nayana Shah

Romance

3  

nayana Shah

Romance

પરિચય

પરિચય

3 mins
177


કોરોનાને કારણે લોકડાઉન થતાં સ્વાતિનો પતિ ઘરે જ હતો. સ્વાતિ તો સ્કૂલમાં નોકરી કરતી હતી એટલે એને વેકેશન હતું. એ ખુશ હતી કારણ એના દીકરા ગલગોટા સાથે એ વધુમાં વધુ સમય વિતાવી શકતી હતી. બાકી ચાલુ દિવસે તો એ પોતાના બાળકને બેબીસીટીંગમાં મુકીને જતી. એકદમ સામાન્ય ઘર હતું. બંને જણ નોકરી કરે તો ઘર ઊંચું આવી જાય. બાળક ગોળમટોળ હતું તેથીજ એનું નામ ગલગોટો રાખ્યું હતું. વર્ષનો થવા આવેલ બાળક એની માને ઓળખવા લાગેલો.

પરંતુ હવે તો પતિ આખો વખત ઘરમાં જ હતો. પહેલા તો ગલગોટો સુતો હોય એ સમયે એ પતિનું ટિફિન બનાવી લેતી. રવિવારે પણ પતિ પાર્ટટાઈમ નોકરી કરતો. સ્વાતિ સમજતી હતી કે જુવાનીમાં જ મહેનત કરી બે પૈસા બચાવી શકાશે. જેથી એને તથા એના પતિને ખાસ વાતચીત કરવાનું બનતું નહિ. પરંતુ લગ્ન ના બે વર્ષ બાદ સતત સહવાસ સાંપડેલો. એ લોકડાઉનને આભારી હતું.બાકી જિંદગી એટલી તો સહજપણે ચાલતી કે ખાસ વિચારવા નો સમય જ કયાં હતો ? બંને એકછત નીચે પોતપોતાના કામમાં મગ્ન રહેતા.

હવેની વાત જુદી હતી. પતિપત્ની એકબીજાના સાંનિધ્યમાં રહેવા લાગ્યા હતા. અઠવાડિયામાં લગ્ન થઈ ગયા હતા. બહારગામ ફરવા ગયેલા. ત્યારબાદ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા.

પતિએ પહેલીવાર પત્નીની દિનચર્યા જોઈ. પત્ની સતત કામ કર્યા કરતી. નાનું બાળક પણ એને છોડતું ન હતું. છતાં પણ પત્નીના મોં પર કંટાળો ન હતો. ઘરનું બધું કામ એ જાતે જ કરતી. એના મોંમાંથી કયારેય ફરિયાદનો સૂર સાંભળવા મળતો નહિ. જો કે એના મોં પર થાક વર્તાતો હતો. એના પતિ સારંગને એની દયા આવતી હતી. એ વિચાર તો કે એ તો ફક્ત નોકરી જ કરે છે. પરંતુ એની પત્ની નોકરી ઉપરાંત ઘરનું કામ પણ કરે છે અને બાળકને પણ સાચવે છે. એ તો એવું પણ નથી કહેતી કે મને મદદ કરો. ભગવાને સ્ત્રી ને કેવી ઘડી છે !

બીજા દિવસે સવારે વહેલા ઊઠીને સારંગે ચા બનાવી પત્ની ને ઊઠાડી. પત્ની સ્તબ્ધ બની ગઈ." બોલી પણ ખરી,મારે ઉઠતાં મોડું થઈ ગયું. મને ઉઠાડવી હતી ને ! "મારી પાસે સમય હતો તો મેં ચા મૂકી. દરરોજ તો તું મૂકે જ છે ને ! કોઇ દિવસ મારા હાથ ની ચા પી જો. "

ત્યારબાદ તો દિવસ દરમ્યાન સારંગે ગલગોટાને પણ રમાડયો. એટલું જ નહિ, પરંતુ પત્નીને કપડાં પણ સૂકવવામાં મદદ કરી. કાચના વાસણો પણ ધોઈ નાંખ્યા. રાત્રે સ્વાતિથી ના રહેવાયું અને પતિને પૂછી બેઠી કે ,"મારી કંઈ ભૂલ થઈ છે ? "

"ના, સ્વાતિ ભૂલ તો મારી હતી કે મેં કયારેય વિચાર્યું જ હતું કે પત્ની આખો વખત ઘરમાં આટલું બધું કામ કરે છે.લોકડાઉનમાં ઘરે રહેવાથી તારો પરિચય થયો કે તું ચુપચાપ કેટલું બધુ કામ કરે છે. નોકરી કરીને મને મદદ રૂપ થાય છે. તો મારી પણ ફરજ છે કે તને મદદરૂપ થઉ."સ્વાતિની આંખોમાં આંસુ આવી ગયા બોલી, "મને પણ તમારા પ્રેમાળ સ્વભાવનો પરિચય લોકડાઉનને લીધે જ થયો. ખરેખર લોકડાઉન આપણા માટે આશીર્વાદ બની ગયું. આપણને એકબીજાનો પરિચય તો થયો ! 


Rate this content
Log in

Similar gujarati story from Romance