયા પાસે આ નવા ફોનમાં બધું શીખતી હતી. ગયા મહિનાના પગારમાંથી તું મારા માટે ફૉન લાવ્યો, પણ તરત આ કોરોના આવ્યું અને તારે અમદાવાદ જવું પડ્યું. અને એક તો આ લૉકડાઉન માં ટાઇમ પાસ નથી થતો, માટે આ બધું સિખું છું."

શ્રેય:" પ્રિયા ! એ આપડી ઘરે ? આટલે મોડે સુધી ? પણ શું કામ ? અને પપ્પા ક્યાં ?"

સરોજબહેન: લે વાળી, એકસાથે આટલા બધા સવાલ ?"

શ્રેય:" એ મમ્મી કે ને યાર, લપ ના કરે."

સરોજબહેન:"તનેતો ખબરજ છે, કે પ્રિયાના મમ્મી, પપ્પા ડૉક્ટર છે, માટે તે લોકોને દિવસ, રાત હોસ્પિટલે જ રહેવું પડે છે. માટે પ્રિયા આપણાં ઘરેજ રહે છે."

શ્રેય:"પણ પપ્પા ક્યાં છે ?"

સરોજબહેન:"એ તો ક્યારના મને એમ કહીને ગયા છે હું સૂઈ જાવ છું. પણ આ પ્રિયાએ શીખવ્યું તો મને ખબર પડી કે તારા પપ્પા જાગે છે, વોટ્સઅપનું લાસ્ટ સીન હમણાં નું જ હતું. એટલે હવે હમણાં જોવા જાવ છું કે હવે નેટફિલ્કસમાં ક્યું મૂવી પાકું કરે છે ?"

શ્રેય ખૂબ જોરજોરથી હસે છે.

સરોજ બહેન:"હા,તો હું સાચું જ કહું છું, આખો દિવસ, વોટ્સઅપ, ને ફેસબુક, નેટફિલ્કસ, યુટ્યુબ, ને બીજુ કેટલુંય આવું." આ તો પ્રિયા છે ને તો એ બધું મને સિખડાવે છે, બાકી મને ક્યાં ખબર પડત. પાછા તારા પપ્પા તો રોજ હું અને પ્રિયા જે રસોઈ બનાવીએ તેનો ફોટો પાડીને ફેસબુક માં પોસ્ટ કરેને સાથે એવું પણ લખે કે "મેડ બાય મી." કોયદી પાણી નો ગ્લાસ પણ હાથે નથી લીધો, અને સીધી રસોઈ ના ફોટો!"

શ્રેય:" તને મજા આવે છે ને મમ્મી ?"

સરોજબહેન:"અરે બહુ મજા આવે છે. હમણાં જ પ્રિયા તને યાદ કરતી હતી,"

શ્રેય:" પ્રિયા, મને યાદ કરતી હતી ? સાચે ? પણ કેમ ? શું કહેતી હતી ?"

સરોજબહેન:"લે વળી આટલા સવાલ, એક સાથે ?" 

શ્રેય:" હા, નહીં પૂછું, હવે તું બોલ."

સરોજબહેન:" અમે હમણાં બે વાગે મેગી બનાવી માટે તને યાદ કરતા હતાં."

શ્રેય:" અત્યારે બે વાગે મેગી ? અને એ પણ તું ?,વાહ મમ્મી જલસા છે હો તારે."

સરોજબહેન:"હા, પ્રિયા છે ને, તો જલ્સા જ હોઈને."

શ્રેય:"એમ ! તો બીજું શું શીખવાડ્યું તારી પ્રિયાએ ?"

સરોજબહેન:" મારી પ્રિયા કે તારી પ્રિયા ?"

શ્રેય:" એ મમ્મી તું હવે અત્યારે એ મસ્તી ચાલુ ના કરતી."

સરોજબહેન:"ઠીક છે નહીં કરું. પણ તું તો કે, કે તું આટલે મોડે સુધી શું કામ જાગે છે ?"

શ્રેય:"મમ્મી આજે મને ગુસ્સો પણ આવ્યો અને થોડી ખુશી પણ થઈ. આજે સવારે બોસનો ફૉન આવ્યો, કે જ્યાં કોરોના વાઇરસના દર્દી દાખલ છે, ત્યાંજા અને ગમે તેમ કરીને એ લોકોના ફોટો અને વીડયો ઉતાર.આપડી ચેનલની ટી.આર.પિ. વધવી જોઈએ., મેં ના પાડી કે ત્યાં કોઈનું ના ચાલે, પોલીસ કોઈને જવા નથી દેતા." પણ બોસ ના માન્યા અને મારે જવું પડ્યું."

સરોજબહેન:"પછી ?"

શ્રેય:"પછી શું, અમે ગયા તો ખરી પણ અંદર ના જાવા દીધા.અને જ્યારે અમે પાછા વળતાં હતાંં ત્યારે મેં જોયું કે, થોડા લોકો થોડુંથોડું અંતર રાખીને જતા. અમે ત્યાં ઊભાં રહ્યા, અને ત્યાંના પોલીસને પૂછ્યું તો ખબર પડીકે આ લોકો જમવાનું બનાવીને ગરીબ લોકોને આપવા જાય છે,ને જે લોકો પાસે રે'વાનું ઘર પણ નો'તું એ લોકો માટે પોતાની સોસાયટીના ગાર્ડનમાં ટેન્ટ બનાવ્યા, અને એ લોકોને ત્યાં રહેવા માટે લઈ આવ્યા." " મમ્મી તું હંમેશા કહેતી હતીને કે,આપણાં દેશ જેવી માનવતા બીજે ક્યાંય નો મળે. આજે મે એ જોઈ લીધુ."

સરોજબહેન:" હા, બેટા તું પણ એ લોકોની જેમ મદદ માટે અચકાતો નહીં ક્યારેય. અને હા અહીં અમારી ચિંતા કરતો નહિં, પ્રિયા છે ને."

શ્રેય:"અરે, મમ્મી પ્રિયાતો મારા દિલમાં પણ છે, તો શું ઘડીઘડી કહેવાનું કે, પ્રિયા છે ને.." 

આટલું બોલતાં ની સાથે શ્રેય બોલતો બંધ થઈ ગયો, અને સરોજબહેન હસવા લાગ્યા.

સરોજબહેન:" પકડાઈ ગયો મારો દીકરો પકડાઈ ગયો. તારો આ સીધેસીધું બધાને મોઢે કહેવાનો સ્વભાવ છે ને માટે જ તું અત્યારે પણ તારા દિલની વાત બોલી ગયો. જોકે મને તો ખબર જ છે તારા દિલની વાત, હું મા છું ને."

શ્રેય:" શું મમ્મી તું પણ..."

સરોજબહેન:" બેટા, અત્યારે તારો જે પગાર છે તે તું અમને લોકોને અહીં મોકલતો નહીં, એ બધો પગાર તું જરૂરિયાતવાળા લોકો આપજે. અને બને તેટલી વધુ કાળજી રાખીને જ બહાર જાજે."

શ્રેય:"હા, મમ્મી, હવે તું પણ સૂઈ જા, અને હું પણ સૂઈ જાવ."

"જય શ્રીકૃષ્ણ."

સરોજબહેન:"જય શ્રીકૃષ્ણ બેટા."

 (પ્રિયા અને શ્રેય બંને એકબીજા ને ખુબ પ્રેમ કરતા હતાં. શ્રેય એ પ્રિયાને વચન આપ્યું હતું, કે નોકરીમાંથી રાજા લઈને તરત ઘરે આવીને તારા માતાપિતા સાથે આપણાં લગ્નની વાત કરીશ. પરંતુ પ્રિયાના માતાપિતા એ પ્રિયાના લગ્ન ગામના અમીર વેપારીના દીકરા અજય ભેગા નક્કી કરી દીધા હતાં.)

(પ્રિયા એ પોતાના માતા પિતાને પોતાના અને શ્રેય ના પ્રેમની વાત પણ કરી છતાં તે લોકો માન્યા નહીં. તે લોકો એ પ્રિયાને સમજાવ્યુ કે, શ્રેય એક રિપોર્ટ છે. અને અજયના પપ્પા ને ખુબ સારો ધંધો છે. અમે જાણીએ છીએ કે જીવનમાં પ્રેમ જરૂરી છે. પરંતુ રૂપિયા ખૂબ જરૂરી છે. અને પ્રિયાના માતાપિતા તેના લગ્નની તારીખ પણ ૧૫દિવસ પછીની જ રાખે છે.)

(શ્રેયના માતાપિતા પણ પ્રિયાના માતાપિતાને માનવે છે, પરંતુ તે માનતા નથી. શ્રેય નોકરી માંથી રાજા લઈને ઘરે પહોંચે છે ત્યારે લગ્ન નો દિવસ આવી ગયો હોય છે. લોકડાઉનના કારણે તે મોડો પહોંચે છે. ત્યાં જોવે છે તો જાન તો લગ્ન કર્યા વગર જ પાછી જાય છે. શ્રેય અંદર જાય છેતો ત્યાં જોવે છે કે, પ્રિયા ના પિતા રડતા હોય છે.)

(શ્રેય સરોજબહેનને પૂછે છે તો ખબર પડે છે કે અજયના પિતાએ દહેજની માંગણી કરી હતી તે પ્રિયાના પિતા પૂરી ના કરી શક્યા, માટે તે લોકો લગ્ન કર્યા વગર જતા રહ્યા. શ્રેય પ્રિયાના પિતા પાસે જાય છે અને પોતે પ્રિયા સાથે લગ્ન કરવા માગે છે તેવી વાત કરે છે.)

(પ્રિયાના માતાપિતા ને પોતાની ભૂલ સમજાય છે. અને તે લોકો તેજ મંડપ માં બંને ના લગ્ન કરાવે છે.)

સ્વરચિત વાર્તા સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Romance