Jignasha Patel

Inspirational

3  

Jignasha Patel

Inspirational

કોરોના વોરિયર્સ દિવસ -૧

કોરોના વોરિયર્સ દિવસ -૧

1 min
169


કોરોનાવાયરસ એક ભયંકર વૈશ્વિક મહામારી છે. ભારત સહિત આખી દુનિયા પર કોરોનાવાયરસની મહામારીએ ભરડો લીધો છે. ત્યારે ડોક્ટર પોલીસ અધિકારી સહિતના દરેક લોકો રાતદિવસ પોતાની ફરજ નિભાવી કોરોના સામે લડત આપી રહ્યા છે. આથી કહી શકાય આ સંકટમાં કામદારો સંપૂર્ણ કામ તત્કાળ અને પ્રામાણિક સાથે કરી રહ્યા છે. આપણા જીવનને જોખમમાંથી મુક્ત કરવા તેઓએ પોતાના જીવનને સંકટમાં મૂક્યુ છે સતત બધા જ કામગીરી નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છે. પોતાના પરિવારની ચિંતા છોડી આપના પરિવારને સાચવવાની ફરજ પૂર્ણ કરે છે આપણા દેશના આ કોરોના વોરિયર્સને ખૂબ ખૂબ ધન્યવાદ..

      કોરોના યોદ્ધાઓમાં ડોક્ટર, પોલીસ કર્મચારી, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, આપાતકાલીન સેવાઓ આપનારા લોકો, સફાઈ કામદારો, નર્સ તેમજ તે દરમિયાન ઘણી તકલીફો પડી છતાં લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે આર્થિક મુસીબતમાં સરકારને મદદરૂપ થવા માટે ઘણા લોકોએ કરોડ રૂપિયાનું દાન કર્યું છે કેટલા કે ગરીબો માટે ભોજન વ્યવસ્થા કરી કેટલાક લોકોએ મુસાફરો માટે નાસ્તા પાણીની સેવા આપી તેવા દાતાઓ અને જે દર્દીઓ કોરોના સામે લડત આપી રહ્યા છે તેવા દરેક કોરોનાવોરિયર્સને જનતાના સલામ.

  પોતાના ઘરબારને દાવ પર મૂક્યો

  આવ્યા સામે જે જનતા માટે વરદાન બની

  સામનો કરી મહામારીનો બજાવી દરેક ફરજ

  નામ દેશનું કર્યું રોશન, કરાવ્યો ગર્વ મહેસૂસ

  આપણા દરેક કોરોનાયોદ્ધાઓને નતમસ્તક.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational