સંબંધ માત્ર સ્વાર્થનો
સંબંધ માત્ર સ્વાર્થનો
વશરામકાકા એ અનેક તડકા-છાંયડા જોયા હતા, તેમના ત્રણ પૂત્રો પૈકી નાનો પૂત્ર ભાવેશ ખૂબ જ હોશિયાર અને આજ્ઞાકારી હતો. ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેની પૂત્રી છાયા આર્ટસ કૉલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ભાવેશના મોટાભાઈ પરસોતમનો સંજય નામનો છોકરો એન્જીનીયર બની ગયો હતો. સગાઈ કરવા માટે આખા સમાજમાં પરસોતમ ખૂબ ફરતો, કોઈ સાટા વગર છોકરી આપવા તૈયાર ન હતું.
આખરે થાકીને પરસોતમ એક સાંજે સંજયને મળવા જાય છે અને પોતાના પૂત્ર સંજય માટે છાયાનું સાટું માગે છે, ભાવેશને પિતાની તમામ સંપતિ હડપ કરનાર પરસોતમ ઉપર ગુસ્સો આવે છે અને કહે છે "મોટાભાઈ, જ્યારથી આપે પિતાજીની તમામ સંપત્તિ હડપ કરી દીધી છે ત્યારથી જ આપણા સંબંધ ઉપર મેં
મે પૂર્ણવિરામ મૂકી દીધેલ છે. હવે મારી પૂત્રીને સાટે આપીને વધુ હેરાન થવા નથી માંગતો."
"તો હવે તું પણ જોઈ લેજે ભાવેશ ! તારી કેવી દશા કરું છું." પરસોત્તમ બોલ્યો. તેણે શાળાના ટ્રસ્ટીઓને ધમકીઓ આપીને ભાવેશને નોકરીમાંથી છુટ્ટો કરાવ્યો. ભાવેશ બેરોજગાર બની ગયો. છાયા પણ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ. ભાવેશ હિમ્મત હાર્યા વિના ખાખરા અને પાપડ ઉદ્યોગ શરૂ કરીને વેચાણ કરવા લાગ્યો એની પત્ની અને પુત્રીએ ખૂબ જ સહકાર આપ્યો.
આજે ભાવેશ પાસે વિશાળ બે બંગલા અને ત્રણ ગાડીઓ છે, તેમજ વિશાળ જમીન રાખીને મોટી સ્કૂલ બનાવી છે. છાયાના લગ્ન એક મામલતદારની નોકરી કરતા યુવાન સાથે થયા છે. ભાવેશ પરસોત્તમને મળે છે અને કહે છે "મેં આપને જે વાત કરી હતી એ સીધી જ વાત હતી,સમજ્યા !