Jignasha Patel

Children Stories Children

4  

Jignasha Patel

Children Stories Children

રૂપલી

રૂપલી

2 mins
197


મારી રૂપાળી રૂપલી ચલ જટ કર હવે..કેટલું ઘાસ ખઈશ ઘરે મા રાહ તાકતી હશે... હેડ જટ કરે છે કે પછી હું લાકડી તાણું. હું છું સોનલ અને મારી ગાયનું નામ મેં રાખ્યું છે રૂપલ.. સોનલ અને રૂપલ છે ને સરસ મેળ ખાતું.. હમમમ.

રૂપલી નાની હતી ત્યારથી મારી સાથે જ રમતી મને રૂપલીની અને રૂપલી ને મારી જબરી માયા.. એકબીજા વગર અમે અધૂરા.. મારાં વગર તો એ જમે પણ નહીં અમે બંન્ને પાક્કી સખીઓ ...

પણ... એક વાત કહું એકવાર તો હું રાત્રે ઊંઘમાં જોર જોરથી બૂમો પાડતી હતી મારી મા રેવતી જોવા આવી.. બેટા.. એ સોનલ કરી મારાં ગાલ પર બે -ચાર વાર માર્યું ત્યારે તો હું જાણે હાબડી બાબડી થઈ બેઠી થઈ ને એકાએક ભાનમાં આવી.

મારી આજુબાજુ તો ટોળું વળી ગયું હતું. મારી નાની બહેન, બાપુજી, મારો ભઈ જીગલો બધા મોટા ડોળે તાકી તાકી ને મને જોતા હતા.

જીગલા એ તો પૂછ્યું અલી... સોનલ કઈ દુનિયામાં કોણ લઈ જતું હતું તને ?

કેમ આવું પૂછે છે ભઈલા ? લે ઊંઘમાં તું જ બૂમો પાડતી હતી.

કે મારી રૂપલી ને લઈ ગયા રૂપલી ને લઈ ગયા...

હા,મને એક સપનું આવ્યું જેમાં કોઈ ઉપગ્રહના વાસીઓ આપણી રૂપલને લેવા આવ્યા કહ્યું કે આ જાનવરની અમને ખાસ જરૂર છે. અમને જાણવા મળ્યું છે કે તેનું દૂધ અમારા ગ્રહવાસીઓ માટે શક્તિ સાબિત થશે.. અમારા ત્યાંના નાના બાળકો એકાએક બિમાર થઈ રહ્યા છે કોઈ વાઇરસ છે જે અમારા ગ્રહ સુધી પહોંચી ગયો છે. અમને દૂધ આપતાં જાનવરોમાં સર્ચ કરતાં જણાયું આ પશુ સર્વ શ્રેષ્ઠ છે. અમારા બાળકો દૂધ પી ને સાજા થઈ જશે એવું અમારા ઉપરીનું કહેવું છે.

સાંભળ્યું છે કે આ જાનવર ઓક્સિજન આપે છે ને પાછું ઓક્સિજન નામક વાયુ ગ્રહણ કરે છે એટલે કોઈ પણ જાતનું પ્રદુષણ ફેલાવતું નથી. એટલે અમારે ખાસ જરૂર છે દરેક જગ્યાએથી પૃથ્વી પરનું આ જાનવર અમે લઈ જવા માંગીયે છીએ એટલે અડધી રાત્રે અમે અમારા સ્પેસશટલમાંથી રોશની પસાર કરી ચુંબકીય શક્તિથી અમારી સાથે લઈ જઈએ છીએ..

મને આટલુંજ દેખાયું પછી તો હું બૂમો પાડવા લાગી... ના...ના... મારી રૂપલી હું તને નહીં જવા દવું... પથારીમાંથી દોટ મૂકી દૂર બાંધેલી એની દોસ્ત રૂપલીના ગળે લાગી સોનલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી...!


Rate this content
Log in