પ્રેમનું પુનરાવર્તન
પ્રેમનું પુનરાવર્તન
ક્રિશા : વાહ ! તારા પરફ્યુમની સુગંધ મદહોશ કરી મૂકે છે મને.. હમમમ સૌમિલ તારું આ પર્ફ્યુમ... મને પાગલ કરશે.
શું વાત છે ક્રિશા મારામાં એવી ખોવાઈ ગઈ કે પછી મારા આ ફૂલની સુગંધ જેવા પરફયુમમાં ?
તારામાં તો છેલ્લા પાંચ વર્ષથી ખોવાઈ છું યાર સૌમિલ.. શું તું પણ...તને યાદ છે ફર્સ્ટ ટાઈમ જયારે મને ઠંડી લાગતી હતી ત્યારે તે તારું જેકેટ ઉતારી મને પહેરવા આપેલું આપણે કોલેજ પિકનિકમાં ગયા હતા ત્યારે અને ઘરે આવતા સમયે મેં જેકેટ તને પરત કર્યું હતું ત્યારે મારા કપડાંમાં તારા પરફયુમની સુગંધ રહી ગઈ બસ, ત્યારથી આ ક્રિશા તારી દિવાની થઈ ગઈ.
પાંચ વર્ષ પછી આજે ક્રિશાને સૌમિલની સગાઈ છે.. તેઓ એક વર્ષ પછી લગ્નગ્રંથિથી બંધાઈ જશે પ્રેમ હજુયે અકબંધ છે.
ક્રિશાનો આકર્ષિત ભરાવદાર બાંધો, નાજુક નમણું નાક, લંબગોળ ચહેરો, તેની સ્માઈલ સૌમિલ માટે આકર્ષિત બની બેઠી હતી. જ્યારે કોલેજ ગ્રુપમાં ક્રિશા જોડાઈ ત્યારથી જ સૌમિલ તેને જોયા કરતો એકવાર તેને વરસાદમાં પલળતી જોઈ હતી. કોલેજ કેમ્પસમાં પોતાનું મોપેડ સાઈડ મૂકી પોતે વરસાદમાં ભીંજાતી હતી.
તેને પહેરેલી ટીશર્ટમાંથી દેખાતી નાજુક, નમણી પાતળી કમર એ સૌમિલને વિચારોમાં રાંચતો કરી દીધો હતો...તે હતી જ એટલી સુંદર કે કોઈ પણ આર્કષિત થઇ જાય.. છોકરાઓ શું છોકરીઓ પણ એના રૂપના વખાણ કરતી અમુક તો ઈર્ષા પણ કરતી.. પરંતુ આ બાબતનું ક્રિશાને કોઈ અભિમાન સુદ્ધા ન હતું. બસ, એ એની મસ્તીમાં જ તેમજ લાઈફને મન ભરી માણી લેવામાં માનતી હતી.. કોઈ પણ પરિસ્થિતિ હોય દરેક સ્વાદ ચાખવા તૈયાર હતી.. તેનું માનવું હતું કે દરેક દિવસો મનભરી જીવી લેવા જોઈએ.
દરેક તહેવારો તેને ખુબ જ ગમતા દરેક કોલેજ ડે ની પણ દિવાની હતી. તેને જે કહેવું હોય તે સામેથી કહી દેવાવાળું એનું સાફ દિલ છે.. આ બધા જ સૌમિલના મોઢેથી સાંભળેલા વખાણ હતા.
હું મારો પરિચય આપું. હું છું વિભા. સૌમિલ અને ક્રિશાની પાક્કી દોસ્ત આજે હું તેમની સગાઈમાં જઈ રહી છું.
હું ખુબ ખુશ છું કે મારાં બંન્ને મિત્રો આટલા સમય પછી એક થવા જઈ રહ્યા છે. ક્રિશાના ઘરમાં બધા જ મને ઓળખે છે.
સગાઈ સાંજના છ વાગે છે. હું પાંચ વાગતાના ત્યાં પહોંચી ચૂકી છું બધા ખુબ જ ખુશ છે. ને ક્રિશા પણ...
અમે બધા સાથે જ હતા ને અચાનક ક્રિશા પર કોઈનો કોલ આવતા એકાએક ચૂપ થઈ જાય છે. હું એના ચહેરા પર સાફ જોઈ શકતી હતી કે કોઈ તો વાત છે જે તેને પરેશાન કરી રહી છે.
બધી સખીઓ વચ્ચેથી કોઈ બહાને ક્રિશાને સાઈડ લાવી ને બેધડક મેં પૂછી લીધું : બોલ શું થયું ? ક્રિશાના આંખોમાંથી આંસુઓ સરી ગયા બોલી વિભા આપણી કોલેજમાં જે વિનોદ હતો તેનો ફોન આવેલો મને કહ્યું કે સગાઈ કરતાં પહેલા એકવાર કિંગ્સકોર્નર રેસ્ટોરન્ટમાં જોઈ આવ.. તારો સૌમિલ શું કરે છે..!
ક્રિશા :વિભા હું કંઈ સમજી નહીં કે વિનોદ શું કહેવા માંગે છે.
વિભા :પણ હું સમજી ગઈ.. ચલ હમણાં મારી સાથે કારમાં બેસ કોઈને જાણ કર્યા વગર ચાલ... નહીં તો તને કોઈ જવા નહીં દે.
વિભા ખુબ બાહોશ છોકરી હતી..
થોડા સમય પછી બંન્ને કિંગ્સ કોર્નર માં પહોંચી જાય છે. તે એક ઓપન રેસ્ટોરન્ટ છે. બહાર પડેલી સૌમિલની કાર જોઈ સમજી જાય છે કે અહીંયા જ સૌમિલ છે.
છુપાઈ ને જોતા ખબર પડી કે તે કોઈ છોકરીની બાજુમાં બેઠેલો છે. જોતા જરાય લાગ્યું નહીં કે આ ફક્ત તેની મિત્ર હશે.
પહેલા વિભા ત્યાં પહોંચી ગઈ ને સૌમિલ એકાએક ચોંકી ગયો વિભા તું અહીંયા ?
વિભા :હા બચ્ચું બોલ તું કેમ અહીં ? આજે તો ભાઈ તમારી એંગેજમેન્ટ છે ને ?
બાજુમાં બેઠેલી છોકરી તરત ઊભી થઈ ગઈ સગાઈ ? ત્રણ વર્ષથી મારાં પ્રેમમાં છે ને મને લગનનું પ્રોમિસ કરી બીજે સગાઈ !
વિભા :તું કોણ છે ?
હું રીટા સૌમિલની ગર્લફ્રેન્ડ..
હું ને સૌમિલ એકબીજાને ખુબ ચાહિયે છીએ.
આ સાંભળી દૂર ઉભેલી ક્રિશા એ આવીને સૌમિલને જોરદાર તમાચો આપી દીધો.
ક્રિશા :મેં કોઈવાર વિચાર્યું પણ નહીં હતું તું આ રીતે ગદ્દાર સાબિત થશે !
દુનિયાનો બેસ્ટ મેન તને સમજતી હતી..
રીટા :આ બધું શું ચાલી રહ્યું છે ? બોલ ને સૌમિલ..
સૌમિલ :ક્રિશા હું તારી સાથે સગાઈ કરી શકું પણ રીટા મને ખુબ જ પ્રેમ કરે છે. હું એને પણ ના છોડી શકું.
ક્રિશા :તો હું તને પ્રેમ નથી કરતી ? હવે મારે કંઈ સાંભળવું નથી આવો ધોખેબાજ પતિ મારે ના જોઈએ... હવે આવીને બધાને પોતાની સફાઈ આપી જા એટલે હું છૂટું.
(આજે ૭ સાત વર્ષ થઈ ગયા છે પણ હજુ ક્રિશા એ લગન નથી કર્યા અને અચાનક એક દિવસ...)
એકવાર વિશ્વાસઘાત થઈ ગયા પછી સાત વર્ષથી કોઈ સંબંધમાં ક્રિશા નથી જોડાઈ ના તો જોડાવા માંગતી હતી !
પરંતુ સાચો પ્રેમ જ્યાં હોય ત્યાં મન ને ખેંચી જ લે છે.
ક્રિશા બધું છોડીને એક એનજીઓમાં જોડાઈ ગઈ આ જગ્યા એ તેને ખુબ ખુશી થઈ. બીજાના દુઃખોમાં સહભાગી બનવાનો મોકો મળ્યો.
એન જી ઓ ચલાવનાર મિતેશ પાઠક સાથે અવારનવાર ક્રિશા ને મળવાનું થતું. સારી એવી દોસ્તી થઈ તેમની વાતોમાં સમાજસેવાની ભૂખ છલકાતી જોઈ ક્રિશા તેમના વ્યક્તિત્વને માન આપવા માંડી.. જેમ પોતે મિતેશ એકવાર છ હજારની નોકરી કરતાં હતા ને પોતાની સ્કૂટી એવી જગ્યાએ બંધ પડ્યું જ્યાં મ્યુન્સિપાલ્ટી સ્કૂલ સિવાય કંઈ જ ન હતું.. ત્યારે ત્યાં રીસેસનો બેલ વાગતા ત્યાંના નાના નાના વિદ્યાર્થીઓ એ તેમની સ્કૂટી ધક્કો મારી છેક ઘર સુધી મૂકી ગયા.
આ જોઈ તેમનું હૃદયભરાઈ ગયું.. બીજા દિવસે એ સ્કૂલમાં જવાની ઈચ્છા થઈ તેમને જઈ જોયું તો શાળામાં કોઈ વ્યવસ્થા ન હતી ના તો પાણી, ના તો કોઈ ઢંગના બ્લેક બોર્ડ.. આવામાં કેવી રીતે દેશનું ભાવિ બને !! આ વિચારોથી તેઓએ એજ્યુકેશનને લગતી બધી સેવાઓ ત્યાં આપવાનું નક્કી કરી થોડા મિત્રોના સંગઠનથી એનજીઓ શરૂ કર્યું હતું. શરૂઆતમાં ઘણું અઘરું પડ્યું હતું.
ક્રિશા તેમના વિચારોથી પ્રેરિત થઈ ક્યારે બીજીવાર પ્રેમમાં પડી પોતે નથી જાણતી ખરેખર આ જ સાચો પ્રેમ મળ્યો તેને !
આજે ક્રિશા અને મિતેશ લગ્ન ગ્રંથિમાં જોડાયેલા છે ને ખુબ ખુશ છે.
તેને વિચાર્યું હતું કે કયારેય પ્રેમમાં વિશ્વાસ નહીં કરું ને થઈ ગયો.

