મિત્તલ
મિત્તલ


નાચતી, કૂદતી માસૂમ બાળકી મિત્તલ સોસાયટીના પાડોશી વડીલો પોતાના હાથમાં આવતાં જ જાણે ધન્યતા અનુભવતા હોય એટલો આનંદ થતો. દિવસો વીતતા ગયા; મિત્તલ મોટી થતી ગઈ. આ સુંદર અને સ્વરૂપવાન છોકરીને પરણવા માટે ડોક્ટરો, એન્જિનિયર વગેરે યુવાનોની લાઈનો લાગેલી, પણ મિત્તલ તો સંસ્કારી અને આધ્યાત્મિક વાતાવરણમાં ઉછરેલી. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરનારી અને નિર્મોહી. પિતાનું અકાળે અવસાન થતાં એના જીવનમાં દુઃખ નો ડુંગર તૂટી પડ્યો! માતાની સેવા કરવા માટે હવે તો લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી કાયદાની પદવી મેળવે છે અને પોતાની માતાના આશીર્વાદ મેળવી નોકરી કરવા લાગી.
સમય જતાં ધનવાન બને છે, ઘરમાં રૂપિયાની રેલમછેલ થાય છે. પણ હવે આ રૂપિયા ગરીબ લોકોની સેવામાં વાપરે છે. ધીમે ધીમે સમાજસેવી બનીને કેટલાય લોકોનું જીવનધોરણ સુધાર્યું. એક દિવસ તેની વૃદ્ધ માતા બીમાર પડતાં ડેન્ગ્યુ અસરથી મોતને ભેટે છે. મિત્તલ ખૂબ જ દુઃખી થાય છે. હવે હું એકલવાયું જીવન કેવી રીતે જીવી શકીશ? ત્યારે એની સાથે નોકરી કરતો બ્રિજેશ એને આશ્વાસન આપે છે. બ્રિજેશ ખૂબ જ લાલચુ યુવાન હતો. મિત્તલને પોતાની માયાજાળમાં ફસાવે છે અને લગ્નની લાલચ આપીને ભગાડી જાય છે. બે-ત્રણ વર્ષ પછી બ્રિજેશ અવનવી ગાડીઓ લઈને ફરતો જોવા મળે છે, પણ મિત્તલ એની સાથે હજુ સુધી જોવા નથી મળી!