STORYMIRROR

Jignasha Patel

Comedy Horror

2  

Jignasha Patel

Comedy Horror

ગોવા

ગોવા

1 min
126

એકવાર કૃષ્ણા ફેમિલી સાથે ગોવા ફરવા ગઈ હતી અને ફરવા જઈએ તો ત્યાં ફોટાઓ તો પાડવા જ પડે ને ! બધા એ ખૂબ જ મજા કરી અને ડી એસ એલ આર કેમેરામાં ફોટાઓનો સંગ્રહ થઈ ગયો ..

  ઘરે આવીને બીજા દિવસે બધા સાથે બેસીને ફોટાઓ જોવા લાગ્યા એક ફોટામાં કૃષ્ણાના પાછલા ભાગના દ્રશ્યમા જાણે દૂર કોઈ નાની છોકરી ઊંધી લટકતી નજરે પડી કૃષ્ણા વિચારમાં પડી આ શું ? ત્યાં તો આવુ કંઈ જ ના હતું. ફોટામાં આ છોકરી ? બધા જ વિચારમાં પડી ગયા કે આ તો ભૂત જ હોઈ શકે, કોઈ કહે તેને કોઈ મારીને ભાગી ગયું હશે, ક્રુષ્ણા આમાં માનતી ન હતી તરતજ ગૂગલમાં ગઈ ને ગોવાના ખૂણે ખૂણા સર્ચ કરતા જણાયું કે આ તો એક ગોવાની જેલ છે. જ્યાં કેદીઓ રાખવામા આવતાં ..ત્યાં આ વિચિત્ર મૂર્તિ બનાવી છે. બધા ને જાણે શ્વાસ લીધો ને હસી પડ્યા હા હા હા .. જોજો પાછા ગોવા જાવ તો જોતા આવજો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy