સમયનો સંજોગ
સમયનો સંજોગ
લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી, લગ્નનો ઉત્સાહ અને માતાને વિસામો મળી જશે એવું વિચારીને પરથી નામનો નવ યુવાન મુંબઈથી ઘરે રૂપિયા કમાઈને આવે છે! નવવધુ આવશે, ઢોલ ઢબુક્તા હશે 'મારો લાડકવાયો પરણીને ઘરે આવ્યો' આવા સરસ મઝાના લગ્નગીતો ગવાશે, આવા કેટલાય સ્વપ્નોમાં રાચતી એની મા ફળિયામાં રહેતા લોકો ને આમંત્રણ પાઠવતાં હૈયાના હિલોળા લેતી હતી.
બીજા દિવસે જાન ઉપડી, પરથી પરણીને આવ્યો; ચારેક દિવસ પછી નવોઢાને તેડવા એનો ભાઈ આવ્યો અને તેડી ગ્યો, ગામડા ગામમાં આણું કરાવવાનો રિવાજ અખાત્રીજ ઉપર હોય ; એટલે પરથી પાછો કમાવવા મુંબઈ ગયો, તેના મિત્રોએ મિજબાની માણી, સૌ પોતપોતાના રૂમ પર ગયા; સમય જતાં હીરાના વેપારમાં મંદી આવી અને કેટલાય રત્નકલાકારો બેકાર થયા. પરથી બેકાર થતાં નિરાશાના વાદળોમાં ઘેરાવા લાગ્યો; ચિંતાગ્રસ્ત થતાં તેની મનોસ્થિતિ નબળી પડી ગઈ; અને ગાંડો બની ગયો, આજે પણ ફૂટપાથ ઉપર રાત્રીની કડકડતી ઠંડીમાં સૂતો જોઉં છું, ક્યારેક ધાબળો ઓઢાડીને મારી આંખમાં વહેતા આંસુઓને રોકું છું.