પ્રેતાત્મા
પ્રેતાત્મા
રૂપા અને તેની બહેનપણીઓ નવરાત્રીના દિવસોમાં રોજ રાતે આઠ વાગે વાળું કરીને ગામની ગરબીએ બે કિલોમીટર દૂર રમવા જાય અને મોડી રાતે બે વાગે પરત ફરે. નવરાત્રીના ત્રણ દિવસ તો પૂર્ણ થયા,પણ ચોથા દિવસે ગરબે રમીને પરત ફરતાં મેઘલો ધારિયું લઈને લૂંટના ઇરાદે છોકરીઓને કહ્યું"દાગીના આપી દો,નહિતર તમારો જીવ આ ધારિયાથી લઈ લઈશ". "સાલા નફ્ફટ!મહેનત કર્યા વગર મફતનું લૂંટવા આવ્યો છે? મજૂરી કર,મજૂરી" રૂપાએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. રૂપા ! છેલ્લીવાર કહું છું "દાગીના આપી દે,નહિ તો આ ધારિયું હાલ જ તને જવાબ આપી દેશે". મંજુ તું અને બીજી બધી છોકરીઓ જતી રહો,હું આ નાલાયક ને જવાબ આપીને આવું છું. એક લાકડી જોરથી મેઘલાને ફટકારી ! મેઘલો ખિજાયો અને ધારિયાનો ઘા રૂપાના ગળા ઉપર કર્યો અને ચીસો પાડતી ઢળી પડી અને ત્યાંજ મોતને વીરતાપૂર્વક વહાલું ક
રી દીધું ! મેઘલો દાગીના લઈને ઘોર અંધારામાં તળાવ બાજુથી પસાર થઈને નાસી ગયો. સમગ્ર ઘટનાની જાણકારી મંગુએ રૂપાના કુટુંબીજનો અને ગામલોકોને આપી; બધાએ મેઘલા ને શોધ્યો પણ એનો પત્તો જ ના મળ્યો. દસેક વર્ષ પછી મેઘલો સંધ્યા સમયે તળાવની પાળે બેઠો બેઠો બીડી સળગાવી રહ્યો હતો. લાંબી લાંબી દાઢી વધી ગયેલી,માથાના વાળ લાંબા અને બાજુમાં ધારિયું પડેલું. બીડી પીધા પછી લુંગીની પથારી કરી સૂઈ ગયો. રાત્રે એક વાગે રૂપાએ ચીસ પાડી "ઇ...હાહાહા! ઇ..હાહા! મેઘલા,એ નવરાત્રીનો ચોથો દિવસ યાદ કર..મારા દાગીના આપી દે.. મેઘલો ચારે તરફ જીવ બચાવવા દોડ્યો અને અંતે વડલા નજીક આવતાં જ રૂપાએ મેઘલાના હાથમાંથી ધારિયું ઝુંટવી લીધું અને મેઘલાનાં ગળા ઉપર ઘા કર્યો અને મોતને ભેટ્યો ! રૂપાએ મંજુને સ્વપ્નમાં જણાવ્યું કે "મેઘલો વડલા નીચે પડ્યો છે,બદલો લઈ લીધો...કાલે જોઈ લેજે !