ચતુર મગન
ચતુર મગન
શિયાળાની વહેલી સુમારે પથારીમાંથી ઊઠીને હાથમાં આસન લઈને વનમાં યોગ કરવા નીકળ્યો; આછું આછું અંધારું હતું; મગન વનમાં શાંતિમય વાતાવરણમાં યોગ કરવા એક પહાડના પથ્થર પર આસન બિછાવી બેઠો, પાસે જ એક ઝાડ નીચે કોઈક ઝીણા ઝીણા અવાજે એક સ્ત્રી અને પુરુષ ગુપસૂપ કરી રહ્યા હતાં. મગનનું ધ્યાન એ બાજુ ગયું અને પેલા લોકોની વાતોને સાંભળ્યા કરી. બીજા દિવસે મગને નક્કી કર્યું કે આ લોકોમાં નક્કી કોઈક આડા સંબંધો છે અને તે સીધો એ લોકો પાસે જ પહોંચ્યો અને બંનેને રંગે હાથે પકડ્યા."મગન દીકરા કોઈને કહેતો નહિ આ વાત,તું કહીશ એ હું કરવા તૈયા
ર છું." મગનના કાકા બોલ્યા ! ઠીક છે કાકા, પણ હવે આપણી જમીનનો કેસ ચાલે છે એ આવતીકાલે પાછો ખેંચી લો નહિ તો.....! "સારું" મગનના કાકા બોલ્યા. મગનની સગાઈ સાટા વિના થતી ન હતી એટલે મગને કહ્યું, "કાકા,રીનાબેન નું સાટું મને આપી દો તો મારી સગાઈ થઈ જાય." કાકાએ કહ્યું સારું. મગન પરણી ગયો અને ખુશ થતો ગયો. કાકા હવે મારા ભાઈનું સગપણ તમારા મેળવાળી રમુકાકીની છોકરીનું કરાવી દ્યો...નહિ તો.....! કાકાએ કહ્યું સારું. મગને કહ્યું રમુકાકી પાસે તો હજુ બીજા બે -ત્રણ કામો જમીન વિષયક કરાવવાના બાકી છે એમ મનમાં વિચારતો વિચારતો ખુશ થતો ચાલ્યો.