Jignasha Patel

Drama Inspirational

3  

Jignasha Patel

Drama Inspirational

પહેલો પ્રેમ

પહેલો પ્રેમ

3 mins
189


   આજે તો મજા પડી ગઈ કૉલેજમાંથી બધા ફ્રેન્ડ્સ અમે મસ્તી કરતા આનંદમા ફરતા અને આજે હતો વેલેન્ટાઇન ડે કૉલેજના કેમ્પસનો કંઈક અલગજ માહોલ બધુ જ સરસ લાગી રહ્યું હતું. અમારા ગ્રૂપના મિત્રોએ નક્કી કર્યું કે આપણે આજે સાંજે મળીયે અને સાથે ડિનર કરીયે બધાજ આવા મોકાની જાણે રાહ જોઈ રહ્યા હતા બધાએ આવવાની તૈયારી બતાવી અને અમે જુદા પડ્યા..

      ૬ વાગે હું મારા ઘરેથી નીકળી સુરતની એક પ્રખ્યાત પાણીપુરીની લારી પાસે ભેગા થવાનું નક્કી કર્યું હતું, હું પહોંચી ગઈ. પાણીપુરી જોઇને આપણાથી કંઈ રહેવાય ? આપણે લારી પર ગયા ત્યાં જોયું તો ક્યારના બે નાના બાળકો પાણીપુરી તરફ તાકી તાકીને જોયા કરતા હતા. એક વાર કોશિશ કરીને લારી જોડે આવ્યા પણ કશું કહી ના શક્યા મને કોઈવાર એકલા પાણીપૂરી ખાવાની મજા ના આવતી... કંઈક વિચાર આવે એ પહેલા મેં બૂમ પાડી ચલો..આજે મારા તરફથી પાણીપૂરી પાર્ટી, થોડીવાર માટે જાણે હું મજાક કરતી હોવું એવુ માની તેઓ હલ્યા પણ નહીં હું બાજુમાં ગઈ અને કહ્યુ ચાલો હવે... ત્યારે કહે અમારા બીજા ભાઈ -બહેન છે. અમે બોલાવીએ નજીકજ ખુલ્લી જગ્યામાં બન્ને દોડ્યા ત્યા તેઓનું કાચુ ઘર હતું ફટાફટ ત્યાંથી પાંચથી સાત બાળકો દોડતા દોડતા આવી ગયા. અને તેઓના ચહેરા પર કોઈ અનોખી ખુશી, નવી ચમક, જાણે કોઈ મોટી ખુશખબરી આવી હોય તેમ આવી નજીવી વસ્તુમાં ખુબ ખુશ હતા આ જોઈને મારી આંખો ભરાઈ આવી ઉપરાંત બે બાળકોએ તો કપડાં પણ નથી પહેરેલા.. ચંપલ તો કોઈના પગમાં હતી જ નહીં ! એક મોટી છોકરી તેના ભાઈને કેડ પર તેડીને લાવી હતી. હું આ લોકોને પાણીપુરી ખાતા જોઈ ચુપ થઈ ગઈ. આજે કંઈક મારા માટે અનોખો દિવસ હોય તેવુ લાગતું હતું.આજનો વેલેન્ટાઇન ડે મારા માટે આનાથી સારો તો ના જ હોઈ શકે. બધા ફ્રેંડ્સ મળ્યા પણ જેટલો આનંદ મારા નાના નાના દોસ્તો સાથે આવેલો તે અલગ જ હતો હું કંઈક સારું જ અનુભવ કરવા લાગી ! ખરેખર આજે મારો 'પહેલો પ્રેમ' મને મળી ગયો એવી અનુભૂતિ થતી હતી ! 

હું બીજા દિવસે પાછી ત્યાં ગઈ જોયું તો એ જ ભૂલકાઓ રમી રહ્યા હતા.જેવી હું ગઈ કે તરત જ મને ઓળખી લીધી આજે હું તેમના માટે જૂના કપડાં અને ચંપલ લઈ ગઈ આ જો....ને બધા દીદી દીદી કરીને મારી આજુ બાજુ ફરવા લાગ્યા મેં બધાને સરખે ભાગે આવે તેમ સાઈઝ મુજબ વહેંચી આપ્યા તેઓને ખુશી થઈ તેના કરતા વધારે મને ખુશી મળી હતી. આ દિવસો આમ ને આમ ચાલ્યા કરતા હું જ્યારે જ્યારે ફ્રી થતી ત્યારે ત્યારે તેમને મળવા જતી કોઈકંવાર બલૂન તો કોઈવાર ચોકલેટો કોઈવાર અમે સાથે રમતા તો કોઈવાર વરસાદમાં ભીંજાતા ખબર થઈ એ સ્કૂલે નથી જતા કારણ કે મા-બાપ મજૂરી કામ કરે છે તેમનું રહેવાનુ કોઈ ઠેકાણું ન હતું એટલે હું તેમની માટે થોડી ચોપડીઓ, નોટો, ચિત્રકામના પુસ્તકો, કલર લઈને પહોચી જતી બધાને ખૂબ મજા પડતી અને તેઓમાં ભણવાની ધગશ પણ હતી. 

       આ દિવસો મારા જીવનના સૌથી સુંદર અને અદ્ભૂત છે. હું ક્યારેય ના ભૂલી શકું ક્દાચ આ જ પ્રેમ છે ! અને આ પ્રેમમાં પડવા હું વારંવાર ઇચ્છું છું. જાણે કોઈ નજર લાગી કે શું ? દરરોજની જેમ આજે હું રમકડાં લઈને ગઈ તો ખરી પણ આજે કોઈ દેખાયુ નહીં, બૂમો પાડી કોઈ જ ના આવ્યું ! ઘરમાં જઈને જોયું તો ઘર ખાલી હતું, તપાસ કરતા જાણ થઈ કે એ લોકો અહીંયાથી બીજે કામ મળતા જતા રહ્યા છે. તેઓની સાથે એવુ ' સગપણ ' થઈ ગયેલું જે લોહીના સગપણ કરતા ઓછું નથી હાથમાંથી થેલી છૂટી અને રમકડાં પડી ગયા જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ ત્યાં જ બેસી ગઈ ઘણીવાર સુધી બધી વાતો યાદ કરી મારી પણ બાળકો સાથે બાળક બની જવાની બચપનને જીવવાની એ ચાવી જાણે ખોવાઈ ગઈ આજ સુધી હું આ વાત ભૂલી નથી. આ મારો પહેલો પ્રેમ હતો અને રહેશે હું જ્યારે જયારે પાણીપુરી ખાવા જવું બસ એ જ દિવસોમાં સરી પડુ છું.. શું મારા દોસ્તો હજુ મને યાદ કરતા હશે ? ઘણીવાર વિચાર્યા કરું આ મારા જીવનનો અંગત અને સાચો કિસ્સો છે. મારા હદયની ખૂબ નજીકનો મારો પ્રેમ જ છે .સિક્કાની જેમ બે બાજુ છે. તેમ પ્રેમની પણ બે બાજુ છે તેમાંથી એક આ પણ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama