ભીખો
ભીખો
શાળા સમય શરુ થવાની થોડી જ વાર હતી. ત્યાં તો ભીખો પોતાના મિત્રો સાથે ગપાટા મારતો અવનવા સ્વપ્ન જોતો આવી રહ્યો હતો. રસ્તામાં માવજીકાકાનું ઘર આવતાં બૂમ પાડીને કહ્યું; "દોડો, દોડો તમારા ખેતરમાં રોઝડું આવ્યું" ત્યાં તો માવજીકાકો પોતાનો અઢીવટો સરખો થ્યો ના થ્યો કરતા ભાગ્યા અને ખેતરમાં જુવે છે તો કશું જ હતું નહિ ! અને મનમાં બબડી ઉઠ્યા, "આ છોકરા એ આજે મારી મશ્કરી તો કરી છે, પણ હવે એની ખેર નહીં" આવો વિચાર કરી તેઓ એક નાની સોટી લઈને ભીખાની રાહ જોઈ બેઠા હતા.
એવામાં ગગલો માવજીકાકાની પાછળ છુપાતો છુપાતો આવી પેલી સોટી લઈ લીધી, જેની માવજીકાકાને કશી ખબર પણ ના પડી ! ભીખો આવ્યો અને કહ્યું"રોઝડાએ કેટલો મોલ ખાધો કાકા" ત્યારે માવજીકાક
ા ગુસ્સે થયા અને સોટી શોધવા જતાં મળી જ નહીં, બધા છોકરાઓ ખડખડાટ હસી દોડ્યા ઘર ભણી. બીજો દિવસ થતાં વળી બધા છોકરાઓએ શાળા તરફ આવતાં નક્કી કર્યું, "આજે વિહાબા નો વારો લઈએ, હો કે લ્યા" ત્યારે વિહાબાનું ઘર આવતાં ગગલો બોલ્યો, "વિહાબા તમારી એક ભેંસ ખોવાઈ ગઈ છે, તમારો નાગજી ક્યારનો શોધે છે પણ મળતી જ નથી"
આ શબ્દો સાંભળતાં જ વિહોબા ભાગ્યા ખેતરની ઉભી વાટે, ત્યાં પહોંચ્યા ત્યારે તો ભેંસ એમના ખેતરમાં જ હતી ! બિચારા ડોસાએ એ તો નિઃસાસો નાખી માંડ વિસામો લેવા બેઠા ! નાગજીને એક મોટું ધોકુ લઈ આ છોકરાઓને ધિબડવા મોકલ્યો, શાળા છૂટી અને છોકરાઓએ નાગજીને હાથમાં ધોકા સાથે ઉભેલો જોઈ બધા શાળાની દીવાલ કૂદી ભાગ્યા, પણ નાગજીના હાથમાં ના આવ્યા!