જીતી ગયો
જીતી ગયો


આઠેક વર્ષનો માધો સરકારી શાળામાં ભણતો હતો. નાનો હોવા છતાં પણ અનેક રમતો, ફિલ્મો, જનરલ નોલેજ વગેરેનું જ્ઞાન ખૂબ જ હતું તેમજ માતા-પિતાની આજ્ઞાનું પાલન કરનાર પણ ખરો. સમય વીતતો ગયો અને માધો મોટો થયો, અનુસ્નાતક તેમજ તાલીમી સ્નાતકની ડિગ્રી પણ મેળવી, પરંતુ સરકારી નોકરી ના મળતાં તે એક ખાનગી શાળામાં ૩૫૦૦ રૂપિયાના પગારમાં શિક્ષક તરીકે જોડાયો.
ધીમે ધીમે માંડ તેના જીવનની ગાડી પાટા ઉપર ચાલતી હતી; પરંતુ વૈશ્વિક મહામારી "કોરોના" ને લીધે શાળાઓ બંધ થઈ ગઈ, સંચાલકોએ પગાર આપવાનું બંધ કરી દીધું ! માધો ચિંતાગ્રસ્ત બન્યો, કયારેક આત્મહત્યા કરવાના પણ વિચારો કરતો ! બીજી જ ક્ષણે ટીવી જોતાં સરકારની "આત્મનિર્ભર" યોજના વિશે સમાચાર સાંભળીને તે બેંકમાં જઈને લોન માટે ફોર્મ ભર્યું,લોન બે લાખની મળતાં જ સ્વરોજગારી માટે બેકરી ઉદ્યોગ ચાલુ કર્યો, તેમજ દસેક માણસોને પણ નોકરીએ રાખ્યા અને માધો પોતાની ટીમ સાથે રાત -દિવસ મહેનત કરવા લાગ્યો,આજે માધો પોતાની દરેક ટીમના સભ્યોને દર મહિને પચ્ચીસ હજાર પગાર આપે છે !